Home /News /national-international /બિહારમાં ગુંડારાજની 'ઘરવાપસી' થતાં અઠવાડિયામાં અડધો ડઝન વેપારીઓની હત્યા

બિહારમાં ગુંડારાજની 'ઘરવાપસી' થતાં અઠવાડિયામાં અડધો ડઝન વેપારીઓની હત્યા

સીએમ નીતિશ કુમાર, ફાઈલ ફોટો

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસતા વેપારીઓએ બિહારનાં પાટનગર પટણામાં 24 ડિસેમ્બરનાં રોજ એક કેન્ડલ માર્ચનું આયોજન કર્યુ હતું સમગ્ર ઘટનાઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.

    બિહારમાં જાણે ગુંડારાજ પાછુ આવ્યુ હોય તેમ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ભયભિત થઇને જીવે છે. ગુંડાઓ વેપારીઓ અને ઉદ્યોપગતિઓને ધોળા દિવસે મારી નાંખે છે અથવા ખંડણીઓ માંગે છે. આ સ્થિતિ એટલી હદે વણસી ગઇ છે કો, મુખ્યમંત્રી નીતિશ કુમારે વિશેષ પોલીસ દળ-બિહાસ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ-ની રચના કરવાની જાહેરાત કરી છે.

    નીતિશ કુમારે કહ્યું કે, આ વિશેષ સલામતી દળ ઉદ્યોગપતિઓ અને વેપારીઓને સુરક્ષા આપશે. આ વિશેષ દળની બે બટાલિયલ બેગસુરાઇ અને બુક્સાર જિલ્લામાં મુકવામાં આવશે.

    મુખ્યમંત્રીએ વધુમાં માહિતી આપતા કહ્યં કે, ઇન્સ્પેક્ટર જનરલ (સલામતી)નાં વડપણ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે અને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે કે, કયા ઉદ્યોગપતિ અને વેપારીએ વ્યક્તિ સુરક્ષાની માંગણી કરી છે.

    છેલ્લા બે અઠવાડિયામાં બિહારમાં ગુંડાઓએ આંતક મચાવ્યો છે અને અડધો ડઝનથી વધુ ઉદ્યોગપતિઓ અને વેપારીઓની હત્યા થઇ છે. જેમાં યુવા ઉદ્યોગપતિનો પણ સમાવેશ થાય છે.

    ઉદ્યોગમંત્રી જય કુમાર સિંઘે ખાતરી આપી છે કે, સરકાર ઉદ્યોગપતિઓ અને વેપારીઓની સુરક્ષા કરશે અને તેમને ચિંતા કરવાની જરૂર નથી.
    છેલ્લા એક મહિનામાં, બિહારમાં ગુંડાઓએ વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને ટ્રેડરોને ટાર્ગેટ બનાવ્યા છે અને તેમની હત્યાઓ કરી છે.

    આ રવિવારે જ, વૈશાલી જિલ્લામાં ધોળા દિવસે એક વેપારીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

    કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસતા વેપારીઓએ બિહારનાં પાટનગર પટણામાં 24 ડિસેમ્બરનાં રોજ એક કેન્ડલ માર્ચનું આયોજન કર્યુ હતું સમગ્ર ઘટનાઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Businessmen, Law and order, Traders, બિહાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन