Home /News /national-international /આર્યન ખાનની જામીન પર આજે સુનાવણી, વાંચો દેશ-દુનિયાના ટોપ 10 સમાચારો

આર્યન ખાનની જામીન પર આજે સુનાવણી, વાંચો દેશ-દુનિયાના ટોપ 10 સમાચારો

આર્યન આવતીકાલે જેલમુક્ત થઈ શકે છે

બોમ્બે હાઈ કોર્ટ (Bombay High Court)માં આજે પણ આર્યન ખાનની જામીન પર સુનાવણી થશે, વાંચો દેશ-દુનિયાના ટોપ 10 સમાચારો

  બોમ્બે હાઈ કોર્ટ (Bombay High Court) અભિનેતા શાહરુખ ખાન (Shahrukh Khan)ના દીકરા આર્યન ખાન (Aryan Khan)ની જામીન અરજી પર આજે પણ સુનાવણી ચાલુ રાખશે. આર્યન ખાનની આ મહિનાની શરૂઆતમાં મુંબઈ કોસ્ટલ એરિયા પાસે ક્રૂઝમાંથી માદક પદાર્થોની જપ્તીના મામલે ધરપકડ કરવામાં આવી હતી. તો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ મંગળવારે પાર્ટીની અંદર ડિસિપ્લિન અને એકતા જાળવી રાખવા પર ભાર મૂક્યો અને કહ્યું કે પાર્ટી (Congress)માં રાજ્ય સ્તરના નેતાઓ વચ્ચે નીતિગત મુદ્દા પર સ્પષ્ટતા અને સમન્વયનો અભાવ જોવા મળે છે.

  1. Aryan Khan Bail Hearing: આર્યન ખાનને ન મળ્યા જામીન, બુધવારે સુનાવણી ચાલુ રાખશે બોમ્બે હાઈકોર્ટ
  બોમ્બે હાઈ કોર્ટ (Bombay High Court) અભિનેતા શાહરુખ ખાન (Shahrukh Khan)ના દીકરા આર્યન ખાન (Aryan Khan)ની જામીન અરજી પર આજે પણ સુનાવણી ચાલુ રાખશે. આર્યન ખાનની આ મહિનાની શરૂઆતમાં મુંબઈ કોસ્ટલ એરિયા પાસે ક્રૂઝમાંથી માદક પદાર્થોની જપ્તીના મામલે ધરપકડ કરવામાં આવી હતી. જજ એન.વી. સાંબરેએ મંગળવારે જામીન અરજી પણ સુનાવણી કરી. આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગી અને સતીશ માનશિંદેએ અદાલતમાં કહ્યું કે એનસીબી પાસે 23 વર્ષીય આર્યન ખાન વિરુદ્ધ કોઈ સાક્ષી નથી અને તેની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી અને 20 દિવસોથી વધુ સમય જેલમાં રાખવામાં આવ્યો હતો.

  2. સોનિયા ગાંધીએ કોંગ્રેસ નેતાઓને કહ્યું- લડાઈ જીતવી છે તો BJPનું જૂઠ સામે લાવો
  કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ મંગળવારે પાર્ટીની અંદર ડિસિપ્લિન અને એકતા જાળવી રાખવા પર ભાર મૂક્યો અને કહ્યું કે પાર્ટી (Congress)માં રાજ્ય સ્તરના નેતાઓ વચ્ચે નીતિગત મુદ્દા પર સ્પષ્ટતા અને સમન્વયનો અભાવ જોવા મળે છે. પાર્ટી મહાસચિવો, પ્રદેશ પ્રભારીઓ અને પ્રદેશ અધ્યક્ષોની બેઠકમાં તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Modi Government) પર નિશાનો સાધ્યો અને પાર્ટી નેતાઓ તેમજ કાર્યકરતાઓને આહ્વાન કર્યું કે જો લડાઈ જીતવી હોય તો જનતા સમક્ષ ભાજપ તેમજ આરએસએસના ‘દુષ્પ્રચાર’ તેમજ ‘જૂઠ’નો પર્દાફાશ કરવો પડશે.

  3. અમિત શાહે અધિકારીઓને કહ્યું- જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ખતમ કરવા માટે લડો અથવા ટ્રાન્સફર લઈ લો
  ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ના ત્રણ દિવસીય પ્રવાસથી પાછા આવી ચૂક્યા છે. ગૃહમંત્રી 5 ઓગસ્ટ 2019માં 370 કલમ હટ્યા બાદ પહેલી વખત જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. પોતાના ત્રણ દિવસીય પ્રવાસ દરમ્યાન તેમણે ટોચના સુરક્ષા અધિકારીઓ સાથે પણ મીટીંગ કરી. સૂત્રોએ સીએનએન ન્યુઝ 18ને જણાવ્યું કે અમિત શાહે પોતાના પ્રવાસમાં સુરક્ષા અધિકારીઓને સીધું સટાક કહ્યું કે તેઓ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ (Terrorism) ખતમ કરવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે.

  4. ભારતીય સબમરીનથી જોડાયેલી સૂચનાઓ લીક થવા મામલે નેવી કમાન્ડર સહિત 5ની ધરપકડ, CBIની તપાસ જારી
  કેન્દ્રિત તપાસ એજન્સી સીબીઆઈ (CBI) સબમરીન (Submarines)ના આધુનિકીકરણ સંબંધિત મહત્વપૂર્ણ સૂચનાઓ લીક થવાના મામલે મોટી કાર્યવાહીને અંજામ આપતાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક નૌસેનામાં કમાન્ડર રેન્કનો અધિકારી (Indian Navy Officer) પણ છે. આ સાથે આ મામલે પકડાયેલા ચાર અન્ય આરોપીઓમાંથી બે સેવાનિવૃત નેવી અધિકારી સહિત બે અન્ય પ્રાઈવેટ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સનસનીખેજ મામલે સીબીઆઈએ તાબડતોબ કાર્યવાહી કરીને દેશના કેટલાય શહેરોમાં છાપા માર્યા અને મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવાને પોતાના કબજામાં લઈ લીધા.

  5. કોલકાતામાં કોરોનાની સ્થિતિ પર કેન્દ્ર ચિંતિત, પત્ર લખીને જરૂરી પગલાં લેવાનો નિર્દેશ કર્યો
  પશ્ચિમ બંગાળ (West Bengal)માં છેલ્લા એક મહિના દરમ્યાન કોરોના (Covid-19)ના વધી રહેલા કેસ અને મૃત્યુને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry) મંગળવારે ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ (Rajesh Bhushan)એ પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમને પત્ર લખીને જરૂરી પગલાં લેવાનું કહ્યું છે.

  6. Exclusive: ભારતીય મૂળના કેટલાક કેનેડિયન, અન્ય દેશોના નાગરિકોના વિઝા, OCI કાર્ડ રદ: સૂત્ર
  ભારત-વિરોધી ગતિવિધિઓમાં સામેલ કેનેડા અને અન્ય દેશોમાં રહેતા કેટલાક ભારતીય મૂળના નાગરિકોનીં લોંગ ટર્મ વિઝા અને OCI કાર્ડ રદ કરવામાં આવ્યા છે. સૂત્રોએ ન્યુઝ18ને જાણકારી આપી કે કિસાન પ્રદર્શનની આડમાં જે ભારત-વિરોધી ગતિવિધિઓ થઈ રહી છે એ લોકો વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. જાણકારી આપનારા અધિકારીએ રદ વિઝા અને OCI કાર્ડની કુલ સંખ્યા જણાવી નથી.

  7. T20 WC: ક્રિસ ગેલે પસંદ કર્યો સૌથી વધુ રન કરનારો બેટ્સમેન, વિરાટ કોહલીનું નામ ન લીધું
  વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ કેપ્ટન ક્રિસ ગેલ (Chris Gayle) એક એવો ક્રિકેટર છે, જેને ક્રિકેટ રમતા દેશોમાં કોઈ ઓળખની આવશ્યકતા નથી. T20 સુપરસ્ટાર દુનિયાભરમાં આક્રમક બેટિંગના પોતાના અસંખ્ય ઓન-ફીલ્ડ કારનામા માટે ઓળખાય છે. ગેલ દુનિયાના કોઇપણ ખતરનાક બોલરને પાણીમાં બેસાડી દેવાની તાકાત ધરાવે છે. દુનિયામાં સૌથી વિસ્ફોટક બેટ્સમેન તરીકે ઓળખ બનાવરા ગેલે પોતાને ‘યુનિવર્સ બોસ’ના ખિતાબથી નવાજ્યો છે. તાજેતરમાં ક્રિકેટરે વધુ રન કરનારા ક્રિકેટર તરીકે બાબર આઝમની પસંદગી કરીને આઈપીએલમાં પૂર્વ-આરસીબી ટીમના સાથી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની મસ્તી કરવાનો લ્હાવો લીધો હતો.

  8. ફુલ વેક્સીનેશન કરી ચૂકેલા લોકો મુંબઈ લોકલની સવારી કરી શકશે
  દેશની આર્થિક રાજધાનીની લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેન (Mumbai Local) હવે બધા મુંબઈવાસીઓ માટે ખૂલી ગઈ છે. મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government)એ મંગળવારે જાહેરાત કરી કે કોરોનાનું ફુલ વેક્સીનેશન કરી ચૂકેલા એટલે કે રસીના બે ડોઝ લઈ ચૂકેલા બધા લોકો લોકો ટ્રેનમાં સફર કરી શકશે.

  9. 29 નવેમ્બરથી શરુ થઈ શકે છે સંસદનું શિયાળુ સત્ર, બે મહત્વના બિલ રજૂ થઈ શકે છે: સૂત્ર
  સંસદનો લગભગ એક મહિનો ચાલનારો શિયાળુ સત્ર નવેમ્બરના અંતિમ સપ્તાહમાં શરુ થઈ શકે છે. સૂત્રોએ જણાવ્ય કે સત્ર દરમ્યાન કોવિડ-19ના બધા પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. સત્રની લગભગ 20 બેઠક થવાની સંભાવના છે અને આ ક્રિસમસ પહેલાં સમાપ્ત થઈ જશે.

  10. મહેબૂબાનો કેન્દ્ર પર આરોપ, જીતનો ઉત્સવ મનાવી રહેલા યુવાનો પર બદલાની કાર્યવાહી
  પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti)એ કેન્દ્ર સરકાર (central government) પર આરોપ લગાવ્યા છે. પાકિસ્તાનની જીત પર જશ્ન મનાવી રહેલા કાશ્મીરી યુવાનો સામે કાર્યવાહીને તેમણે પ્રતિશોધક કહી છે. તેમણે કહ્યું કે યુવાનો પર કેસ ફાઈલ કરવા જેવા પગલાં તેમને વધુ દૂર કરી નાખશે. રાજકીય મેડિકલ કોલેજ અને એસકેઆઈએમએસ સૌરાની હોસ્ટેલમાં રહેનારા મેડિકલ વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમ (યુએપીએ) હેઠળ બે કેસ નોંધવામાં આવ્યા હતા.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Amit shah, Aryan Khan, Chris gayle, Coronavirus, International news, Jammu and kashmir, Mehbooba mufti, National news

  विज्ञापन
  विज्ञापन