ન્યૂઝ 18 ગુજરાતી : તામિલનાડુની પેરમ્બૂર વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન એક ઉમેદવારે ફોર્મ સાથે રજૂ કરેલું સોગંદનામું ચર્ચાનો વિષય બન્યું છે. અપક્ષ ઉમેદવાર જે. મોહનરાજે સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેમના પર વર્લ્ડ બેન્કની ચાર લાખ કરોડની લોન છે.
ઉમેદવારે જે સોંગદનામું દર્શાવ્યું છે તેમાં જણાવાયું છે કે તેમની પાસે એક લાખ છોતેર હજાર કરોડ 1,76,00,00,000ની કેશ છે. સોદંગનામા મુજબ તેમના પત્ની પાસે 2 લાખ 50 હજારની કિંમતના ઘરેણા છે.
સીએનએન ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં મોહનરાજે જણાવ્યું,“હું વર્ષ 2009થી જ ખોટું સોગંદનામું દાખલ કરી રહ્યો છું. મેં 2009માં જણાવ્યું હતું કે મારી પાસે 1,977 કરોડની સંપત્તિ છે. ત્યારે મેં સાઉથ ચેન્નાઈથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 2016માં હું બે બેઠકો પરથી ચૂંટણી લડ્યો હતો અને બંને સોગંદનામામાં ખોટી માહિતી આપી હતી. ત્યારે પણ મારા પર કોઈ તપાસ થઈ નહોતી. જો મોટા મોટા નેતાઓ પોતાના સોગંદનામામાં ખોટી માહિતી આપી શકે તો હું શા માટે ન આપી શકું.”
મોહનરાજના પત્નીએ આ વિશે કહ્યુ,“ અમારો હેતુ મતદારોને માહિતી આપવાનો છે કે જે નેતાઓ સોગંદનામા દ્વારા પોતાની સંપત્તિની માહિતી આપે છે, તે સાચી હોતી નથી તેથી તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ.”
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર