દંડથી બચવા ચલાવી એવી તરકીબ, ટ્રાફિક પોલીસ પણ રહી ગઈ દંગ!

News18 Gujarati
Updated: October 23, 2019, 1:33 PM IST
દંડથી બચવા ચલાવી એવી તરકીબ, ટ્રાફિક પોલીસ પણ રહી ગઈ દંગ!
કારની નંબર પ્લેટ પર લખાવ્યું AP CM Jagan

ટૉલ ટેક્સ અને ટ્રાફિક દંડથી બચવા કાર માલિકે નંબર પ્લેટના બદલે લખાવી દીધું AP CM JAGAN

  • Share this:
હૈદરાબાદ : નવો મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act) લાગુ થયા બાદ લોકો વધુ દંડથી બચવા માટે નવી-નવી યુક્તિઓ અપનાવવા લાગ્યા છે. અનેક વાહન માલિક ટ્રાફિક પોલીસ કે પાર્કિંગ ચાર્જથી બચવા માટે પોલીસ, પ્રેસ, જજ કે ધારાસભ્યના સ્ટીકરનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ હૈદરાબાદમાં એક વ્યક્તિએ જે કર્યું તે જોઈ પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઇ ગઈ. અહીં એક વ્યક્તિએ પોતાની કારની નંબર પ્લેટ પર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી (Jaganmohan Reddy)નું નામ લખાવી દીધું. આ કારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ વ્યક્તિએ પોતાની કાર પર AP CM JAGAN લખાવી દીધું હતું. એટલું જ નહીં, કારના માલિકે પોતાના વાહન પર સ્ટીકર તરીકે નહીં, પરંતુ આગળ અને પાછળ બંને તરફ નંબર પ્લેટોના બદલે લોખંડના પતરાથી મુખ્યમંત્રીનું નામ લખાવું દીધું હતું.

પોલીસે જણાવ્યું કે, 19 ઑક્ટોબરે ટ્રાફિક પોલીસ નિયમિત ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન જીદીમેતલામાં AP CM JAGANના નંબર પ્લેટની ગાડીને રોકવામાં આવી. કારના માલિક એમ. હરિ રાકેશ પૂર્વ ગોદાવરી જિલ્લાના નિવાસી છે. તેમણે જણાવ્યું કે, ટોલ ટેક્સ ન આપવો પડે અને ટ્રાફિક પોલીસથી બચવા માટે તેમણે સીએમના નામની નંબર પ્લેટ લગાવી દીધી હતી.પોલીસે કાર જપ્ત કરી

પોલીસે કાર જપ્ત કરી લીધી છે અને રાકેશની વિરુદ્ધ આઈપીસીની કલમ 420 અને 210 હેઠળ જીદીમેતલા પોલીસ સ્ટેશનમાં મામલો નોંધ્યો છે. હૈદરાબાદ ટ્રાફિક પોલીસના નિયમો મુજબ, ગાડીની નંબર પ્લેટ પર ફેન્સી શબ્દોથી લખેલું, નામ, ચિત્ર કે કોઈ પ્રકારની કલા મોટર વ્હીકલ અધિનિયમનું ઉલ્લંઘન છે.

આ પણ વાંચો,

દુખાવાથી કણસતી હતી ગાય, સર્જરી બાદ પેટમાંથી કાઢ્યું 52 કિલો પ્લાસ્ટિક!
દારૂ પીને આવેલા પતિની આંગળી પત્નીએ કરડી ખાધી, પછી થયા આવા હાલ
First published: October 23, 2019, 1:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading