અરૂણ જેટલીની 10 ખાસ વાતો, જેણે તેમને અલગ નેતા બનાવ્યાં

અરૂણ જેટલીની 10 ખાસ વાતો, જેણે તેમને અલગ નેતા બનાવ્યાં
અરુણ જેટલી

અરૂણ જેટલી ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવા માંગતા હતા પરંતુ, તેવું ના કરી તેમણે કાયદાનો અભ્યાસ કર્યો. 1987માં વકાલતનો વ્યવસાય શરૂ કર્યો

 • Share this:
  ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું એમ્સમાં લાંબી બિમારી બાદ નિધન થયું છે. તે જાણીતા રાજનેતાની સાથે દેશના જાણીતા વકિલ પણ રહ્યા. અભ્યાસ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી સંઘ સાથે જોડાયેલા અને વિભિન્ન ભૂમિકાઓ સાથે રાજનીતિમાં આગળ વધતા ગયા. તો તેમના વિશેની આ ખાસ 10 વાતો જોઈએ.

  1. અરૂણ જેટલી ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવા માંગતા હતા પરંતુ, તેવું ના કરી તેમણે કાયદાનો અભ્યાસ કર્યો. 1987માં વકાલતનો વ્યવસાય શરૂ કર્યો. છેલ્લા ત્રણ દશકથી દેશના મોટા વકિલોમાં તેમનું નામ ગણવામાં આવતું હતું.  2. અરૂણ જેટલીના પિતા પણ દિલ્હીના જાણીતા વકિલ હતી. તેમણે જાણીતી સેન્ટ જેવિયર સ્કૂલમાં અભ્યાસ કર્યો ત્યારબાદ શ્રીરામ કોલેજમાં કોમર્સ સાથે ગ્રેજ્યુએટ થયા બાદ વકિલાતનો અભ્યાસ પૂરો કર્યો.

  3. કોલેજ દરમિયાન તે વિદ્યાર્થી રાજનીતિમાં સક્રિય થયા. તે દિલ્હી યૂનિવર્સિટીમાં સ્ટુડન્ટ યૂનિયનના અધ્યક્ષ પણ રહ્યા. પરંતુ, ત્યારબાદ પણ અભ્યાસમાં તે સારા નંબર લાવતા વિદ્યાર્થી હતા. તે સમયે ઈમરજન્સી લાગી તો, તેમને 19 મહિના નજરબંધ કરી દેવામાં આવ્યા. પરંતુ, જેવા તેમને મુક્ત કરવામાં આવ્યા, તેમણે જનસંઘની સદસ્યતા લઈ લીધી.

  4. જેટલીએ સુપ્રીમ કોર્ટ અને દેશની કેટલીએ હાઈકોર્ટમાં પોતાની પ્રેક્ટીસ શરૂ કરી. 1990માં દિલ્હી હાઈકોર્ટે તેમને સિનીયર એડવોકેટની માન્યતા આપી દીધી. તે પહેલી વખત મીડિયામાં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે વીપી સિંહ સરકારે તેમને એડિશનલ સાલિસિટર જનરલ તરીકે નિયુક્ત કર્યો અને તેમને બોફોર્સ ઘોટાળાનું પેપર વર્ક કર્યું.  5. જેટલીના ક્લાઈન્ટમાં દરેક પાર્ટીના લોકો હતા. સાથે જ બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ. તેમણે જનતા દળના શરદ યાદવથી લઈ કોંગ્રેસના માધવરાય સિંઘિયા અને ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણી સુધીનો કેસ લડ્યો છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં પેપ્સીનો કેસ પણ લઢ્યો. બાદમાં કોકાકોલા કંપનીએ પણ પોતાના એક મામલામાં તેમને વકીલ બનાવ્યા હતા. 2009માં જ્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતા બન્યા ત્યારે તેમણે પ્રેક્ટિસ કરવાનું બંધ કરી દીધુ.

  6. જેટલી પહેલા અટલ બિહારી બાજપાયીની સરકારમાં મંત્રી રહ્યા. ત્યારબાદ નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા. તેમણે કેટલાક મંત્રાલયમાં પોતાની સેવાઓ આપી.

  7. અરૂણ જેટલીએ સંગીતા ડોગરા સાથે લગ્ન કર્યા, તે જમ્મુ-કાશ્મીરના પૂર્વ નાણામંત્રી ગિરધરલાલ ડોગરાની દીકરી છે. તેમને એક દીકરો રોહન અને એક દીકરી સોનાલી છે, બંને વકિલ છે. અરૂણ જેટલીના બે ભાઈ છે.

  8. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1952ના રોજ દિલ્હીમાં થયો. તે 66 વર્ષના હતા.

  9. જેટલીએ ભારતીય જનતા પાર્ટીમાં ઘણા મહત્વાના પદો પર કામ કર્યું. તે રાજ્યના પાર્ટીના પ્રભારી રહ્યા. ઘણા રાજ્યમાં ચૂંટણી અભિયાનનું સંચાલન કર્યું પરંતુ, તે ક્યારે લોકસભાની ચૂંટણી જીતી ન શક્યા. તે ચાર વખત સાંસદ પહોંચ્યા અને ત્રણ વખત રાજ્યસભા દ્વારા. વર્ષ 2000માં તે પહેલી વખત ગુજરાતથી રાજ્યસભામાં પહોંચ્યા હતા. ત્યારબાદ 2018 સુધી ગુજરાતથી જ રાજ્યસભામાં પહોંચતા રહ્યા. પરંતુ, 2018માં તે ઉત્તર પ્રદેશથી રાજ્યસભામાં પહોંચ્યા.

  10. અરૂણ જેટલી દેશની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટમાં પ્રશાસક તરીકે પણ જોડાયેલા રહ્યા. તે દિલ્હી જીલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા. સાથે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રહેવાની સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલમાં પણ રહ્યા.
  Published by:kiran mehta
  First published:August 24, 2019, 14:36 pm

  टॉप स्टोरीज