આજથી ટ્રક-બસ ઓપરેટર્સની હડતાળ, જીવનજરૂરિયાત ચીજ-વસ્તુ પર થશે અસર

News18 Gujarati
Updated: July 20, 2018, 7:58 AM IST
આજથી ટ્રક-બસ ઓપરેટર્સની હડતાળ, જીવનજરૂરિયાત ચીજ-વસ્તુ પર થશે અસર

  • Share this:
દેશભરના ટ્રક અને બસ ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે. ટ્રક અને બસ ટ્રાન્સપોટર્સની હડતાળ લાંબુ ચાલી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી શકે છે, અને રોજીંદા ઉપયોગની વસ્તુઓના ભાવ વધી શકે છે. દેશભરમાં હડતાળને પગલે અંદાઝે 90 લાખ ટ્રક અને 50 લાખ બસ માર્ગો પર નહીં દોડે. આ હડતાળથી રોજના બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.

ટ્રક અને બસ ઓપરેટર્સ એસોસિએશનની મુખ્ય માગ પેટ્રોલ અને ડીઝલના રોજે-રોજ વઘતા-ઘટતા ભાવ છે. જેના પગલે તેઓ રોજ પોતાના દર વધારી કે ઘટાડી શકતા નથી. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત લાવવાની માગ છે. આ ઉપરાંત ટોલ ટેક્સ સમાપ્ત કરવાનો પણ સરકારે વાયદો કર્યો હતો. સરકાર 365 ટોલ પ્લાઝા પરથી દર વર્ષે 18 હજાર કરોડનો ટોલ ટેક્સ વસુલે છે.

દેશમાં ટોલ પ્લાઝા પર ટ્રક ઉભી રહે તેનાથી 98 હજાર કરોડ રૂપિયાનું ઈંધણ બરબાદ થાય તેવો સરકારી આંકડો છે. ત્યારે ટ્રક ઓપરેટર્સ ઈચ્છે છે કે સરકાર ડીઝલ પર એક રૂપિયો ટોલના નામે લે તો તેનાથી 18 હજાર કરોડથી અનેકગણી આવક મળશે. અને ટોલ વસુલવાનો ખર્ચ પણ નહીં કરવો પડે. આ સાથે જ અન્ય મુખ્ય માંગ થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ અંગેની છે. જેનું પ્રિમીયમ દર વર્ષે વધારી દેવાય છ, અને સરકાર તેના પર 18 ટકા જીએસટી લગાવ્યો છે.

તમારા પર થશે આ અસર

ટ્રક હડતાલની સીધી અસર સામાન્ય માણસ પર થાય છે, કારણ કે ટ્રક હડતાલથી દૂધ-શાકભાજી અને બાકી સામાનોનું સપ્લાય બંધ થઈ જાય છે. એવામાં ડિમાન્ડ વધી જાય છે અને સપ્લાય ઘટી જાય છે. જેથી સામાન્ય પ્રજાએ કેટલીક વસ્તુઓના વધારાના પૈસા ચુકવવા પડે છે.

આ છે ટ્રાંસપોટર્સની માંગપ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, ડીઝલની કિંમતોને જીએસટી હેઠળ લાવવામાં આવે, અથવા હાલના સમયમાં તેના પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ટેક્સ ઓછો લેવામાં આવે.

ટોલ કલેક્શન સિસ્ટમને પણ બદલવામાં આવે, કારણ કે ટોલ પ્લાઝા પર ઈંધણ અને સમયના નુકસાનથી વર્ષે 1.5 લાખ કરોડનું નુકશાન થાય છે.

થર્ડ પાર્ટી વીમા પ્રીમીયમ પર જીએસટીની છૂટ મળે અને આમાં એજન્ટને મળતું કમીશન પણ ખતમ કરવામાં આવે.

ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 44AEમાં પ્રિઝેંટિવ ઈન્કમ હેઠળ લાગનાર ટીડીએસને બંધ કરવામાં આવે અને ઈ-વે બિલમાં સંશોધન થાય.

ટ્રાંસપોર્ટ મંત્રી નિતિન ગડકરીએ મીડિયા સાથે વાતચીતમાં એ વાતનો સંકેત આપ્યો કે, બે ડ્રાઈવર રાખવાની અનિવાર્યતામાં રાહત આપવામાં આવી શકે છે. જ્યારે ફિટનેસની વાત કરીએ તો, દર વર્ષને બદલે બે વર્ષ કરવાની રાહત આપવામાં આવી શકે છે.
First published: July 20, 2018, 7:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading