ગંગા પ્રદૂષણ પર કાયદાની તૈયારી, કચરો ફેંકનારને 5 વર્ષની જેલ, 50 કરોડ દંડ : રિપોર્ટ

News18 Gujarati
Updated: November 17, 2019, 9:25 AM IST
ગંગા પ્રદૂષણ પર કાયદાની તૈયારી, કચરો ફેંકનારને 5 વર્ષની જેલ, 50 કરોડ દંડ : રિપોર્ટ
ગંગાની સ્વચ્છતા મામલે કેન્દ્ર સરકારનું કડક વલણ (પ્રતીકાત્મક તસવીર)

કેન્દ્ર સરકાર ગંગાને બચાવવા માટે એક ખાસ પોલીસ ફોર્સ પણ તૈયાર કરશે

  • Share this:
નવી દિલ્હી : ગંગામાં પ્રદૂષણ (Ganga Pollution) ફેલાવનારાઓ સામે હવે સરકાર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શીયાળુ સત્ર (Winter session of parliament)માં સરકાર ગંગાની સાફ-સફાઈ કાયમ રાખવા માટે બિલ રજૂ કરવાની છે. તેમાં ગંગામાં પ્રદૂષણ ફેલાવનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનો જોગવાઈ રાખવામાં આવી છે. અહેવાલ છે કે હવે આવું કરનારાઓને 5 વર્ષની જેલ તથા 50 કરોડ રૂપિયા સુધીનો દંડ પણ લાદવામાં આવી શકે છે.

ડ્રાફ્ટમાં શું જોગવાઈ રાખવામાં આવી છે?

અંગ્રેજી અખબાર 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ, જળશક્તિ મંત્રાલયે બિલનો મુસદ્દો તૈયાર કરી દીધો છે અને તેને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. આ બિલમાં 13 ચેપટર્સ છે. તેમાં ગેરકાયદેસર નિર્માણ કાર્ય, પાણીને વહી જતું અટકાવવું, ગંગામાં ગંદકી જેવી અનેક જોગવાઈઓ સામેલ છે.

આ છે સજાની જોગવાઈ

આ બિલમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ મંજૂરી વિના ગંગાની ધારાની વહેણમાં અડચણ ઊભી કરે છે તો પછી તેની પર વધુમાં વધુ 50 કરોડ રૂપિયા સુધીના દંડ લાગી શકે છે. આવી જ રીતે જો કોઈ ગંગાના કાંઠે રહેવા માટે ઘર કે બિઝનેસ માટે કોઈ બાંધકામ કરે છે તો તેને પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

ગંગા કાઉન્સિલ બનાવવાની તૈયારી
Loading...

અખબારના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર ગંગાને બચાવવા માટે એક ખાસ પોલીસ ફોર્સ પણ તૈયાર કરશે. આ ઉપરાંત વડાપ્રધાનની દેખરેખમાં નેશનલ ગંગા કાઉન્સિલ પણ બનાવવામાં આવશે. વડાપ્રધાન ઉપરાંત આ કાઉન્સિલમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના મુખ્યમંત્રી પણ હશે.

આ પણ વાંચો,

એક સમયે રાહુલ ગાંધી સાથે નામ જોડાયું હતું, હવે અદિતિસિંહ આમની દુલ્હન બનશે
દેશમાં કોના કાર્યકાળમાં સૌથી વધારે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું? કોના નામે નોંધાયો છે રેકોર્ડ?
First published: November 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com