મહારાષ્ટ્રમાં શિવસેના-NCP બનાવી શકે છે સરકાર, કૉંગ્રેસ આપશે બહારની સમર્થન : રિપોર્ટ

News18 Gujarati
Updated: November 5, 2019, 9:21 AM IST
મહારાષ્ટ્રમાં શિવસેના-NCP બનાવી શકે છે સરકાર, કૉંગ્રેસ આપશે બહારની સમર્થન : રિપોર્ટ
એનસીપીના અન્ય નેતાઓ સાથે શરદ પવાર (ફાઇલ ફોટો)

બીજેપી અને શિવસેના માટે સત્તાની ખેંચતાણ વચ્ચે શરદ પવાર માસ્ટર સ્ટ્રોક મારી શકે છે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર રચવાને લઈ ખેંચતાણ સતત ચાલી રહી છે. બીજેપી (BJP) અને શિવસેના (Shiv Sena)ની વચ્ચે હજુ સુધી સુમેળ સધાયો નથી. આ દરમિયાન અહેવાલ આવી રહ્યા છે કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) અને શિવસેના ત્યાં સાથે મળી સરકાર બનાવી શકે છે, જ્યારે કૉંગ્રેસ આ ગઠબંધન સરકારને બહારથી સમર્થન આપી શકે છે.

સરકાર રચવાનો નવો ફોર્મ્યૂલા

અંગ્રેજી અખબાર 'ધ ટાઇમ્સ ઑફ ઈન્ડિયા'ના રિપોર્ટ મુજબ, સરકાર રચવા માટે કૉંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી પ્રમુખ શરદ પવારની વચ્ચે સોમવારે દિલ્હીમાં લાંબી ચર્ચા થઈ. અખબારે દાવો કર્યો છે કે શરદ પવારની પાર્ટીના એક નેતાએ નામ ન પ્રકાશિત કરવાની શરતે કહ્યુ કે એનસીપી-શિવસેનાની સાથે મળી સરકાર બનાવવા માટે તૈયાર છે. કૉંગ્રેસ બહારથી સમર્થન આપશે. આ ઉપરાંત કૉંગ્રેસના જ એક નેતાને વિધાનસભામાં સ્પીકરની પોસ્ટ આપવામાં આવી શકે છે. એનસીપીના એક નેતાએ કહ્યુ કે, અમે સરકાર બનાવવા માટે એ જ ફૉર્મ્યૂલા રાખ્યો છે જે 1995માં શિવસેના-બીજેપીએ નક્કી કર્યો હતો.

શરદ પવારે શું કહ્યુ?

આ પહેલા સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ શરદ પવારે કહ્યુ હતું કે, બીજેપી-શિવસેનાને પૂર્ણ બહુમત મળ્યું છે, સરકાર બનાવવાની જવાબદારી તેમની પર છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શિવસેનાના મુખ્યમંત્રી બનાવવા માટે એનસીપી સમર્થન આપશે. તો તેના જવાબમાં શરદ પવારે કહ્યુ કે, અમને હજુ સુધી કોઈએ પૂછ્યું નથી. શિવસેના તરફથી હજુ સુધી કોઈએ અમારી સાથે વાતચીત નથી કરી કે ન તો અમારા તરફથી આવો કોઈ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં શું છે નંબર ગેમ?મહારાષ્ટ્રમાં 21 ઑક્ટોબરે આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોઈ પણ પાર્ટીને બહુમત નથી મળ્યું. 288 સીટોવાળી વિધાનસભામાં બીજેપીને 105, શિવસેનાને 56, કૉંગ્રેસને 44 અને એનસીપીને 54 સીટો મળી છે. સરકાર રચવા માટે કોઈ પણ પાર્ટીને 145 ધારાસભ્યો જોઈએ. શિવસેના અને બીજેપીએ ગઠબંધન કરી ચૂંટણી લડી હતી.

આ પણ વાંચો, અમિત શાહને મળ્યા બાદ ફડણવીસે કહ્યુ, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં સરકાર બનશે
First published: November 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading