કોરોના વાયરસ: સર્વદળીય બેઠકમાં PM મોદીએ કહ્યુ- 'લૉકડાઉનનો સમય વધી શકે છે'

News18 Gujarati
Updated: April 8, 2020, 4:29 PM IST
કોરોના વાયરસ: સર્વદળીય બેઠકમાં PM મોદીએ કહ્યુ- 'લૉકડાઉનનો સમય વધી શકે છે'
પીએમ મોદી (ફાઇલ તસવીર)

પીએમ મોદીએ ઑલ પાર્ટી મીટમાં માહિતી આપતા કહ્યુ કે, એપ્રિલ 14ના રોજ લૉકડાઉન હટાવવું શક્ય નથી.

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોનાના સંક્રમણ (Corona Infection)ને અટકાવવા માટે 21 દિવસના લૉકડાઉન (21 Days Lockdown)ની જાહેરાત કરવામાં આવી છે. આ લૉકડાઉન આગામી 14મી એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. આ સંદર્ભે ચર્ચા માટે પીએમ મોદી (PM Modi)એ દિલ્હી ખાતે ઓલ પાર્ટી મીટ (All Party Meet)નું આયોજન કર્યું હતું. આ બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "આ મામલે કેન્દ્ર સરકાર તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓનો મત જાણશે, પરંતુ આ તબક્કે લૉકડાઉન હટાવી દેવું શક્ય નથી."

પીએમ મોદીએ આજે જણાવ્યું હતું કે, "કોરોના વાયરસનો ફેલાવો જે રીતે વધી રહ્યો છે ત્યારે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીએ તો 13મી એપ્રિલના રોજ લૉકડાઉન હટાવી દેવું શક્ય નથી." તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ સાથે બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, "તેઓ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ મામલે વિચાર-વિમર્શ કરશે, પરંતુ લૉકડાઉન બહુ ઝડપથી જ ખતમ થઈ જશે તેવું શક્ય નથી લાગી રહ્યું."

આ પણ વાચો :  સુરતમાં લૉકડાઉન વચ્ચે અસામાજિક તત્વનો આતંક : જઘન્ય કૃત્યનો વીડિયો વાયરલ

વીડિયો કોન્ફરન્સ દરમિયાન તમામ નેતાઓ સાથે વાતચીત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "આપણી સામે અનેક સામાજિક અને વ્યક્તિગત પડકારો રહેલા છે."

પીએમ મોદીએ બેઠકમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 પછી જિંદગી પહેલા જેવી જ નહીં રહે. હવે પ્રિ-કોરોના (કોરોના પહેલા) અને પોસ્ટ-કોરોના (કોરોના પછી) તફાવત જોવા મળશે.

આ પણ વાંચો : EXCLUSIVE: 14 એપ્રિલ બાદ પ્રોડક્શન માટે 82 જિલ્લાઓમાં હટી શકે છે Lockdown 

આ બેઠક કોરોના વાયરસ સામે કેવી રીતે લડવું તેની ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી. દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા પાંચ હજાર કરતા વધી ગઈ છે. આ બેઠક દરમિયાન હેલ્થ સેક્રેટરી, હોમ સેક્રેટરી અને ગ્રામ્ય બાબતોના સેક્રેટરીએ વિગતવાર પ્રેઝન્ટેશન કર્યું હતું.

વીડિયો કૉન્ફરન્સિંગથી થયેલી બેઠકમાં લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્ય સભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, એનસીપી નેતા શરદ પવાર, શિવસેના નેતા સંજય રાઉત ઉપરાંત તૃણમૃલ કૉંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાય, બસપા નેતા સતીશ ચંદ્ર મિશ્રા, દ્રમુકના ટી.આર. બાલૂ, બીજદના પિનાકી મિશ્રા, વાઈએસઆરના મિથુન રેડ્ડી, સપાના રામ ગોપાલ યાદવ, જદયૂના રાજીવ રંજન સિંહ, લોજપાના ચિરાગ પાસવાન, અકાલી દળના સુખબીરસિંહ બાદલ સહિત અન્ય દળોના નેતાઓ હાજર રહ્યા હતા.
First published: April 8, 2020, 3:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading