COVID-19 cases in India: છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના (Coronavirus) ચેપના 10,488 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન દેશમાં (India) 313 લોકોએ રોગચાળાને કારણે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. જોકે, સારી વાત એ છે કે, દેશમાં સાજા થનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 12,389 લોકો કોરોનાથી સાજા થયા છે, જે બાદ સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 3,39,22,037 પર પહોંચી ગઈ છે.
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવામાં આવી રહ્યું છે કે, કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા સાજા થનારા લોકોની સંખ્યા કરતા ઓછી છે. આ જ કારણ છે કે, દેશમાં સક્રિય કેસ પણ ઘટી રહ્યા છે. દેશમાં સક્રિય કેસ ઘટીને 1,22,714 થઈ ગયા છે. જે છેલ્લા 532 દિવસમાં સૌથી ઓછો છે.
આ સાથે દેશમાં રિકવરી રેટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રિકવરી રેટ 98.30 ટકા પર પહોંચી ગયો છે. માર્ચ 2020 પછી આ સૌથી વધુ છે. તે જ સમયે, દેશમાં સક્રિય કેસ કુલ કેસના 1 ટકાથી ઓછા રહ્યા છે. હાલમાં તે 0.36 ટકા છે અને તે માર્ચ 2020 પછી સૌથી નીચો છે. તે જ સમયે, દૈનિક પોઝિટિવિટી દર 0.98 ટકા છે, જે છેલ્લા 48 દિવસથી 2 ટકાથી નીચે છે. તે જ સમયે, છેલ્લા 58 દિવસોમાં સાપ્તાહિક પોઝિટિવિટી દર 2 ટકાથી નીચે છે. તે 0.94 ટકા છે.