Home /News /national-international /આજનો ઈતિહાસ, 15 ડિસેમ્બર: Sardar Vallabhbhai Patel સરદાર પટેલે દુનિયાને કહ્યું હતું અલવિદા, આજના દિવસે બનેલી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે જાણો

આજનો ઈતિહાસ, 15 ડિસેમ્બર: Sardar Vallabhbhai Patel સરદાર પટેલે દુનિયાને કહ્યું હતું અલવિદા, આજના દિવસે બનેલી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે જાણો

આજનો ઈતિહાસ, 15 ડિસેમ્બર: જાણો દેશ-દુનિયામાં આજે શું બન્યું હતું (Image credit- Wikimedia Commons)

Today History 15 December: ભારત રત્નથી સન્માનિત સરદાર વલ્લભભાઈ પટેલે (Sardar Vallabhbhai Patel)15 ડિસેમ્બર 1950ના અંતિમ શ્વાસ (Death Anniversary) લીધા હતા. ઇતિહાસમાં આજના દિવસે ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી.

નવી દિલ્હી : ઇતિહાસમાં 15 ડિસેમ્બરની તારીખ દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ (Sardar Vallabhbhai Patel Death Anniversary) તરીકે નોંધાયેલી છે. 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના ખેડા જિલ્લામાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા પટેલને તેમની રાજનૈતિક ક્ષમતાઓ માટે હંમેશા યાદ કરવામાં આવશે. દેશના પહેલા નાયબ વડાપ્રધાન સરદાર પટેલે આઝાદી પછી દેશના નકશાને વર્તમાન સ્વરૂપ આપવામાં અમૂલ્ય યોગદાન આપ્યું. દેશને એકજૂટ કરવાની દિશામાં પટેલની રાજકીય અને રાજદ્વારી ક્ષમતાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ભારત રત્નથી સન્માનિત સરદાર પટેલે 15 ડિસેમ્બર 1950ના અંતિમ શ્વાસ લીધા હતા. દેશની એકતામાં તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગુજરાતમાં નર્મદા નદી પાસે તેમની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કહેવાતું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ દેશની એકતાની ઓળખ સમું બન્યું છે.

દેશ દુનિયાના ઈતિહાસમાં 15 ડિસેમ્બરની તારીખ (Today History 15 December)માં નોંધાયેલી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓની વિગતો નીચે મુજબ છે:

1749: શિવાજી મહારાજના પૌત્ર સાહુજીનું નિધન.

1803: ભોંસલે અને ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે થયેલી દેવગાંવ સંધિ હેઠળ ઓરિસ્સા અને કટક કંપનીના શાસન હેઠળ આવ્યા.

1950: ભારત રત્નથી સન્માનિત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનું નિધન.

1950: આયોજન પંચની સ્થાપના.

1953: ભારતના એસ વિજયલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આઠમા સત્રના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. આ પદ પર પહોંચનારી તે પ્રથમ મહિલા હતી.

1965: બાંગ્લાદેશમાં ગંગા નદીના કિનારે આવેલા ચક્રવાતમાં લગભગ 15,000 લોકો મૃત્યુ પામ્યા.

1976: ભારતના પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી બાઈચુંગ ભુટિયાનો સિક્કિમમાં જન્મ.

આ પણ વાંચો: પુણ્યતિથિ: રેડિયોની શોધનું શ્રેય માર્કોનીને નહીં પણ આ ભારતીય વૈજ્ઞાનિકને જાય છે

1982: સ્પેનના જિબ્રાલ્ટરની સરહદને ખોલવામાં આવી. સ્પેનની નવી સમાજવાદી સરકારે માનવતાના ધોરણે મધ્યરાત્રિએ આ દરવાજા ખોલીને સ્પેન અને જિબ્રાલ્ટરના લોકો વચ્ચેની દિવાલ તોડી નાખી.

1991: પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સત્યજીત રેને સિનેમાની દુનિયામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે 'સ્પેશિયલ ઓસ્કાર' સન્માન આપવામાં આવ્યું.

1997: જેનેટ રોઝનબર્ગ જેગન ગુયાનાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. તે દેશના પ્રથમ ચૂંટાયેલા મહિલા રાષ્ટ્રપતિ હોવા ઉપરાંત ગુયાનાના પ્રથમ શ્વેત રાષ્ટ્રપતિ હતા.

આ પણ વાંચો: લાચિત બોરફૂકન: મુઘલોને હરાવનારા એ વીર યૌદ્ધા, જે આસામના ‘શિવાજી’ તરીકે ઓળખાય છે

1997: અરુંધતિ રોયે ‘બુકર પુરસ્કાર’ જીત્યો. તેમને તેમની નવલકથા 'ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ' માટે આ પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હતા.

2001: પીસાનો ઢળતો મિનારો 10 વર્ષ પછી ફરી ખોલવામાં આવ્યો. વાસ્તવમાં આ બિલ્ડીંગના માળખાને સરખું અને મજબૂત કરવા માટે તેને બંધ કરવામાં આવ્યું હતું.

2011: ઇરાક યુદ્ધનો ઔપચારિક અંત. અમેરિકાએ દેશમાં પોતાનું અભિયાન સમાપ્ત કરવાની જાહેરાત કરી.
First published:

Tags: History, Sardar Patel, Sardar Vallabhbhai Patel, Today history, જ્ઞાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો