કરતારપુર કોરિડોર : ભારત-પાક. વચ્ચે આજે મંત્રણા, આ મતભેદો ઉકેલવાનો થશે પ્રયાસ

News18 Gujarati
Updated: July 14, 2019, 7:45 AM IST
કરતારપુર કોરિડોર : ભારત-પાક. વચ્ચે આજે મંત્રણા, આ મતભેદો ઉકેલવાનો થશે પ્રયાસ
કરતારપુર કોરિડોરને લઈ ભારત-પાકિસ્તાન વચ્ચેના મતભેદો દૂર થશે?

કરતારપુર કોરિડોરને લઈ ભારત-પાકિસ્તાન વચ્ચેના મતભેદો દૂર થશે?

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ભારત-પાકિસ્તાનની વચ્ચે બની રહેલા કરતારપુર કોરિડોરને લઈને આજે બંને દેશોની વચ્ચે વાઘામાં દ્વિપક્ષીય વાતચીત થશે. બીજા ચરણની આ વાર્તામાં યાત્રીઓની સુવિધા, સંખ્યા અને ઝીરો પોઇન્ટ કનેક્ટિીવિટી મુખ્ય મુદ્દા રહેશે. બેઠકમાં બંને દેશ સરહદના બંને તરફ આ કોરિડોર માટે ચાલી રહેલા કામની વિગતો પણ સોંપવામાં આવી શકે છે.

સાથોસાથ બેઠકમાં ચર્ચા થશે કે કયા-કયા શ્રદ્ધાળુ કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબ જઈ શકશે, કયા-કયા દસ્તાવેજ જરૂરી રહેશે અને શું તે વીઝા મુક્ત હશે. મળતી જાણકારી મુજબ, ભારત તરફથી આ કામ લગભગ પૂરું થઈ ગયું છે.

કરતારપુર કોરિડોર પર જે પેસેન્જર ટર્મિનલ બની રહ્યું છે, ત્યાં 500 ગાડીઓના પાર્કિંગની વ્યવસ્થા રહેશે. આ અત્યાધુનિક ટર્મિનલમાં એરપોર્ટની જેમ તમામ આધુનિક સુવિધાઓ હશે. માનવામાં આવી રહ્યું છે કે તહેવારના દિવસોમાં ભીડ વધુ રહેશે. તહેવારોમાં યાત્રીઓની સંખ્યા 5000 સુધી પહોંચી શકે છે. એવામાં તેમના માટે ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.

ભારત સરકાર તરફથી કોરિડોર બનાવવા માટે 30 એન્જિનિયર અને 200થી વધુ મજૂર લગાવવામાં આવ્યા છે. પ્રી ફેબ્રિકેટેડ સ્ટીલ સ્ટ્રક્ચરથી પેસેન્જર માટે ટર્મિનલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. એનએચએઆઈ રોડ તૈયાર કરી રહ્યું છે. ભારત તરફથી 60 ટકાથી વધુ કામ પૂરું થઈ ચૂક્યું છે.

આજે આ મતભેદો પર થશે ચર્ચા

ભારત અને પાકિસ્તાન ગુરુ નાનક દેવની 550મી જયંતી માટે આ કોરિડોરને શ્રદ્ધાળુઓ માટે ખોલવા પર કામ કરી રહ્યા છે, પરંતુ હજુ પણ બંને દેશોની વચ્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યાત્રાની શરતો પર મતભેદ કાયમ છે.1. ભારત ઈચ્છે છે કે દર્શન માટે કોઈ ફી ન હોવી જોઈએ, પરંતુ પાકિસ્તાન દર્શન કરનારા શ્રદ્ધાળુઓ માટે વીઝાની જેમ પરમિટ આપશે, જેની પર ચાર્જ લાગશે. ખાસ દિવસોમાં આ ફી વધારવામાં પણ આવી શકે છે.

2. આસ્થાને જોતાં ભારત શ્રદ્ધાળુઓને પગપાળા જવાની મંજૂરી અપાવવા માંગે છે, પરંતુ પાકિસ્તાન શ્રદ્ધાળુઓને બસમાં લઈને જવા માંગે છે.

3. ભારત ઈચ્છે છે કે પાકિસ્તાન તરફથી ઝીરો લાઇન પર પુલ બનાવવો જોઈએ, પરંતુ પાક. પુલ બનાવવા તૈયાર નથી.

4. ભારત ઈચ્છે છે કે એક કે બે શ્રદ્ધાળુ જવા માંગે તો જઈ શકે, પાકિસ્તાન ઓછામાં ઓછા 15 લોકોના ગ્રુપને એક સાથે લઈને જવા માંગે છે.

5. ભારત ઈચ્છે છે કે યાત્રા સપ્તાહના સાતેય દિવસ ખુલી રહે. પાક. સપ્તાહમાં કેટલાક દિવસ નક્કી કરવા માંગે છે.

6. ભારત દરરોજ 5000 શ્રદ્ધાળુઓને તથા વિશેષ પર્વો પર 10,000 શ્રદ્ધાળુઓની અનુમતી ઈચ્છે છે, પરંતુ પાક. રોજ માત્ર 500થી 700 શ્રદ્ધાળુઓને મંજૂરી આપવા પર મક્કમ છે.

આ પણ વાંચો, હવે અનરાધાર વરસાદ પડશે, અમેરિકા અને ભારતના વૈજ્ઞાનિકોએ કેમ કર્યો આ દાવો ?
First published: July 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading