દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા વધી રહી છે. (File pic)
દેશમાં કોરોના મહામારી (Corona Pandemic)ના વધતા જતા પ્રકોપ વચ્ચે મુંબઈ (Mumbai)ની હોસ્પિટલ બાળકોનું રસીકરણ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ હોસ્પિટલે બાળકોના કોવિડ-19 રસીકરણ (Covid-19 Vaccination)ના રજીસ્ટ્રેશન માટે માતા-પિતાને બોલાવ્યા છે.
શનિવારે મણિપુર (Manipur Attack)માં આસામ રાઇફલ્સ (Assam Rifles)ના કાફલા પર થયેલા હુમલામાં 46 આસામ રાઇફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિપ્લવ ત્રિપાઠી (Colonel Viplav Tripathi), તેમની પત્ની અને તેમના 8 વર્ષના બાળક સહિત ચાર આસામ રાઇફલ્સના સૈનિક માર્યા ગયા હતા. આસામ રાઇફલ્સના કાફલા પર હુમલાની જવાબદારી PLA અને MNPF ઉગ્રવાદી સંગઠનોએ લીધી. પરંતુ, PLA અને MNPFએ કહ્યું કે જાણકારી ન હતી કે એ કાફલામાં કર્નલ વિપ્લવ પોતાની પત્ની અને બાળક સાથે હતા.
બિહારમાં કઈ રીતે લાગૂ થઈ શકશે સંપૂર્ણ દારૂબંધી, સમીક્ષા બેઠક પહેલાં CM નિતીશને 2 પૂર્વ DGPએ આપ્યા મહત્વના સૂચન
બિહારમાં દારૂબંધી (Liquor Ban In Bihar)ને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) મંગળવારે સમીક્ષા બેઠક યોજવાના છે. તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગોપાલગંજ, બેતિયા અને મોતિહારીમાં ઝેરી શરાબ (Hooch Tragedy) પીવાથી ઘણા લોકોના મોત બાદ નીતિશ કુમાર ઘણાં નારાજ છે. માનવામાં આવે છે કે સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી નીતીશ એ તમામ પાસાઓ પર વિગતવાર માત્ર ચર્ચા નહીં કરે, પરંતુ તે દરેક મુદ્દાને જાણવાની કોશિશ કરશે જેના કારણે બિહારમાં ગેરકાયદેસર રીતે દારૂ કેવી રીતે પહોંચી રહ્યો છે અને કોણ કોણ આ ધંધામાં સામેલ છે.
અસદઉદ્દીન ઔવેસીની મોટી જાહેરાત,રાજસ્થાનમાં 2023ની વિધાનસભા ચૂંટણી લડશે AIMIM
અસદઉદ્દીન ઔવેસીની પાર્ટી AIMIM રાજસ્થાનમાં 2023ની વિધાનસભા ચૂંટણી લડશે, આ જાહેરાત સોમવારે અસદઉદ્દીન ઔવેસીએ પોતે જયપુરમાં કરી હતી. ઔવેસી પાછલા દિવસોમાં પણ જયપુર યાત્રા પર આવ્યા હતા, ત્યારથી એવો અંદાજ લગાવવામાં આવે છે કે તેમની પાર્ટી રાજસ્થાનમાં ચૂંટણી લડી શકે છે. ઓવૈસી પ્રદેશમાં પાર્ટીની જવાબદારી માટે ઘણા લોકોને ગુપ્ત રીતે મળ્યા, ઓવૈસીએ કહ્યું કે તેઓ રાજસ્થાનમાં ચૂંટણી લડશે અને તેમની પાર્ટી આગામી દોઢ મહિનામાં રાજસ્થાનમાં પાર્ટી સંગઠન વિશે ખુલાસો કરશે કે કોને કઈ જવાબદારી આપવામાં આવી રહી છે.
મુંબઈની હોસ્પિટલમાં બાળકોના કોરોના રસીકરણ માટે રજિસ્ટ્રેશન શરૂ, સરકારની પરવાનગી મળ્યા બાદ આપવામાં આવશે રસી
દેશમાં કોરોના મહામારી (Corona Pandemic)ના વધતા જતા પ્રકોપ વચ્ચે મુંબઈ (Mumbai)ની હોસ્પિટલ બાળકોનું રસીકરણ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ હોસ્પિટલે બાળકોના કોવિડ-19 રસીકરણ (Covid-19 Vaccination)ના રજીસ્ટ્રેશન માટે માતાપિતાને બોલાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, SRCC ચિલ્ડ્રન હોસ્પિટલે 2 થી 17 વર્ષની વયના બાળકોના માતાપિતાને તેમના બાળકોના મફત કોરોના રસીકરણ માટે નોંધણી કરવા માટે બોલાવ્યા છે.
ગુરુ પર્વ પર ભારત ખોલી શકે છે કરતારપુર કોરિડોર; પંજાબના નેતાઓ સાથે બેઠક બાદ પીએમ મોદીનો નિર્ણયઃ સૂત્રો
બાબા ગુરુ નાનક દેવજીની 552મી જયંતિ (Guru Nanak Jayanti)ના અવસર પર શીખ શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)ને ફરીથી ખોલવા માટે ગંભીરતાથી વિચાર કરી રહી છે. ઉચ્ચ સૂત્રોએ ન્યૂઝ18ને જણાવ્યું કે ગુરુપરબ (Gurupurab)ના અવસર પર કરતારપુર કોરિડોર ભક્તો માટે ખોલવામાં આવી શકે છે.
Goa Elections: ગોવા ચૂંટણી માટે કોંગ્રેસ NCP સહિત આ પક્ષો સાથે ગઠબંધન કરી શકે છે
કોંગ્રેસ (Congress), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP) સાથે આગામી વર્ષે યોજાનારી ગોવા વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનની સંભાવનાને લઈને વાતચીત કરી રહી છે. AICC ગોવા ડેસ્કના પ્રભારી દિનેશ ગુંડુ રાવે પત્રકારોને જણાવ્યું હતું કે આ તમામ પક્ષોનો વિચાર છે કે ગોવાને બીજેપીની આગેવાની હેઠળની ‘ભ્રષ્ટ અને સાંપ્રદાયિક’ સરકારથી છૂટકારો અપાવવાની જરૂર છે. તેમણે કહ્યું, ‘જો આ જોડાણ સાકાર થાય છે, તો તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગોવામાં પાંચ વર્ષ માટે સ્થિર સરકાર પ્રદાન કરવાનો રહેશે.’ ગોવામાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાવાની છે.
હવે હોસ્પિટલોમાં સૂર્યાસ્ત પછી પણ પોસ્ટમોર્ટમ થઈ શકશે; મનસુખ માંડવિયાની ટ્વીટ- અંગ્રેજોના સમયની વ્યવસ્થા ખતમ!
કેન્દ્ર સરકારે હત્યા, આત્મહત્યા, બળાત્કાર, વિકૃત મૃતદેહો અને શંકાસ્પદ કેસો સિવાય યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી હોસ્પિટલોમાં સૂર્યાસ્ત પછી મૃતદેહોના પોસ્ટમોર્ટમની મંજૂરી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પોતે સોમવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે લખ્યું, ‘અંગ્રેજોના સમયની વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે! પોસ્ટમોર્ટમ 24 કલાક થઈ શકશે. પીએમ નરેન્દ્ર મોદીના 'ગુડ ગવર્નન્સ'ના વિચારને આગળ વધારતા, આરોગ્ય મંત્રાલયે નિર્ણય લીધો છે કે જે હોસ્પિટલોમાં રાત્રે પોસ્ટમોર્ટમ કરવાની સુવિધા છે તે હવે સૂર્યાસ્ત પછી પણ પોસ્ટમોર્ટમ કરી શકશે.’
વિશ્વભરના 36 દેશોમાં આપવામાં આવી રહ્યો છે કોવિડ-19 રસીનો બૂસ્ટર ડોઝ, જાણો ભારતનું વલણ
થોડા મહિનાઓ સુધી કોરોના વાયરસ (Coronavirus)ની ગતિ ધીમી પડ્યા બાદ હવે યુરોપના ઘણા દેશો (European countries)માં ફરી એકવાર સંક્રમણના કેસ વધી રહ્યા છે. દર્દીઓમાં વધારો થયા પછી ઘણા દેશો ચોક્કસ વર્ગને કોરોનાનો બૂસ્ટર ડોઝ (Covid-19 Vaccine Booster Dose) લગાવી રહ્યા છે. આ દરમ્યાન સોમવારે WHO (World Health Organisastion)ની વિશેષ પેનલે ભલામણ કરી હતી કે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓને કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝ ઓફર કરવા જોઈએ.
સલમાન ખુર્શીદના પુસ્તક પર વધતો વિવાદ, નૈનીતાલ સ્થિત ઘર પર ટોળાએ આગ લગાડીને કર્યો પથ્થરમારો
પોતાના પુસ્તક 'સનરાઈઝ ઓવર અયોધ્યા'ને લઈને વિવાદમાં આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના ઘર પર સોમવારે કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. નૈનીતાલમાં ખુર્શીદના નિવાસસ્થાને પથ્થરમારો કરીને આગ લગાડવામાં આવી. ઘટના બાદ પોલીસે રાકેશ કપિલ નામના વ્યક્તિ સહિત 20 અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે. DGI નિલેશ આનંદે કહ્યું કે તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર