સલાહથી લઈ સાવધાની સુધી, સેન્ટ્રલ હોલમાં PM મોદીના ભાષણની 10 વાતો

News18 Gujarati
Updated: May 25, 2019, 11:31 PM IST
સલાહથી લઈ સાવધાની સુધી, સેન્ટ્રલ હોલમાં PM મોદીના ભાષણની 10 વાતો
પીએમ મોદી

નરેન્દ્ર મોદીએ શનિવારે એનડીએ સંસદીય દળને સંબોધિત કર્યું. લગભગ 75 મિનીટના તેમના ભાષણ દરમ્યાન પીએમ મોદીએ કઈં મોટી 10 વાતો કરી તે જોઈએ

  • Share this:
પ્રધાનમંત્રી તરીકે બીજી વકત કાર્યકાળની શરૂઆત કરવા જઈ રહેલા નરેન્દ્ર મોદીએ શનિવારે એનડીએ સંસદીય દળને સંબોધિત કર્યું. લગભગ 75 મિનીટના તેમના ભાષણ દરમ્યાન પીએમ મોદીએ કઈં મોટી 10 વાતો કરી તે જોઈએ.

1 - વિશ્વ માટે અજૂબા હતી ભારતની ચૂંટણી
પીએમ મોદીએ ચૂંટણી પંચના વખાણ કરી કહ્યું કે, વિશ્વનું ધ્યાન ભારતની ચૂંટણી પર હતું. આટલી મોટી ચૂંટણીની વ્યવસ્થા કેવી રીતે થાય છે, તે વિશ્વ માટે નવાઈની વાત હતી. તેમણે ચૂંટણીના કામમાં રોકાયેલા તમામ કર્મચારીઓને ધન્યવાદ કહ્યું.

2 - પ્રચંડ જનાદેશથી વધે છે જવાબદારી
પીએમ મોદીએ કહ્યું કે, પ્રચંડ જનાદેશ અમારી જવાબદારી પણ ખુબ વધારે છે. જોકે, તેમણે કહ્યું કે, આ જવાબદારી અમે સહર્ષ સ્વીકાર કરવા માટે નીકળેલા લોકો છીએ. અમે વધુ ઉર્જા, ઉમેગ સાથે આગળ વધીશું.

3 - સત્તાભાવને નકારી દે છે મતદાતાપીએમ મોદીએ મતદાતાને જાગૃત ગણાવી કહ્યું સત્તા લોકોને પ્રભાવિત નથી કરતી. તેમણે કહ્યું કે, સત્તાભાવ જેટલો નાનો થશે, તેટલો જ પ્રજાનો આશિર્વાદ વધી જશે. આ સાથે તેમણે પોતાની જાતને અન્ય સાંસદો જેવા જ બતાવ્યા. તેમણે કહ્યું કે, હું પણ તમારા જેવો જ છું, તમારા બરાબર છું, આપણે ખબાથી ખભો મિલાવી ચાલવાનું છે, એનડીએની આ તાકાત અને વિશેષતા છે.

4 - આ ચૂંટણીએ દિલોને જોડ્યા છે
તેમણે આ ચૂંટણીને દિલ જોડવાવાળી ગણાવી. આ ચૂંટણી સામાજિક એકતાનું આંદોલન બની. તેમણે કહ્યું, સમતા પણ-મમતા પણ, અને સમભાવ પણ - મમભાવ પણ,ના વાતાવરણે આ ચૂંટણીને શાનદાર બનાવી.

5 - ગરીબો અને અલ્પસંખ્યકો સાથે થયું છલ-કપટ
પીએમ મોદીએ કહ્યું, 2014થી 2019 અમે ગરીબો માટે સરકાર ચલાવી અને 2019માં આ સરકાર ગરીબોએ બનાવી. પહેલા ગરીબો સાથે છળ-કપટ ચાલતું હતું, તે દૂર કરાયું. આવું જ છલ-કપટ દેશના અલ્પસંખ્યકો માટે પણ થયું છે. તેમણે કહ્યું કે, વોટ બેન્કની રાજનીતિમાં અલ્પસંખ્યકોને દબાવીને રાખવામાં આવ્યા અને તેમનો માત્ર ઉપયોગ કરવામાં આવ્યો. આપણે તેમનો વિશ્વાસ જીતવાનો છે.

6 - VIP કલ્ચરથી બચે સાંસદો
પ્રધાનમંત્રીએ સાંસદોને વીઆઈપી કલ્ચરથી બચવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, સાંસદોએ જરૂરત પડવા પર સામાન્ય પ્રજાની જેમ લાઈનમાં ઉભુ રહેવું જોઈએ. પીએમએ લાલ બત્તી કલ્ચરની યાદ પણ અપાવી. તેમણે કહ્યું તેનું કોઈ મહત્વ ન હતું, પરંતુ આનાથી પ્રજામાં એક પોઝેટિવ મેસેજ ગયો.

7 - કોઈની સાથે ભેદભાવ ન કરો
પ્રધાનમંત્રી મોદીએ સાંસદોને એ પણ સલાહ આપી કે, તે જનપ્રતિનીધિ તરીકે કોઈની સાથે પણ ભેદભાવ ન કરે. આપણે જે આપડી સાથે હતા તેમના પણ છીએ અને ભવિષ્યમાં આપણી સાથે ચાલનારા તેમના માટે પણ છીએ.

8 - ટ્રંપને જેટલા વોટ પડ્યા એટલું આપડુ ઈન્ક્રિમેન્ટ
આ લોકસભા ચૂંટણીમાં બીજેપીના વોટની ટકાવારી 2014ની તુલનામાં વધી છે. તેમણે કહ્યું, 2019માં વોટની ટકાવારીમાં વૃદ્ધિ થઈ છે, આ વૃદ્ધિ લગભગ 25 ટકા છે. તેમણે કહ્યું કે, અમેરિકાની ચૂંટણીમાં જેટલા ડોનાલ્ડ ટ્રમ્પને વોટ મળ્યા હતા એટલું તો આપણું ઈન્ક્રીમેન્ટ થયું.

9 - વિવાદીત નિવેદનોથી બચો
પીએમ મોદીએ સાંસદોનવિવાદીત નિવેદનોથી હંમેશા બચીને રહેવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, સાર્વજનિક રીતે આપેલા કેટલાક નિવેદન પરેશાન કરે છે. પ્રધાનમંત્રીએ સાંસદોને છપાસ (સમાચારપત્રોમાં તસવીર) અને દિખાસ (ટીવીમાં દેખાવું)થી બચવાની સલાહ આપી.

10 - મંત્રી પદ પર સાંસદોને કર્યા સચેત
પીએમ મોદીએ ઈશારા-ઈશારામાં સાંસદોને મંત્રી પદની લાલચ ન કરવાની પમ સલાહ આપી. તેમણે કહ્યું કે, મીડિયામાં જે નામ ચલાવી રહ્યા છે તે ભ્રમિત કરનારા છે, તમે આ ભ્રમમાં ના જતા. તેમણે એ પણ કહ્યું કે, કેટલાક લોકો તમને કહેશે કે તેમણે લિસ્ટમાં તમારૂ નામ જોયું, પરંતુ આવું કશું જ નથી હોતું. પીએમ મોદીએ કહ્યું કે, જે કઈં પણ થશે તે નિયમ અનુસાર થશે. ના કોઈ પોતાનું છે અને ના કોઈ પારકુ. જે પણ જીતીને આવ્યા છે તે બધા જ મારા છે. મારા માટે કોઈ ફરક નથી પડતો.
First published: May 25, 2019, 11:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading