Home /News /national-international /

મુસ્લિમ હોવાથી વધારે ખરાબ છે દલિત હોવું: ક્રિસ્ટોફ જૈફ્રેલોટ

મુસ્લિમ હોવાથી વધારે ખરાબ છે દલિત હોવું: ક્રિસ્ટોફ જૈફ્રેલોટ

ક્રિસ્ટોફ જૈક્રોલોટ જયપુર સાહિત્ય ઉત્સવમાં 'ડોક્ટર આંબેડ્કર અને તેમના વારસા' વિષય પર આયોજીત એક સત્રમાં બોલી રહ્યા હતા.

ક્રિસ્ટોફ જૈક્રોલોટ જયપુર સાહિત્ય ઉત્સવમાં 'ડોક્ટર આંબેડ્કર અને તેમના વારસા' વિષય પર આયોજીત એક સત્રમાં બોલી રહ્યા હતા.

    જાણીતા ફ્રેંચ રાજકીય વિશ્લેષક ક્રિસ્ટોફ જૈક્રોલોટે કહ્યું છે કે અનામત ન હોવાની સ્થિતિમાં દલિતો ક્યાંક પહોંચી શક્યા ન હોત, 'મુસ્લિમ હોવું એ એટલું ખરાબ નથી જેટલું દલિત હોવું છે.'

    'ડોક્ટર આંબેડ્કર એન્ડ અનટચેબિલિટી'ના લેખકે શુક્રવારે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ હવે દલિત પર ધ્યાન આપી રહ્યા છે. કારણ કે આ સમાજની હવે 'વોટ બેંક' માટે ઉપેક્ષા કરવી સાલવે તેમ નથી.

    જૈફ્રોલોટે મીડિયાને એક ઉદાહરણ આપતા કહ્યું કે, 'જો કોઈ પણ પ્રકારની અનામન ન હોત તો આજે દલિતો ક્યાં હોત? જો તમે અનામત હટાવી દો છો તો તેઓ ક્યાં છે? પછી ક્યાંય કોઈ દલિત નહીં હોય. કારણ કે દલિત હોવું આજે પણ એક કલંક છે. મુસ્લિમ હોવું એ દલિત હોવા જેટલું ખરાબ નથી.'

    તેઓ જયપુર સાહિત્ય ઉત્સવમાં 'ડોક્ટર આંબેડ્કર અને તેમના વારસા' વિષય પર આયોજીત એક સત્રમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું, 'તેમણે (ભાજપે) દલિતો પર ધ્યાન દેવાનું શરૂ કર્યું છે. તેઓ સદ્ભાવને કારણે નહીં પરંતુ તેઓ તેમને વોટ બેંકની રીતે જોઈ રહ્યા છે. તેઓ ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો ઉપયોગ કરી રહ્યા છે.'
    Published by:Vinod Zankhaliya
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन