Home /News /national-international /

અમિત શાહે કર્યો જમ્મુ કાશ્મીરનો પ્રવાસ, નવેમ્બરમાં આવશે વધુ એક વેક્સીન, વાંચો ટોપ 10 સમાચારો

અમિત શાહે કર્યો જમ્મુ કાશ્મીરનો પ્રવાસ, નવેમ્બરમાં આવશે વધુ એક વેક્સીન, વાંચો ટોપ 10 સમાચારો

અમિત શાહે જમ્મુ-કાશ્મીરના લોકોને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલમાં જમ્મુ-કાશ્મીર વસે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) સોમવારે જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ના ગાંદરબલ જિલ્લામાં ખીર ભવાની મંદિરમાં પૂજા-અર્ચના કરી. અહીં જાણો દેશ-દુનિયાના 10 મહત્વના સમાચારો.

  નવી દિલ્હી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) સોમવારે જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ના ગાંદરબલ જિલ્લામાં ખીર ભવાની મંદિરમાં પૂજા-અર્ચના કરી. તેમણે ત્યારબાદ શ્રીનગરમાં એક જાહેરસભાને સંબોધિત કરતા આતંકવાદને પડકાર્યો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલમાં જમ્મુ-કાશ્મીર વસે છે. ફાર્મા કંપની બાયોલોજિકલ ઈ (Biological E)એ આશા વ્યક્ત કરી છે કે તેમની વેક્સીન કોર્બેવેક્સ (Corbevax) નવેમ્બર મહિનાના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે.

  1. કાશ્મીરીઓથી બોલ્યા અમિત શાહ- ના બુલેટ પ્રૂફ છે, ના કોઈ સિક્યોરીટી, પાક નહીં તમારાથી ખુલીને વાત કરીશ
  અમિત શાહે (Amit Shah) સોમવારે જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ના ગાંદરબલ જિલ્લામાં ખીર ભવાની મંદિરમાં પૂજા-અર્ચના કરી. તેમણે ત્યારબાદ શ્રીનગરમાં એક જાહેરસભાને સંબોધિત કરતા આતંકવાદને પડકાર્યો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલમાં જમ્મુ-કાશ્મીર વસે છે.

  2. નવેમ્બરના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે બાયોલોજિકલ ઈની વેક્સીન કોર્બેવેક્સ
  ફાર્મા કંપની બાયોલોજિકલ ઈ (Biological E)એ આશા જતાવી છે કે તેમની વેક્સીન કોર્બેવેક્સ (Corbevax) નવેમ્બર મહિનાના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. મેનેજિંગ ડિરેક્ટર મહિમા ડાટલા (Mahima Datla)એ જણાવ્યું કે લોન્ચ માટે ફાર્મા કંપની 10 કરોડ ડોઝ તૈયાર કરી રહી છે.

  3. મુંબઈ ડ્રગ્સ કેસ: એનસીબી અધિકારી સમીર વાનખેડે દિલ્હી પહોંચ્યા, ડીલના આરોપોને ફગાવ્યા
  મુંબઈ ડ્રગ્સ કેસમાં બળજબરી વસૂલીના આરોપો વચ્ચે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) મુંબઈના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સોમવારે રાત્રે દિલ્હી પહોંચ્યા. એનસીબી અધિકારીએ પોતાના પર લાગેલા આરોપોને આધારહીન જણાવ્યા અને કહ્યું કે તેમને કોઈએ અહીં નથી બોલાવ્યો તે કોઈ અન્ય કારણોસર દિલ્હી આવ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં સમીર વાનખેડેએ આ વાત ઉચ્ચારી હતી.

  4. 28 ઓક્ટોબરે આસિયાન-ભારત સંમેલનમાં સામેલ થશે પીએમ મોદી, આ મુદ્દો પર ચર્ચાની શક્યતા
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુરુવારે બ્રુનેઈના સુલતાન (Sultan of Brunei) હસનલ બોલકિયા (Hassanal Bolkiah)ના આમંત્રણ પર 18મા દક્ષિણ પૂર્વીય એશિયાઈ રાષ્ટ્રોના સંગઠન, આસિયાન-ભારત સંમેલન (ASEAN-India Summit)માં ભાગ લેશે. આ મહત્ત્વપૂર્ણ સંમેલનમાં આસિયાન-ભારત રણનીતિક ભાગીદારી, કોરોના અને સ્વાસ્થ્ય, વેપાર, શિક્ષા અને સંપર્ક સહિત અન્ય મુખ્ય ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.

  5. પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ થયેલી હિંસાને કારણે બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પર થયો હુમલો: RSS
  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પશ્ચિમ બંગાળ એકમે સોમવારે રાજ્યમાં ચૂંટણી બાદ થયેલી હિંસાને પડોશી બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પર તાજેતરમાં હુમલા માટે ટ્રિગર તરીકે જવાબદાર ગણાવ્યું છે અને આ મુદ્દે ચૂપ રહેવા માટે બુદ્ધિજીવીઓને ફટકાર લગાડી છે. આરએસએસ રાજ્ય મહાસચિવ જિષ્ણુ બસુએ દાવો કર્યો કે આ વર્ષની શરૂઆતમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ ‘હિન્દુઓ પર હુમલા’થી બાંગ્લાદેશના કટ્ટરપંથીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને તેનાથી દેશમાં હિંસા ભડકી.

  6. રશિયામાં કોરોનાએ ફરી મચાવ્યો હાહાકાર, 4 કલાકમાં નવા કેસ નોંધાયા, વીકેન્ડમાં રજા હોઈ શકે છે
  રશિયામાં સોમવારે પણ કોરોના વાયરસના રેકોર્ડ નવા કેસ નોંધાયા છે અને તેને લીધે ક્રેમલિને મોટાભાગના લોકોને આ વીકેન્ડથી કામથી દૂર રહેવાનું કહ્યું છે, રશિયન સરકારના કોરોના વાયરસ કર્મચારીઓએ 24 કલાકમાં 37,930 નવા કેસ નોંધ્યા છે, જે મહામારી (Pandemic)ની શરૂઆત બાદથી બહુ મોટી સંખ્યા છે. રિપોર્ટ મુજબ ચોવીસ કલાકમાં કોરોનાથી 1,069 વ્યક્તિના મૃત્યુ થઈ ચૂક્યા છે.

  7. T20 World Cup: ઇમરાન ખાનનો કટાક્ષ- ભારત હારી ગયું છે, આ સમયે સંબંધ સુધારવાની વાત ન થઈ શકે...
  પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan)એ ભારત સાથે સંબંધોમાં સુધારની જરૂરિયાત પર ભાર મૂક્યો, પણ સાથે એ પણ કહ્યું કે ટી-20 વિશ્વ કપ (ICC T20 World Cup 2021)માં ભારત વિરુદ્ધ દેશની જીત બાદ આ પ્રકારની વાતચીત માટે આ ‘યોગ્ય સમય નથી.’

  8. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસ: એનસીબીના સાક્ષી કિરણ ગોસાવીએ ‘ડીલ’ના આરોપોને નકાર્યા
  મુંબઈના કોસ્ટલ પાસે ગોવા જઈ રહેલા એક ક્રૂઝ પર રેઇડ મામલે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના એક સ્વતંત્ર સાક્ષી કિરણ ગોસાવીએ સોમવારે સાંજે કહ્યું કે તેઓ જલ્દી મહારાષ્ટ્ર બહાર સરેન્ડર કરશે અને બધું સ્પષ્ટ થઈ જશે.

  9. પીએમ નરેન્દ્ર મોદીએ વારાણસી રેલ્વે સ્ટેશન પર વર્લ્ડ ક્લાસ એક્ઝીક્યુટીવ લાઉન્જનો શુભારંભ કર્યો
  ભારતીય રેલ્વે (Indian Railways)ને એક નવી ઓળખ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સતત પ્રયત્નશીલ છે. રેલ્વે તરફથી યાત્રીઓને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અવારનવાર યોજનાઓનો શુભારંભ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના સંસદીય ક્ષેત્ર અંતર્ગત આવનારા વારાણસી રેલ્વે સ્ટેશન (Varanasi Railway Station) પર IRCTC તરફથી તૈયાર થયેલા એક્ઝીક્યુટીવ લાઉન્જ (Executive Lounge)નું લોકાર્પણ કર્યું.

  10. ક્રૂઝ ડ્રગ્સ કેસ: રાઉતે મહારાષ્ટ્રને બદનામ કરવાની કોશિશનો આરોપ લગાવ્યો
  ક્રૂઝ પર માદક પદાર્થની જપ્તી મામલે (Cruise drugs case) શિવસેના (Shiv Sena)ના સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યું કે આના માધ્યમથી મહારાષ્ટ્રને જાણીજોઈને બદનામ કરવામાં આવી રહ્યું છે અને દાવો કર્યો છે કે ‘કેટલાંક અધિકારીઓનો પર્દાફાશ થશે.’
  Published by:Nirali Dave
  First published:

  Tags: Coronavirus, International news, Jammu Kashmir, National news, NCB, Russia, અમિત શાહ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन