Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,549 નવા કોરોનાના કેસ, કાલ કરતાં 15.7% વધારે

  • Share this:
    નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 10,549 નવા કેસ નોંધાયા છે અને 488 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોના કેસની કુલ સંખ્યા 34,555,431 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યા 110,133 છે. છેલ્લા 24 કલાકમાં 9,868 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 33,977,830 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 467, 468 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 83,88,824 લોકોને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 1,20,27,03,659 રસીકરણ કરવામાં આવ્યું છે.

    કર્ણાટકમાં મેડિકલ કોલેજના 66 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

    ઉત્તરાખંડના દહેરાદૂનમાં ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ (FRI)માં 11 IFS અધિકારી પોઝિટિવ મળી આવ્યા છે. ત્યારબાદ 48 અધિકારીઓને આઇસીલેટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે, કર્ણાટકના ધારવાડમાં SDM મેડિકલ કોલેજમાં 66 વિદ્યાર્થીઓએ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓનું સંપૂર્ણ વેક્સિનેશન થઈ ગયું છે. 400 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતા આ કોલેજના બિલ્ડીંગની સાથે સાથે 2 હોસ્ટેલ પણ સીલ કેરી દેવામાં આવી છે. 300 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ આવી ચૂક્યા છે. હજી 100 રિપોર્ટ આવવાના બાકી છે.

    કોરોનાની ત્રીજી લહેરની આશંકાથી કેન્દ્ર સરકારને પણ એલર્ટ કરાઇ

    કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતાં કેન્દ્ર સરકારને પણ એલર્ટ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે 13 રાજ્યોને પત્ર લખીને કોરોના ટેસ્ટિંગમાં થયેલા ઘટાડા બાબતે ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રમાં કહ્યું છે કે જો ટેસ્ટિંગમાં ઘટાડો થશે તો સંક્રમણનું યોગ્ય મૂલ્યાંકન નહીં કરી શકાય. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં બંગાળ સહિત ઘણા રાજ્યોમાં પણ પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published: