આજે નૌસેનામાં સામેલ થશે INS Kavaratti, જાણો મેડ ઇન ઈન્ડિયા જંગી જહાજની ખાસિયતો

INS Kavaratti અત્યાધુનિક હથિયારો, રોકેટ લોન્ચર્સ, હેલીકોપ્ટર્સ અને સેન્સરથી સજ્જ

INS Kavaratti અત્યાધુનિક હથિયારો, રોકેટ લોન્ચર્સ, હેલીકોપ્ટર્સ અને સેન્સરથી સજ્જ

 • Share this:
  નવી દિલ્હીઃ પૂર્વ લદાખ (Eastern Ladakh)માં ચીનની સાથે ચાલી રહેલા સરહદ વિવાદ બાદ ભારત પોતાને ચારેય તરફથી મજબૂત કરવામાં લાગી ગયું છે. આ કડીમાં ભારતીય સેના (Indian Army) પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે સબમરીન રોધી પ્રણાલીથી સજ્જ સ્વદેશી આઇએનએસ કવરત્તી (INS Kavaratti)ને આજે નૌસેનાના બેડામાં સામેલ કરશે.

  મેડ ઇન ઈન્ડિયા (Made In India) આઇએનએસ કવરત્તી યુદ્ધ જહાજને ભારતીય નૌસેના (Indian Navy)ના સંગઠન ડાયરેક્ટર ઓફ નેવલ ડીઝાઇન (DND)એ ડીઝાઇન કરી છે. તેનું નિર્માણ કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સે કર્યું છે. આત્મનિર્ભર ભારત (Aatma Nirbhar Bharat)ની દિશામાં આ એક અગત્યનું પગલું છે. આ યુદ્ધ જહાજ નૌસેનામાં સામેલ થવાથી તેની તાકાતમાં અનેકગણો વધારો થશે.

  આ પણ વાંચો, ભારત, US, જાપાન અને ઓસ્ટ્રેલિયન નેવીના આ યુદ્ધાભ્યાસથી કેમ ચિંતિત થયું ચીન?

  INS Kavarattiના નૌસેનામાં સામેલ થવા પર અધિકારીઓનું કહેવું છે કે આ અત્યાધુનિક હથિયાર પ્રણાલી છે અને તેમાં એવા સેન્સર લાગેલા છે જે સબમરીનની ભાળ મેળવશે અને તેનો પીછો કરવામાં સક્ષમ છે. આ પ્રોજેક્ટ-28 હેઠળ સ્વદેશમાં નિર્મિત ચાર સબમરીન રોધી જંગી સ્ટીલ્થ જહાજ પૈકીનું અંતિમ જહાજ છે. નોંધનીય છે કે આ પહેલા ત્રણ યુદ્ધ જહાજ ભારતીય નૌસેનાને સોંપવામાં આવી ચૂક્યા છે.

  આ પણ વાંચો, માત્ર 5000 રૂપિયા રોકીને કરો લાખોની કમાણી, શરૂ કરો આ બિઝનેસ દર મહિને થશે મોટી કમાણી

  જાણો INS Kavarattiની ખાસિયતો

  - સબમરીન રોધી ક્ષમતા ઉપરાંત, જહાજને એક વિશ્વસનીય સેલ્ફ ડિફેન્સ ક્ષમતાથી પણ સજ્જ કરવામાં આવી છે અને તે લાંબા અંતરના અભિયાનો માટે સારી મજબૂતી પણ ધરાવે છે.
  - આ યુદ્ધ જહાજમાં 90 ટકા ઉપકરણો ભારતીય છે.
  - તેના સુપરસ્ટ્રક્ચર માટે કાર્બન કમ્પોઝિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભારતીય જહાજના નિર્માણના ઈતિહાસમાં મોટી સફળતા માનવામાં આવી રહી છે.
  - INS Kavarattiની લંબાઈ 109 મીટર અને પહોળાઈ 12.8 મીટર છે. તે અત્યાધુનિક હથિયારો, રોકેટ લોન્ચર્સ, એકીકૃત હેલીકોપ્ટર્સ અને સેન્સરથી સજ્જ છે.
  Published by:Mrunal Bhojak
  First published: