ચીનને પાઠ ભણાવવા માટે LAC પર 1000 કિમી રેન્જની મિસાઇલ ભારતે કરી તૈનાત

News18 Gujarati
Updated: October 1, 2020, 12:12 PM IST
ચીનને પાઠ ભણાવવા માટે LAC પર 1000 કિમી રેન્જની મિસાઇલ ભારતે કરી તૈનાત
ભારતીય સેના

પૂર્વ લદાખમાં ભારત અને ચીનની સેનાની વચ્ચે થયેલી હિંસક ઝડપ પછી બંને દેશોની વચ્ચે તણાવ ચરમ સીમા પર છે.

  • Share this:
પૂર્વ લદાખમાં ભારત (India) અને ચીન (China)ની વચ્ચે હિંસક અથડામણ થયા પછી બંને દેશોની વચ્ચે તણાવ ચરમ સીમા પર છે. બંને દેશોની વચ્ચે સેન્ય કમાન્ડર સ્તર પર અનેક બેઠકો થઇ ચૂકી છે પણ ચીન હજી પણ પોતાની સેના પાછી લેવા માટે તૈયાર નથી. આ વચ્ચે ચીનની આ અકડ તોડવા માટે ભારતે હવે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર 1000 કિલોમીટર રેન્જ વાળી મિસાઇલ્સ તૈનાત કરી છે. ભારત આ મિસાઇલોને સીમા પર મૂકીને ચીન સમેત પાકિસ્તાનને પોતાની તાકાત બતાવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં આવતા મહિના જ સાતવા પરીક્ષણ પછી ઔપચારિક રૂપથી નિર્ભય ઉપ-ક્રૂઝ મિસાઇલને ભારતીય સેના અને નૌસેનામાં સામેલ કરવામાં આવી છે. આ મિસાઇલને ભારતીય રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ તૈયાર કરી છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી રક્ષા અધિગ્રહણ પરિષદમાં નિર્ભય સબ સોનિક મિસાઇલની ઔપચારિક શરૂઆતને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચીનની સાથે ચાલી રહેલા તણાવને જોતા સેનાએ એલએસી પર સમય બગાડ્યા વગર આ મિસાઇલને તૈનાત કરી લીધી છે.

વધુ વાંચો : World Vegetarian Day 2020 : કેમ ઉજવવામાં આવે છે વર્લ્ડ વેજિટેરિયન ડે, શાકાહારી ખાવાના શું ફાયદા છે?

ઉલ્લેખનીય છે કે ચીને હાલમાં ડોકલામમાં કેડી-63 ક્રૂઝ મિસાઇલ તૈનાત કરી છે. જેના જવાબમાં હવે ભારતે પરમાણુ ક્ષમતાથી સંપન્ન પૃથ્વી 2 નું સફળ પરીક્ષણ કરીને ચીનને ચેતવણી આપી છે. જમીનથી જમીન પર મારતી આ મિસાઇલ પરમાણુ ક્ષમતા પણ ધરાવે છે.


બીજી તરફ ભારતીય સેનાની તરફ LAC પર ચુમાર-ડેમચોક ક્ષેત્રમાં બીએમપી-2 ઇન્ફૈંટી કોમ્બેટ વ્હીકલ્સની સાથે ટી-90 અને ટી-72 ટેન્ટને પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ ટેંકની ખાસયિત તે છે કે તે પૂર્વ લદાખમાં માઇનસ 40 ડિગ્રી તાપમાનમાં પણ સટીક રીતે દુશ્મનો પર હુમલો કરી શકે છે.
Published by: Chaitali Shukla
First published: October 1, 2020, 12:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading