રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસ, સુપ્રીમ કોર્ટના ચુકાદાના મહત્વના મુદ્દા

News18 Gujarati
Updated: November 9, 2019, 12:39 PM IST
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસ, સુપ્રીમ કોર્ટના ચુકાદાના મહત્વના મુદ્દા
પ્રતિકાત્મક તસવીર

સીજેઆઈ રંજન ગોગોગાઈ (Ranjan Gogoi)ની અધ્યક્ષતા વાળી પાંચ જજોની પીઠે શનિવારે સર્વસમ્મતિથી અયોધ્યા કેસ (Ayodhya land dispute Case)નો ચુકાદો સંભળાવ્યો

 • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : અયોધ્યા (Ayodhya)માં રામજન્મભૂમિ (Ram janmbhoomi) અને બાબરી મસ્જિદ (Babri masjid) જમીન વિવાદ મામલે (Ayodhya Land Dispute case)માં આજે (9મી નવેમ્બરે) સુપ્રીમ કોર્ટે (Supreme Court) મોટો નિર્ણય આપ્યો છે. દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ (Ranjan Gogoi)ની અધ્યક્ષતાવાળી પાંચ જજોની ખંડપીઠે સર્વસમ્મતિથી આ નિર્ણય આપ્યો છે.

નિર્ણયની મોટી બાબતો


 • વિવાદીત જમીન રામલલા બિરાજમાનને આપવામાં આવી -CJI

 • રામલલાને વિવાદિત જમીન માટે ટ્રસ્ટ તૈયાર કરવામાં આવે -CJI

 • મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ તૈયાર કરવામાં આવે -CJI
 • જેઆઈ રંજન ગોગોઈએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર ત્રણ મહિનામાં યોજના તૈયાર કરે

 • બંધારણની દૃષ્ટીએ સૌની આસ્થા સમાન છે-CJI

 • કોર્ટ આસ્થા નહીં પુરાવાના આધારે નિર્ણયો કરે છેમ

 • દરનો ભાગ વિવાદીત છે. હિંદુ પક્ષે બહારના હિસ્સા પર દાવેદારી સાબિત કરી છે-CJI

 • સુન્ની વકફ બૉર્ડને પાંચ એકર જમીન આપવામાં આવે, આ જમીન અધિગ્રહીત હોય અને અયોધ્યામાં ક્યાંય પણ આપવામાં આવે- -CJI

 • પ્રાચીન યાત્રીઓએ જન્મભૂમિનો ઉલ્લેખ કર્યો છે.

 • 1949 સુધી મુસ્લિમો મસ્જિદમાં નમાઝ અદા કરતા હતા-CJI

 • સમાનતા સંવિઘાનનો મૂળ આત્મા છે -CJI

 • સીજેઆઈ રંજગન ગોગોઈએ જણાવ્યું કે એ.એસ.આ.ઈનો નિષ્કર્ષ છે કે મંદીર તોડીને મસ્જિદ નથી બનાવાઈ

 • સુન્ની વકફ બૉર્ડનો દાવો વિચાર યોગ્ય

 • હિંદુ પક્ષે અનેક ઐતિહાસિક સબુતો આપ્યા -સીજેઆઈ

 • સીજેઆઈ રંજન ગોગોઈએ ઐતિહાસીક નિર્ણય સંભળાવતા જણાવ્યું કે તમામ ધર્મોને સમાન નજરથી જોવો સરકારનું કામ છે. અદાલત આસ્થાની ઉપર એક ધર્મ નિરપેક્ષ સંસ્થા છે. 1949માં અડધી રાત્રે પ્રતિમા રાખવામાં આવી

 • સી.જે. આઈ. એ જણાવ્યું કે ઇતિહાસ મહત્ત્વપૂર્ણ છે તેમ છતાં કાયદો સૌથી ઉપર છે. તમામ જજો કોમન સહમતીથી નિર્ણય લીધો છે.

 • આસ્થા પર જમીનની માલિકીના હકનો નિર્ણય નથી.

First published: November 9, 2019
વધુ વાંચો
अगली ख़बर