લાઇન ઓફ કંટ્રોલ પર તણાવ ઓછો કરવા પાકિસ્તાને મોકલ્યો પ્રસ્તાવ

પ્રતિકાત્મક તસવીર

પાકિસ્તાને પ્રસ્તાવ મોકલ્યો છે કે તે સ્પેશિયલ સર્વિસ ગ્રુપ એસએસજીને નિયંત્રણ રેખા પરથી હટાવશે. આ સાથે પાકિસ્તાને કહ્યું છે કે ભારત પર થનાર સીઝ ફાયર પણ બંધ કરી દેવામાં આવશે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના કારણે માંદી પડેલી અર્થવ્યસ્થાને બેઠી કરવા માટે પાકિસ્તાને ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રસ્તાવ આપ્યો છે. ઇસ્લામાબાદ ઇચ્છે છે કે ભારત પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાય કારણ કે આ મુદ્દે અન્ય દેશોએ પાકિસ્તાનને મદદ કરવાનું બંધ કરી દીધું છે. પાકિસ્તાન ઇચ્છે છે કે ભારત સાથે સંબંધો સુધરે જેથી તેમના દેશની અર્થવ્યવસ્થામાં સુધારો આવી શકે.

  હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ બંને દેશો વચ્ચે સૈન્ય વાર્તાલાપના માધ્યમથી પાકિસ્તાને આ પ્રસ્તાવ મોકલ્યો છે. પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવમાં જણાવાયું છે કે સરહદ પર તણાવ ઘટાડવા માટે પાકિસ્તાન તૈયાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે બૉર્ડર પર સતત તણાવ શરૂ છે. આ તણાવની વચ્ચે બને દેશોના સૈન્ય અભિયાનોના વડા એક બીજાના સંપર્કમાં છે. આ વાતચીત દરમિયાન પાકિસ્તાન દ્વારા પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

  આ પણ વાંચો :  દુનિયાનું સૌથી ખતરનાક હેલિકોપ્ટર ભારતને મળ્યું, આનાથી થયો હતો લાદેન પર હુમલો

  સુત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાને પ્રસ્તાવ આપ્યો છે કે તે સ્પેશિયલ સર્વિસ ગ્રુપ એસએસજીને નિયંત્રણ રેખા પરથી હટાવી દેશે અને ભારત તરફ થઈ રહેલો ગોળીબાર પણ અટકાવી દેશે. વડાપ્રધાનના કાર્યાલયને મોકલવામાં આવેલા અહેવાલમાં આ બાબતનો ઉલ્લેખ છે.

  ઉલ્લેખનીય છે કે જમ્મુ- કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએફના આશરે 40 જવાનોના મોત થયા હતા. આ ઘટનાના 13 દિવસ બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને એરસ્ટ્રાઇક કરી હતી. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઘટના બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો અને નિયંત્રણ રેખા પર બંને બાજુ સેનાનો જમાવડો થઈ ગયો હતો.
  Published by:Jay Mishra
  First published: