આ તે કેવી મજબૂરી! એક પુત્રીની જિંદગી બચાવવા માટે માતા-પિતાએ બીજી પુત્રીને રૂ.10,000માં વેચવી પડી

આ તે કેવી મજબૂરી! એક પુત્રીની જિંદગી બચાવવા માટે માતા-પિતાએ બીજી પુત્રીને રૂ.10,000માં વેચવી પડી
પ્રતિકાત્મક તસવીર

એક માતા-પિતાને પોતાની 16 વર્ષની પુત્રીની સારવાર માટે પોતાની 12 વર્ષી પુત્રીને બીજાને વેચવા માટે મજબૂર થવું પડ્યું હતું. મોટી દીકરી શ્વાસની બીમારીથી પીડાય છે.

 • Share this:
  આંધ્ર પ્રદેશઃ કોઈપણ માણસ માટે તેના સંતાનોજ સૌથી મહત્વના હોય છે. પરંતુ ગરીબીની (Poverty) સામે વ્યક્તિ લાચાર (Helpless) બની જાય છે. કંઈક આવોજ કિસ્સો આંધ્ર પ્રદેશમાંથી (Andhra Pradesh) સામે આવ્યો છે. અહીં એક દંપત્તીએ (couple) પોતાની 16 વર્ષની પુત્રીની સારવાર માટે પોતાની 12 વર્ષી પુત્રીને બીજાને વેચવા માટે મજબૂર થવું પડ્યું હતું.

  આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં દૈનિક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા દંપત્તીની 16 વર્ષની પુત્રીની સારવાર માટે પોતાની બીજી નાની પુત્રીને એક વ્યક્તિને વેચી દીધી હતી. માતા પિતાના પુત્રીની સારવારનો ખર્ચ ઉઠાવવા માટે અસર્થ હતા. મોટી દીકરી શ્વાસની બીમારીથી પીડિતા હતી.  ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ગરીબ દંપત્તીએ પોતાની બીજી પુત્રીને માત્ર 10 હજાર રૂપિયામાં જ ચિન્ના સુબ્બૈયા નામના વ્યક્તિને વેચી દીધી હતી. તેણે બુધવારે કિશોરી સાથે લગ્ન કરી દીધા હતા. જોકે, આ અંગે જાણકારી મળતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓે સગીરાને બચાવી લીધી હતી. અને ચાઈલ્ડકેર કેન્દ્રમાં મોકલી હતી. જ્યાં તેનુ કાઉન્સિસિંગ કરવામાં આવી રહ્યું છે.

  આ પણ વાંચોઃ-સુરત: 'હું જે હિસાબ આપું એ લઈ લેજે નહીં તો સોપારી આપીને મરાવી દઈશ', RTI કરનાર યુવકને મળી ધમકી

  આ પણ વાંચોઃ-ડિલિવરી બોયે 66 મહિલાને બનાવી 'શિકાર', પીડિતાની આપવીતી સાંભળી પોલીસ પણ 'હલી' ગઈ

  આ પણ વાંચોઃ-આટલી પાતળી છે તો રાઈફલ કેવી રીતે સંભાળે છે', મહિલા પોલીસની છેડતી બાદ રોમિયોને પડ્યો મેથીપાક

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 11 કરોડની 28 વિઘા જમીન પચાવી પાડવાનો મામલો, વધુ એક આરોપી પ્રફુલ વ્યાસ ઝડપાયો

  પોલીસ પ્રમાણે સુબ્બૈયાની પત્નીએ પારિવારીક કંકાસના કારણે તેમને છોડી દીધો હતો. પીડિત માતા-પિતાને પહેલા પણ બીજી પુત્રી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. સુબ્બૈયાએ સગીરને ખરીદીને બુધવારે રાત્રે પોતાના સંબંધીને ત્યાં ધામપુર લઈ આવ્યો હતો.  પાડોશીઓએ બાળકીને બુમા પાડતા અને રડતા સાંભળી રહી તો પડોશીઓએ સુબ્બૈયાના સંબંધીના ઘરે ગયા અને પૂછપરછ કરી શું થઈ રહ્યું છે. ત્યારબાદ તેમણે સ્થાનિક સરપંચનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બાળ વિકાસ સેવાના અધિકારીઓને હવાલે કરી હતી અને સુબ્બૈયા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેની સાથે પૂછપરછ આદરી હતી.
  Published by:ankit patel
  First published:February 27, 2021, 19:53 pm

  ટૉપ ન્યૂઝ