CBI ગાયબ CCTV ફુટેજની શોધમાં લાગી, આજે ફરી થશે રાજીવ કુમારની પૂછપરછ

કોલકત્તાના પોલીસ કમિશનર રાજીવ કુમારની ફાઇલ તસવીર

સીબીઆઈના સૂત્રોના મતે તપાસ એજન્સી સીસીટીવી ફુટેજની શોધમાં છે, જેનાથી ગોટાળામાં સામેલ લોકોની શોધખોળ થઈ શકે.

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી: શારદા ચિટફન્ડ ગોટાળામાં કેન્દ્રીય તપાસ એજન્સીએ કોલકત્તા પોલીસ કમિશનર રાજીવ કુમારની 8 કલાક પૂછપરછ કરી હતી. રાજીવ કુમારની પૂછપરછનો મુખ્ય હેતુ એક ગાયબ લેપટોપ, પેનડ્રાઇવની માહિતી મેળવવાનો હતો. જોકે, સવાલ એ છે કે સીબીઆઈ શું જાણવા માંગે છે, આ પ્રશ્નના જવાબમાં સીબીઆઈના સૂત્રો કહે છે કે એજન્સી ગાયબ થયેલા સીસીટીવી ફુટેજની શોધમાં છે. આ ફુટેજ દ્વારા ગોટાળામાં સામેલ લોકોનું પગેરૂ મળી શકે તેવી શક્યતા છે.

    કોલકત્તા સ્થિતિ સીબીઆઈ કચેરીના જોઇન્ટ ડાયરેક્ટર પંકજ શ્રીવાસ્તવે અગાઉ જણાવ્યું હતું કે રાજ્યની પોલીસ દ્વારા મહત્ત્વપૂર્ણ પુરાવાઓ નષ્ટ કરવામાં આવ્યા છે. કોઈ મોટા કાવતરાની તરફ ઈશારો કરતા સીબીઆઈએ શંકા વ્યક્ત કરી હતી કે પુરાવાઓ નષ્ટ કરી દેવામાં આવ્યા છે.

    સીબીઆઈનો દાવો છે કે શારદા ગોટાળા માટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રાજીવ કુમારના નેતૃત્વમાં નીમેલી એસઆઈટી દ્વારા એકત્ર કરાયેલા પુરાવામાં એક લૅપટૉપ, પાંચ મોબાઇલ ફોન અને શારદા જુથના પ્રમઉખ સુદિપ્તો સેનની લાલ ડાયરી ઉપરાંક કેટલાક મહત્ત્ત્વપૂર્ણ દસ્તાવેજો હતા.

    આ પણ વાંચો: ધરણામાં મમતાની સાથે બેઠેલા પોલીસ કમિશનરનું મેડલ પરત લેવા કેન્દ્રનો આદેશ

    વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર સીબીઆઈએ આ ગોટાળાની તપાસ શરૂ કરી હતી. એક સીબીઆઈ અધિકારીના મતે એસઆઈટી ડાયરી, પેન ડ્રાઇવ, અને અન્ય દસ્તાવેજો સોપ્યા નહોતા. આ પુરાવમાં શક્તિશાળી લોકોના નામ હતા.

    સુદિપ્તો સેનને જ્યારે 24મી જાન્યુઆરી જિલ્લા અદાલતમાં હાજર કરાયા હબતા ત્યારે તેમણે લાલ ડાયરી હોવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે મારી પાસે કોઈ લાલ ડાયરી નથી. લાલ ડાયરી હોય કે ન હોય પરંતુ આ કેસમાં મિડલૅન્ડ પાર્ક સ્થિત સેનની ઑફિસ અને ઘરના સીસીટીવી ફુટેજને મહત્ત્તવપૂર્ણ માનવામાં આવે છે.

    ધરણામાં મમતાની સાથે બેઠેલા પોલીસ કમિશનરનું મેડલ પરત લેવા કેન્દ્રનો આદેશ

    સીબીઆઈનો દવાો છે કે આ ફુટેજમાં અનેક મોટામાથા સંડોવાયેલા હોવાના પુરાવા મળશે. સીસીટીવી ફુટેજના આધારે તેમના નામ સરનામા જાણી શકાશે અને તેમની પૂછપરછ કરી શકાશે. શારદા ચિટફન્ડ ગોટાળો વર્ષ 2013માં ખુલ્લો પડ્યો હતો જેમાં 20 લાખ રોકાણકારોના આશરે 250 કરોડ રૂપિયા ડુબ્યા હતા.

    મમતા બેનર્જી વિશે Googleને સૌથી વધુ શું પૂછી રહ્યા છે લોકો?
    Published by:Jay Mishra
    First published: