today weather bulletin: IMDએ રિવાવારે પશ્વિ બંગાળમાં (west bengal) ગંગાના તટના વિસ્તારો અને ઉત્તરી ઓડિશામાં (Odisha) અલગ અલગ સ્થાનો ઉપર ભારે વરસાદ તથા રવિવાર અને સોમવારે અસમ, મેઘાલય અને ત્રિપુરામાં અલગ અલગ સ્થાનો ઉપર ભારે વરસાદની સંભાવના (rain forecast) વ્યક્ત કરી છે.
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) પ્રમાણે હવે ચક્રવાતી વાવાઝોડું જવાદ (Jawad hurricane) શનિવારે નબળું પડ્યું છે. હવે તે ભારે દબાણમાં ફેરવાઈ ગયું છે. રવિવારે પુરી પહોંચતા સુધીમાં આ વાવાઝોડું વધારે નબળું પડવાની સંભાવના છે. આ આંધ્રપ્રદેશ (Andhra pradesh), ઓડિશા (Odisha) અને પશ્વિમ બંગાળ (west bengal) માટે રાહતના સમાચાર છે.
જોકે, IMDએ રિવાવારે પશ્વિ બંગાળમાં ગંગાના તટના વિસ્તારો અને ઉત્તરી ઓડિશામાં અલગ અલગ સ્થાનો ઉપર ભારે વરસાદ તથા રવિવાર અને સોમવારે અસમ, મેઘાલય અને ત્રિપુરામાં અલગ અલગ સ્થાનો ઉપર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આઈએમડીએ રવિવાર સુધી બંગાળની મધ્ય અને ઉત્તર ખાડીમાં નૌવહન અને માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી પણ આવી હતી.
હવામાન કચેરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચક્રવાતી વાવાઝોડું નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. અને આ સાંજે 5:30 વાગ્યે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ અને પુરીથી લગભગ 180 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં ઓડિશાના દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં 330 કિ.મી. દૂર કેન્દ્રીત હતું.
વિભાગે વધુમાં જણાવ્યું હતું કે "તે ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાની અને આવતીકાલે સવાર સુધીમાં વધુ નબળા પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના છે," આવતીકાલે બપોરના સુમારે પુરી નજીક પહોંચે તેવી શક્યતા છે.
ત્યારપછી તે ઓડિશાના કિનારે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આગળ વધે અને આગામી 24 કલાક દરમિયાન ઓછા દબાણવાળા વિસ્તારમાં વધુ નબળું પડે તેવી શક્યતા છે.
30 નવેમ્બરના રોજ આંદામાન સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર વિકસિત થયું હતું. IMDએ જણાવ્યું હતું કે તે 2 ડિસેમ્બરે ડિપ્રેશનમાં અને શુક્રવારે સવારે ડીપ ડિપ્રેશનમાં અને શુક્રવારે બપોરે ચક્રવાતમાં તીવ્ર બન્યું હતું.
દિલ્હીમાં હવા અત્યંત નબળી શ્રેણીમાં છે બીજી તરફ રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે સવારે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ હતું. ભારત IMD એ આ જાણકારી આપી. હવામાં ભેજનું પ્રમાણ 97 ટકા નોંધાયું હતું. હવામાન વિભાગે દિવસભર હળવા ઝાકળની આગાહી કરી છે અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના ડેટા અનુસાર, એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 'ખૂબ જ નબળી' શ્રેણીમાં 372 પર નોંધવામાં આવ્યો હતો. શૂન્યથી 50 ની AQI 'સારી', 51 થી 100 'સંતોષકારક', 101 થી 200 'મધ્યમ', 201 થી 300 'નબળી', 301 થી 400 'ખૂબ નબળી' અને 401 થી 500 'ગંભીર' માનવામાં આવે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર