વિશ્વ હિન્દુ પરિષદમાં પ્રાવિણ તોગડિયાની જગ્યા લેનાર એડવોકટ આલોક કુમારનુ નામ એટલુ ફેમસ નથી. જેટલુ તોગડીયાનું માનવવામાં આવે છે. પરંતુ એક બાબત જે ખૂબ મહત્વની છે કે નવા કાર્યાધ્યક્ષ જમીની તોર પર કામ કરવા માટે જાણીતા છે. આ સમયે તે આરએસએસમાં દિલ્હી પ્રાંતના સહ સંઘ સંચાલક છે. તોગડીયા ખૂબ આક્રમક હોવાનું માનવામાં આવ છે પણ કુમાર મૃદુભાષી છે.
આલોક કુમાર મૂળ રૂપથી યુપી, બદાયુ જિલ્લાના બિસૌલી ગામના રેહવાસી છે. 4 સપ્ટેમ્બર 1952માં જન્મેલા કુમાર દિલ્હી હાઇકોર્ટના સિવિલ એડિટર છે. તે વિદ્યાર્થી સંઘ રાજનીતિમાં સક્રિય છે. વર્ષ 1973 થી 1974 સુધી દિલ્હી યુનિવર્સીટીના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ રહ્યા છે.
આલોક કુમારની વિશેષ ઓળખ દધીચિ દેહદાન સમિતિના સંરક્ષકના રૂપમાં પણ છે. તે તેના સ્થાપક સભ્ય પણ છે. અત્યાર સુધી મૃત્યુ પછી 200 લોકોના દેહનું દાન કરાવ્યુ છે. તેના માતા-પિતાનું પણ તેમણે દેહ દાન કર્યુ છે. વિશ્વ હિન્દુ પરિષદ સહિત અનેક હિન્દુવાદી સંગઠનોનાં કેસ લડી રહ્યા હતા.
તેમનું માનવું છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય. અહી કોઈ એક માણસની લાગણી નહીં પરંતુ દેશમાં રહેનાર કરોડો હિન્દુઓની ભાવના છે. તે કહે છે કે માણસ નહીં પણ સંગઠન મોટુ હોય છે.
બાળપણથી જ સંઘ સાથે જોડાયેલા છે. તેમનુ માનવું છે કે હિંદુ સમુદાયમાં કોઈ પણ સ્તરે કોઈ ડરે નહી જેના માટે સમરસતા પર વિશેષ કામ કરવું જોઈએ. વિશ્વ હિન્દુ પરિષદ કોઈ ધર્મ સામેના વિરોધમાં નહીં પણ દેશ સામે અવાજ બુલંદ કરનારાઓની વિરુદ્ધ છે.
આવી રીતે આલોક કુમારે લીધી તોગડિયાની જગ્યા
સાયબર સિટી ગુરુગ્રામમાં શનિવારે 14 એપ્રિલના રોજ વિશ્વ હિન્દુ પરિષદ (વી.એચ.પી.) થી પ્રવિણ તોગડીયાનું અધ્યાયનું સમાપન થઈ ગયું. વિશ્વભરમાં હિંદુત્વનો ઝંડો ઉઠવાનાર આ સંસ્થામાં પ્રથમ વખત વોટિંગથી ચૂંટણી યોજાઇ. તેની વિડિયોગ્રાફી કરવામાં આવી. માનવામાં આવે છે કે તોગડિયાના નજીકના કહેનાર રાઘવ રેડ્ડીની જગ્યાએ હિમાચલ પ્રદેશના ગવર્નર અને મધ્ય પ્રદેશ હાઈકોર્ટના જજ રહી ચુકેલા વિષ્ણુ સદાશિવ કોકજેને પ્રમુખપદ મળ્યું. 273 સભ્યોમાંથી 192 દ્વારા મત મળ્યો. એક મત રદ્દ થયો.
131 મત કોકજને મળ્યા. જ્યારે 60 મત રેડ્ડીને મળ્યા. કોકજેએ તેની ટીમમાં તોગડિયાને સ્થાન આપ્યું નહી., તેમની જગ્યાએ આરએસએસના ખાસ જાણીતા એડવોકટ આલોક કુમારને આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ બનાવવામાં આવ્યા. ત્યારબાદ તોગડિયાએ મોરચો ખોલી દીધો. કહ્યુ કે "હું વિશ્વ હિન્દુ પરિષદમાં હતો. હવે 17 એપ્રિલથી અમદાવાદમાં હિંદુ, ખેડૂતો, યુવાનો, સ્ત્રીઓ અને કામદારોના મુદ્દાઓ વિશે અનિશ્ચિત ઉપવાસ પર બેસીસ."
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર