આજે અટલ બિહારી વાજપેયીની ખોટ અનુભવાય છે : મહેબૂબા મુફ્તી

જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી (ફાઇલ ફોટો)

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, ભાજપના નેતા હોવા છતાંય વાજપેયી કાશ્મીરીઓ સાથે સહાનુભૂતિ રાખતા હતા

 • Share this:
  જમ્મુ-કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં કલમ-144 લાગુ થયા બાદ અનેક નેતાઓને નજરબંધ કરવાના અહેવાલો આવી રહ્યા છે. કાશ્મીરમાં મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. શ્રીનગરમાં 5 ઓગસ્ટથી કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે જે બીજા આદેશ સુધી લાગુ રહેશે.

  બીજી તરફ, જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી એન પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ની અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કરીને કહ્યું કે, ભાજપના નેતા હોવા છતાંય અટલ બિહારી વાજપેયી કાશ્મીરીઓ સાથે સહાનુભૂતિ રાખતા. આજે તેમની ખોટને અમે સૌથી વધુ અનુભવી રહ્યા છે.

  આ પણ વાંચો, શ્રીનગરમાં કલમ-144 લાગુ, ઉમર અબ્દુલ્લાએ નજરબંધ હોવાનો દાવો કર્યો

  પીડીપી નેતાએ એક બીજા ટ્વિટમાં લખ્યું છે કે લોકો કાશ્મીરની સ્થિતિની ઉજવણી કરી રહ્યા છે, તેઓ કેન્દ્ર સરકારની એકતરફી કાર્યવાહીના દૂરગામી પરિણામોથી અજાણ છે. આ પહેલા મહબૂબાએ ટ્વિટ કરીને કહ્યું કે, કેવી સ્થિતિ છે કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ જે શાંતિ માટે લડ્યા હતા, ઘરમાં નજરબંધ છે. દુનિયા જોઈ રહી છે કે જમ્મુ-કાશ્મીરમાં લોકો અને તેમના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. એ કાશ્મીર જેણે એક ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક ભારતને પસંદ કર્યુ હતું, અકલ્પનીય ઉત્પીડનનો સામનો કરી રહ્યું છે. જોગો ભારત જાગો.

  આ પણ વાંચો, ઉમર અબ્દુલ્લાને શશિ થરૂરનું સમર્થન, કહ્યુ- તમે એકલા નથી

  આ પણ વાંચો, જમ્મુ કાશ્મીરમાં 15 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ, પરીક્ષાઓ રદ
  Published by:Mrunal Bhojak
  First published: