ભારતમાં નવા કોરોના કેસમાં 12.5%નો વધારો, ઓમિક્રોનના નવા 410 કેસ નોંધાયા
ભારતમાં નવા કોરોના કેસમાં 12.5%નો વધારો, ઓમિક્રોનના નવા 410 કેસ નોંધાયા
Covid-19 and Omicron cases in India: હાલમાં 723,619 સક્રિય દર્દીઓ છે. કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોના આંકડા પર નજર નાખીએ તો, છેલ્લા 24 કલાકમાં 46,569 લોકો સાજા થયા છે.
Covid-19 and Omicron cases in India: હાલમાં 723,619 સક્રિય દર્દીઓ છે. કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોના આંકડા પર નજર નાખીએ તો, છેલ્લા 24 કલાકમાં 46,569 લોકો સાજા થયા છે.
નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો (Today's Covid-19 cases in India) કહેર યથાવત છે. કોવિડ-19ના નવા કેસોમાં 12.5 ટકાનો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 1,79,723 નવા કેસ (Corona cases) નોંધાયા છે. માત્ર 13 દિવસમાં કોવિડના દૈનિક કેસોમાં 28 ગણો વધારો થયો છે. 28 ડિસેમ્બરે 6,358 કોવિડ કેસ નોંધાયા હતા. ભારતમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 35,707,727 થઈ ગઈ છે. તે જ સમયે, જો આપણે સક્રિય દર્દીઓની વાત કરીએ, તો તેમની સંખ્યા 7 લાખને વટાવી ગઈ છે. હાલમાં 723,619 સક્રિય દર્દીઓ છે. જો કોરોનાને હરાવીને સ્વસ્થ થયેલા લોકોના આંકડા પર નજર નાખીએ તો, છેલ્લા 24 કલાકમાં 46,569 લોકો સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 34,500,172 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે.
24 કલાકમાં 146 લોકોએ જીવ ગુમાવ્યો
આ દરમિયાન, છેલ્લા 24 કલાકમાં, કોરોનાને કારણે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોવિડ-19ને કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 483,936 લોકોના મોત થયા છે.
COVID19 | India reports 1,79,723 fresh cases & 146 deaths in the last 24 hours
Active case tally reaches 7,23,619. Daily Positivity rate at 13.29%
છેલ્લા 24 કલાકમાં ભારતમાં ઓમિક્રોનના (Omicron in India) 410 નવા કેસ નોંધાયા છે. તેની સાથે, દેશમાં ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 4,033 થઈ ગઈ છે. જોકે, 1552 લોકો આમાંથી સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 1,216 કેસ છે. આ ઉપરાંત, રાજસ્થાન 529 દર્દીઓ સાથે બીજા નંબર પર છે.
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઇ!
ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, ઓમિક્રોન વેરિઅન્ટના કારણે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે અને ફેબ્રુઆરીમાં આ લહેરની ટોચ જોવા મળી શકે છે. વર્તમાન વલણો અને ડેટાના આધારે, IIT કાનપુરના પ્રોફેસર અને ગણિતશાસ્ત્રી મનિંદ અગ્રવાલે ન્યૂઝ18 સાથે વાત કરતા કહ્યું કે, જાન્યુઆરીના અંત સુધીમાં દેશમાં દરરોજ કોરોના ચેપના 8 લાખ કેસ જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે આગામી 3 થી 4 દિવસમાં ચિત્ર સ્પષ્ટ થશે.
Over 300 Delhi Police personnel, including the Public Relations Officer (PRO) & Additional Commissioner Chinmoy Biswal, test #COVID19 positive: Delhi Police pic.twitter.com/prWLsV7OyI
દિલ્હી પોલીસે માહિતી આપી છે કે, તેમના 300થી વધુ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમાં પીઆરઓ અને એડિશનલ કમિશનર ચિન્મય બિસ્વાલનો પણ સમાવેશ થાય છે. દિલ્હીમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર