Home /News /national-international /

Covid-19: દેશમાં છેલ્લા 24 કલાકમાં 8,309 નવા કેસ નોંધાયા, 544 દિવસોમાં સૌથી ઓછા સક્રિય કેસ

Covid-19: દેશમાં છેલ્લા 24 કલાકમાં 8,309 નવા કેસ નોંધાયા, 544 દિવસોમાં સૌથી ઓછા સક્રિય કેસ

પ્રતીકાત્મક તસવીર - shutterstock

India Corona case updates: આજના સક્રિય કેસોની વાત કરીએ તો, તેમની સંખ્યા હવે 1,03,859 છે. જે છેલ્લા 544 દિવસમાં સૌથી નીચો છે.

    Covid-19 in India: કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોને (Corona new variant Omicron) સમગ્ર વિશ્વમાં હડકંપ મચાવી દીધો છે. ત્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (coronavirus cases in India) સંક્રમણના 8,309 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 9,905 લોકોએ કોરોના વાયરસને હરાવીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,40,08,183 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે. ભારતમાં રિકવરી રેટ હાલમાં 98.34% છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. તે જ સમયે, સક્રિય કેસોની વાત કરીએ તો, તેમની સંખ્યા હવે 1,03,859 છે. જે છેલ્લા 544 દિવસમાં સૌથી નીચો છે. સક્રિય કેસ કુલ કેસના 1 ટકા કરતા ઓછા છે, 0.30 ટકા.

    આવા સમયમાં દિલ્હીની એઈમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે, ઓમિક્રોન સ્વરૂપ સામે કોરોના વિરોધી હાલની રસીઓ અસરકારક સાબિત ન થવાની આશંકા છે. બીજીબાજુ થાણેના એક ઘરડાંઘરમાં કોરોનાની રસીના બંને ડોઝ લેવા છતાં વૃદ્ધો સહિત 70થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

    કોરોનાની રસીની અસરકારકતા ઘટી શકે છે

    ઓમિક્રોન અંગે દિલ્હીની એઈમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના સ્પાઈક પ્રોટીન ક્ષેત્રમાં 30થી વધુ પરિવર્તનો થયા હોવાનું જણાયું છે. નવા સ્વરૂપમાં 'ઈમ્યુનોએસ્કેપ મિકેનિઝમ' વિકસવાની સંભાવના છે, જેથી તેની સામે કોરોનાની રસીની અસરકારકતા ઘટી શકે છે.

    આ પણ વાંચો - Omicronના ખતરાને ધ્યાનમાં રાખી વિદેશથી આવનારા માટે બદલ્યા નિયમ, જાણો શું છે નવી ગાઈડલાઈન

    પરિણામે ભારતમાં હાલમાં ઉપયોગમાં લેવાતી કોરોના વિરોધી રસીઓ સહિતની રસીઓની અસરકારક્તાનું ગંભીર મૂલ્યાંકન કરવાની જરૂર છે.

    રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને સાવધાન રહેવાની સલાહ

    રવિવારે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને સાવધાની વરતવાની સલાહ આપી છે. કેન્દ્ર સિવાય રાજ્ય સરકાર પણ એલર્ટ પર છે. રાજ્ય સરકારોએ કેટલાક પ્રકારના આદેશ જારી કરી દીધા છે. કોવિડ-19નો નવો વેરિઅન્ટ B.1.1529 આ અઠવાડિયે દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે. WHOએ આને શુક્રવારે વેરિઅન્ટ ઓફ કંસર્ન ચિંતાજનક ગણાવી છે. આને ઓમિક્રોન નામ આપવામાં આવ્યુ છે. આને કોરોનાના બાકી વેરિઅન્ટથી વધારે સંક્રમક ગણાવાયુ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Coronavirus, COVID-19, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन