ગરીબી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં મોંઘવારીનો માર, ટામેટા 300 રૂપિયે કિલો

પ્રતિકાત્મક તસવીર

પાકિસ્તાન (Pakistan)ના લોકોનું કહેવું છે કે તેઓએ આટલા મોંઘા ટામેટા ક્યારેય નથી ખરીદ્યા. સોશિયલ મીડિયા પર લોકોએ વધેલી કિંમત માટે સરકારને જવાબદાર ગણાવી.

 • Share this:
  ઇસ્લામાબાદ : પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) આજકાલ મોંઘવારીના મારથી બેહાલ છે. અહીં દૈનિક જરૂરિયાતની વસ્તુઓનો ભાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાનમાં એક જ દિવસમાં ટામેટા (Tomato)ના ભાવમાં 160 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે પાકિસ્તાનના અનેક શહેરોમાં ટામેટાનો ભાવ 320 રૂપિયાને પાર થઈ ગયો છે.

  ભાવ વધારાને કારણે અહીંના લોકો ખૂબ પરેશાન છે. લોકોનું કહેવું છે કે આટલા મોંઘા ટામેટા તેમણે પહેલા ક્યારેય નથી ખરીદ્યા. સોશિયલ મીડિયા પર લોકો વધેલા ભાવ માટે સરકારને જવાબદાર ગણાવી રહી છે.

  બીજી તરફ પાકિસ્તાનમાં શાકભાજીનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે. એક દિવસમાં 20 રૂપિયાના ઉછાળા સાથે ડુંગળીની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. જોકે, શિમલા મરચાની કિંમત થોડી નીચે આવતા 240 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે. જ્યારે ગત અઠવાડિયા સુધી તેની કિંમત 320 રૂપિયા પ્રતિ કિલો હતી. સમાચાર છે કે પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પાક ખરાબ થવાથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે.  આટાના ભાવમાં વધારો

  પાકિસ્તાનમાં મેંદાનો ભાવ 48.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 50.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. આ વર્ષે એપ્રિલથી લઈને અત્યાર સુધી પાકિસ્તાની મીલોમાં લોટના ભાવમાં આશરે 12 રૂપિયાનો વધારો થયો છે. આ દરમિયાન 14 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને 10 કિલોએ 140 રૂપિયાનો વધારો થયો છે. એપ્રિલમાં એક કિલો લોટનો ભાવ 33.50 રૂપિયા હતો, જ્યારે મેંદાનો ભાવ 36.50 રૂપિયા પ્રતિ કિલો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: