દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દાયકાથી વધુની સત્તાકીય કારકિર્દી પર ઘણા પુસ્તકો આવ્યા છે, પરંતુ પાર્ટીના આયોજક (ઓર્ગેનાઇઝર) તરીકે મોદીની સિદ્ધિઓ વિશે માહિતી આપતા પુસ્તકો ઓછા છે. વરિષ્ઠ પત્રકાર અજય સિંહનું નવું પુસ્તક 'ધ આર્કિટેક્ટ ઓફ ન્યૂ બીજેપી' (The Architect of New BJP) આ દિશામાં એક સાર્થક અને પ્રમાણિક પ્રયાસ છે. લગભગ 200 પાનાનું આ પુસ્તક મોદીની સંગઠનાત્મક યાત્રાને ખૂબ જ રોચક રીતે રજૂ કરે છે.
વર્ષ 2013માં મને મધ્યપ્રદેશના એક વ્યક્તિનો ફોન આવ્યો. તેણે વિનંતી કરી કે, હું નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત ગોઠવું જેથી તેઓ મોદીનું જીવનચરિત્ર, સંગઠનથી લઈને મુખ્યમંત્રી સુધીના તેમના કાર્યનું વિશ્લેષણ કરતું પુસ્તક તેમને ભેટ કરી શકે. મેં તેમને મજાકમાં પૂછ્યુ કે, શું તમે અગાઉ મોદીને મળ્યા છો, પુસ્તકના સંદર્ભમાં અથવા કોઇ બીજા પ્રસંગે? તેમણે સહજતાથી જવાબ આપ્યો કે, ક્યારેય મુલાકાત થઇ નથી પરંતુ ટીવી પર મોદીને જોઇને અને અખબારોમાં તેમના વિશે વાંચીને મેં આખું જીવનચરિત્ર લખ્યુ છે. આ સાંભળીને તેમની સાથે વાતચીત આગળ વધારવામાં રસ રહ્યો નહીં. મેં સીએમ કાર્યાલયનો સંપર્ક કરવાની સલાહ આપી વાત પૂરી કરી દીધી.
છેલ્લા કેટલાક દાયકાઓમાં એવા ઘણા પુસ્તકો આવ્યા છે જે મોદી પર ધ્યાન કેન્દ્રિત છે. પછી તે સીએમ તરીકેના તેમના કાર્યકાળના લેખા-જોખા આપતું પુસ્તક હોય કે સંગઠનમાં તેમની મોટી ભૂમિકા હોય કે પછી પીએમ તરીકેનો તેમનો કાર્યકાળ હોય. આમાંથી બહુ ઓછા પુસ્તકો એવા લોકો દ્વારા લખવામાં આવ્યા છે જેમણે મોદીની રાજનીતિને નજીકથી જોઈ હોય અથવા જેમની સાથે મોદીની વાતચીત થતી હોય.
અજય સિંહ આ મામલે અજોડ છે, જેમનું પુસ્તક 'ધ આર્કિટેક્ટ ઓફ ધ ન્યૂ બીજેપી' (The Architect of the new BJP) તાજેતરમાં માર્કેટમાં આવ્યું છે. તેઓ છેલ્લા પાંચ દાયકાથી પત્રકારત્વ કરી રહ્યા છે અને હાલમાં રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ છે. અજય સિંહે છેલ્લા 27 વર્ષથી મોદી અને તેમની રાજનીતિને નજીકથી નિહાળી છે. 1995માં મોદી સાથે તેમની પહેલી મુલાકાત થઈ હતી. આ જ વર્ષે મોદી ગુજરાતમાં પહેલીવાર કેશુભાઈ પટેલની આગેવાનીમાં ભાજપની સરકાર બનાવવામાં સફળ રહ્યા હતા. તેના આર્કિટેક્ટ રહ્યા હતા.
ગુજરાતમાં ભાજપના મહાસચિવ તરીકે મોદીએ પાર્ટીને એટલી મજબૂત બનાવી હતી કે તે પોતાના દમ પર સત્તામાં આવી શકે. ગુજરાતમાં ભાજપની જીત સાથે દેશમાં મોદીની ચર્ચા વધુ જોરશોરથી ફેલાઈ હતી, જેમણે 1990માં અડવાણીની રથયાત્રાના આયોજક તરીકે અને પછી 1991-92માં તત્કાલિન ભાજપ અધ્યક્ષ મુરલી મનોહર જોશી સાથે એકતા યાત્રા કરી પોતાની ઓળખ બનાવી હતી.
જોકે, 1995માં ભાજપની જીત બાદ તરત જ મોદીને દિલ્હી જવું પડ્યું હતું. કારણ કે તે સમયે ભાજપના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો. તે સમયે ગુજરાતમાં ભાજપની સરકાર બચાવવાના સમાધાન સ્વરૂપે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ મોદીને દિલ્હી બોલાવી લીધા અને એક પછી એક અનેક રાજ્યોની જવાબદારી સોંપી હતી.
મોદી જ્યારે દિલ્હી આવ્યા ત્યારે અજય સિંહ તેમને પહેલીવાર મળ્યા હતા. તે પછી શરૂ થયેલો મુલાકતો અને વાતચીતનો સિલસિલો ચાલુ રહ્યો. આ દરમિયાન મોદી કેટલાક રાજ્યોમાં પાર્ટીના પ્રભારીથી આગળ નીકળીને ભાજપના કેન્દ્રીય યુનિટમાં સંગઠન મહામંત્રી બન્યા, ત્યાર બાદ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2014થી દેશના વડાપ્રધાન છે. અજય સિંહ આ સમગ્ર યાત્રાના સાક્ષી રહ્યા છે, મહત્વપૂર્ણ પ્રસંગો પર તેમની મોદી સાથે વાતચીત થતી રહી છે, તેથી તેમને મોદીની વહીવટી ક્ષમતા તેમજ સંગઠનાત્મક કુશળતા જોવા અને સમજવાની તક મળી છે.
અજય સિંહે બિહાર અને ઉત્તર પ્રદેશમાં લાંબા સમય સુધી કામ કર્યું, 90ના દાયકામાં દિલ્હી આવ્યા. રાજકારણના તમામ પ્રવાહોને એકેડમિક ઇન્ટ્રેસ્ટ સાથે ટ્રેક કર્યા. કોંગ્રેસનું પતન અને ભાજપના ઉદયના સમયગાળાને પણ જોયો અને જાણવાનો પ્રયાસ કર્યો કે આ બધામાં મોદીની ભૂમિકા કેટલી મહત્વની હતી, તેનું પરિણામ આ પુસ્તક છે.
અજય સિંહે 2017માં પુસ્તક પર કામ કરવાનું શરૂ કર્યું, 2019માં રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ બન્યા પરંતુ પુસ્તક સંદર્ભે તેમનું જરૂરી સંશોધન કાર્ય ચાલુ રહ્યું હતું. સંબંધિત લોકો સાથે મુલાકાતો અને વાતચીતનો સિલસિલો પણ ચાલુ રહ્યો હતો. પીએમ મોદીની ખૂબ જ વ્યસ્ત દિનચર્યામાંથી પણ તેમણે ઘણી વખત તેમના પુસ્તક માટે સમય મેળવ્યો હતો. એવા સેંકડો લોકો હતા કે જેઓ મોદીના સંગઠનાત્મક પાસાને નજીકથી જોઇ રહ્યા હતા, જેમની સાથે મોદીના સંબંધો રહ્યા હતા. અજય સિંહે તે બધાની સાથે મુલાકાત કરી. જોકે, તે બધા નામને ઉલ્લેખ પુસ્તકમાં કરવામાં આવતો તો પુસ્તક 200ની જગ્યાએ 300થી વધુ પાનાનું હોત.
પુસ્તકનું આખું નામ ‘The Architect of new BJP: How Narendra Modi transformed the party’ છે. પુસ્તકનું નામ જ પુસ્તક વિશે ઝાંખી આપે છે. પરંતુ મોદીની સંગઠન યાત્રાની પ્રામાણિક કહાણી જાળવા માટે તમારે આ પુસ્તક વાંચવું પડશે. આ મુશ્કેલ નથી. કેમ કે, પુસ્તક ખૂબ જ રસપ્રદ રીતે લખવામાં આવી છે. તમે ચાર-પાંચ કલાકમાં આરામથી વાંચી શકો છો. ખાસ વાત એ છે કે, આ પુસ્તક મોદી પ્રેમીઓ અને ભાજપના સમર્થકો માટે નથી, પરંતુ તે વૈશ્વિક બુદ્ધિશાળી, શૈક્ષણિક વર્ગને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે, જે વડાપ્રધાન તરીકે સમગ્ર દુનિયામાં ધાક જમાવી ચૂકેલા મોદીની સંગઠનાત્મક બાજુ સમજવા માગે છે.
દેશ-વિદેશના રાજકીય વિદ્વાનોને પણ મોદીના આ પાસાને સમજવામાં રસ છે. આખરે મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે 1986માં ભાજપવામાં આવ્યા હતા, ત્યારે લોકસભામાં પાર્ટીની માત્ર બે બેઠક હતી. એક તેમના ગૃહ જિલ્લા મહેસાલા અને બીજી બેઠક આંધ્રપ્રદેશની હતી. 1984ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીના તમામ દિગ્ગજ હારી ગયા હતા, જે ચૂંટણીને ઇન્દિરા ગાંધીના નિધનથી કોંગ્રેસના પક્ષમાં ઊભી થયેલા સહાનુભૂતિ લહેરને કારણે અડવાણી લોકસભાની જગ્યાએ શોકસભાની ચૂંટણી જ કહેતા રહ્યા.
1984માં 2 બેઠકો પર સમેટાયેલી પાર્ટીને 2014 અને 2019ની ચૂંટણીમાં પોતાના દમે બહુમતી અપાવનારા મોદીનું સંગઠનાત્મક કૌશલ્ય અને સંવાદ ઘણા લોકો માટે એક કોયડો છે. આ કાયડાને ઉકેલવાનું કામ અજય સિંહે તેમના પુસ્તક દ્વારા કર્યું છે. બે દાયકાથી વધુની સત્તાકીય કે વહીવટી યાત્રા, જેમાં સીએમથી લઇને પીએમ તરીકેની મોદીની સિદ્ધિઓ અને તેમના કામકાજને લઇને ઘણા પુસ્તકો લખવામાં આવ્યા છે, પરંતુ સંગઠક મોદી વિશે પ્રમાણિક પુસ્તકો આછો જ છે. આ કમીને પૂરી કરે છે અજય સિંહનું પુસ્તક. જે ચિંતન, સંપર્ક અને બેઠકની સામાન્ય સંગઠન પરંપરાની સાથે જ ટેકનીક, મોડલ, પ્રયોગ, સાહસ, સંવાદ અને સહયોગનો આશરો લઇને આગળ વધેલી મોદીની સંગઠન યાત્રાનું પણ દસ્તાવેજીકરણ છે. પુસ્તકમાં માત્ર રસપ્રદ કિસ્સા જ નથી, પણ રાજકીય સિદ્ધાંતોની સાબિતી પણ છે. આ પુસ્તકની ભૂમિકા વોલ્ટર એન્ડરસન દ્વારા લખવામાં આવી છે, જેમને ભાજપના જૂના સ્વરૂપ જનસંઘના સંગઠનાત્મક માળખા અને વિકાસ પર પ્રથમ અધિકૃત પુસ્તક લખવાનો શ્રેય આપવામાં આવે છે.
અજય સિંહનું પુસ્તક માત્ર મોદીની સંગઠન યાત્રાનું દસ્તાવેજીકરણ જ નથી, પરંતુ ભારતીય રાજનીતિના મહત્વપૂર્ણ ઘટનાક્રમોને પણ પરોસવાનો પ્રયાસ છે. જેથી વાચકો જાણી શકે કે ભાજપ, જે એક સમયે બ્રાહ્મણો અને બનીઓની પાર્ટીનું ટેગ હાંસલ કરનાર ભાજપ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયો હતો. કેવી રીતે મોદીના નેતૃત્વમાં તે જાતી અને સંપ્રદાયની પરંપરાગત વોટ બ્લોકથી ઉપર બેનેફિશિયરી બ્લોક બનાવવામાં સફળતા મેળવી. મોદીના નેતૃત્વમાં ભાજપ દેશના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ આપ્યા બાદ પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ આપવાની તૈયારી કરી રહ્યો છે. મોદી કાળમાં ભાજપ કેવી રીતે આ બધું કરી શક્યો, તે સમજવા માટે અજય સિંહથી શ્રેષ્ઠ કોઇ નથી. જેઓ પોતે છેલ્લા ત્રણ વર્ષથી રાયસીનાની ટેકરી પર દેશના સૌથી પ્રસિદ્ધ ભવનમાં બેસીને મોદીની રાજનીતિને બહારથી નિહાળ્યા બાદ અંદરથી પણ જોઇ રહ્યા છે. જો તમે પણ મોદીના સંગઠનાત્મક પાસાને સમજવા માગો છો તો પેંગ્વિન દ્વારા પ્રકાશિત The Architect Of The New BJP વાંચો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર