બીજિંગ : ચીન (China)એ કોરોનાવાયરસ (Coronarivus) સામે લડવા માટે માત્ર 8 દિવસમાં આખી હૉસ્પિટલ તૈયાર કરી દીધી છે. આ હૉસ્પિટલ ચીનના વુહાન (Wuhan) શહેરમાં બનાવવામાં આવી છે, જ્યાં કોરોનાવાયરસે સૌથી વધુ કહેર મચાવ્યો છે. ચીને કોરોનાવાયરસના વધતા ખતરાને જોતાં રેકોર્ડ સમયમાં બે હૉસ્પિટલ (Hospital) બનાવવાની વાત કરી હતી. હવે પહેલી હૉસ્પિટલ બનીને તૈયાર છે અને સોમવારથી તેને દર્દીઓ માટે ખુલી મૂકવામાં આવશે. આ દરમિયાન ચીનમાં કોરોનાવાયરસથી મરનારાઓની સંખ્યા 360થી વધુ થઈ ગઈ છે.
કેટલી મોટી છે આ હૉસ્પિટલ?
24 જાન્યુઆરીએ હૉસ્પિટલ બનાવવાનું કામ શરૂ થયું હતું. આ હૉસ્પિટલને 25 હજાર વર્ગ મીટરમાં બનાવવામાં આવી છે, જ્યાં 1000 બેડ છે. જ્યારથી આ હૉસ્પિટલ બનવાની શરૂ થઈ ત્યારથી તેના કન્સ્ટ્રક્શનનું લાઇવ સ્ટ્રીમિંગ સીસીટીવી ચાઇના પર કરવામાં આવી રહ્યું હતું. ચીનના મીડિયા મુજબ, અત્યાર સુધી તેને 40 મિલિયન લોકોએ લાઇવ જોયું છે. નિર્માણાધીન સાઇટ પર મશીનોની ફોજ લગાવી દેવામાં આવી હતી. જેની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ.
વીડિયોમાં જુઓ કેવી રીતે રેકોર્ડ સમયમાં તૈયાર થઈ હૉસ્પિટલ...
સ્થાનિક ટીવી ચેનલ મુજબ, ચીનની મેડિકલ આર્મીનો 1400નો સ્ટાફને ત્યાં સોમવારથી કામ પર લગાવવામાં આવશે. અહીં એક હજાર દર્દીઓની સારવાર થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હવે વુહાનમાં કોરોનાવાયરસથી પીડિત દર્દીઓ માટે કુલ મળીને 10 હજાર બેડ તૈયાર થઈ ગયા છે. આ ઉપરાંત ચીનના લેશેનશાન શહેરમાં વધુ એક હૉસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. તેનું કામ પણ બુધવાર સુધીમાં પૂરું થઈ જશે.
અહીં એક હજાર દર્દીઓની સારવાર થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
પહેલા પણ બનાવી છે આવી હૉસ્પિટલ
નોંધનીય છે કે, વર્ષ 2002માં સાર્સ વાયરસના કારણે ચીન અને હૉંગકૉંગમાં લગભગ 650 લોકો માર્યા ગયા હતા. તે સમયે પણ 6 એકરડમાં માત્ર 7 દિવસમાં અસ્થાઈ હૉસ્પિટલ બનાવવામાં આવી હતી. તેમાં પણ 1000 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.