Toll Tax Rules: ટોલ ટેક્સના નિયમોમાં મોટા ફેરફાર, નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત
toll plate
કેન્દ્રીય મંત્રીએ એવું પણ કહ્યું કે, આવનારા દિવસોમાં ટોલ ટેક્સ વસૂલવા માટે નવી ટેકનિક લોન્ચ થઈ શકે છે. નીતિન ગડકરીએ કહ્યું કે, ટોલ વસૂલવા માટે બે વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હી: હાઈવે પર મુસાફરી કરી રહેલા યાત્રીઓ માટે ખુશખબર આવી રહી છે. સરકારે ટોલ ટેક્સને લઈને ટૂંક સમયમાં નવા નિયમ લાવી શકે છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, વર્ષ 2024 પહેલા દેશમાં 26 ગ્રીન એક્સપ્રેસ વે તૈયાર થઈ જશે અને ભારત રોડ મામલે અમેરિકાની બરાબર થઈ જશે. આ હાઈવે માર્ગ મુસાફરોને સફર કરવામાં સરળતા જ નહીં, ટોલ ટેક્સના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે.
કેન્દ્રીય મંત્રીએ આપી મોટી જાણકારી
કેન્દ્રીય મંત્રીએ એવું પણ કહ્યું કે, આવનારા દિવસોમાં ટોલ ટેક્સ વસૂલવા માટે નવી ટેકનિક લોન્ચ થઈ શકે છે. નીતિન ગડકરીએ કહ્યું કે, ટોલ વસૂલવા માટે બે વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પહેલો વિકલ્પ એ છે કે, કારમાં જીપીએસ સિસ્ટમ લગાવાની છે, જ્યારે બીજો વિકલ્પ આધુનિક નંબર પ્લેટ સાથે જોડાયેલ છે. તેનાથી કાર ચલાવતા લોકોને મોટી સુવિધા મળશે.
હવે ભારતના રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ભારતની ટોલ સિસ્ટમ બદલવા માટે ઘણા વિકલ્પો શોધી રહ્યા છે અને આ બધી સિસ્ટમમાં જીપીએસ ટોલ સિસ્ટમ અને નવી નંબર પ્લેટ સિસ્ટમ લાગુ કરવાની વાત ચાલી રહી છે.
જીપીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે - ટોલ દૂર કરવામાં આવશે
નીતિન ગડકરીએ કહ્યું કે, હાલમાં અમારી પાસે ટોલ વસૂલવાની સિસ્ટમ છે, પરંતુ અમે બે વિકલ્પો પર કામ કરી રહ્યા છીએ. જેમાં વિકલ્પ એ છે કે સેટેલાઇટ આધારિત ટોલ-સિસ્ટમ જેમાં કારમાં જીપીએસ લગાવવામાં આવશે અને તેમાંથી ટોલ કપાશે.
નવી નંબર પ્લેટ લાગુ થઈ શકે છે-ટોલ પ્લેટ
હવે નવા પ્રકારની નંબર પ્લેટ બનાવવાની ટેક્નોલોજી પર કામ શરૂ થઈ ગયું છે. હવે ઉત્પાદકે આ નંબર પ્લેટ લગાવવી ફરજિયાત રહેશે. તમામ જૂની નંબર પ્લેટોને નવી નંબર પ્લેટથી બદલવામાં આવશે, જેમાં નંબર પ્લેટમાં ઓટો ફીટ જીપીએસ સિસ્ટમ હશે. નવી નંબર પ્લેટ સાથે એક સોફ્ટવેર જોડવામાં આવશે, જેમાંથી ટોલ આપોઆપ કપાશે.
આનાથી લાંબી લાઈનોમાંથી છૂટકારો મળશે અને સાથે જ તમારે કામની મુસાફરી માટે ઓછા પૈસા ચૂકવવા પડશે. તેનાથી ઉલ્ટા આજના સમયમાં ટૂંકા અંતરના રસ્તાના ઉપયોગ પર વધુ ટોલ ચૂકવવો પડે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર