COVID19 India Updates: દેશમાં કોરોના વાયરસના સંક્રમણની ઝડપમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના 7,579 નવા કેસ નોંધાયા છે. મંત્રાલયે માહિતી આપી છે કે, છેલ્લા 543 દિવસમાં આ સૌથી ઓછો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 236 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે, હાલમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણના 1,13,584 સક્રિય કેસ છે. જે છેલ્લા 537 દિવસમાં સૌથી નીચા છે. દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસના 0.33 ટકા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,202 લોકો કોરોનામાંથી સાજા થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી છે કે, સોમવારે દેશમાં કોરોના વાયરસના રસીના ડોઝની સંખ્યા 117 કરોડને પાર થઇ ગઈ છે. મંત્રાલયે કહ્યું કે, સોમવારે સાંજે 7 વાગ્યા સુધી, રસીના 63 લાખ (63,98,165) થી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. મંત્રાલયે કહ્યું કે દેશમાં સંવેદનશીલ વસ્તી જૂથોને કોવિડ-19ના ચેપથી બચાવવા માટે રસીકરણ અભિયાન મહત્વપૂર્ણ છે અને તેની નિયમિત સમીક્ષા અને દેખરેખ રાખવામાં આવે છે.
નોંધનીય છે કે, સોમવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, ભારતમાં એક દિવસમાં કોવિડ -19 ના 8,488 નવા કેસ નોંધાયા હતા. દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,45,18,901 થઈ ગઈ હતી. સોમવારે માહિતી આપવામાં આવી હતી કે, છેલ્લા 538 દિવસમાં નોંધાયેલા આ સૌથી ઓછા દૈનિક કેસ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર