ચંદ્રયાન-3માં પહેલા જેવી દુર્ધટનાથી બચાવવા આ વખતે વિક્રમ લેન્ડરમાં ખાલી 4 એન્જિન જ રહેશે

News18 Gujarati
Updated: September 17, 2020, 3:09 PM IST
ચંદ્રયાન-3માં પહેલા જેવી દુર્ધટનાથી બચાવવા આ વખતે વિક્રમ લેન્ડરમાં ખાલી 4 એન્જિન જ રહેશે
પ્રતિકાત્મક તસવીર

આ વખતે ઇસરો પોતાની જૂની કોઇ પણ ભૂલ રિપિટ કરવા નથી ઇચ્છતો. આજ કારણે ચંદ્રયાન 3ને ચંદ્રની સપાર્ટી પર ઉતારવા પહેલા તે જમીન પર જ તેના તમામ યોગ્ય પરીક્ષણ કરવા માંગે છે.

  • Share this:
ભારતીય અંતરીક્ષ અનુસંધાન કેન્દ્ર એટલે કે ઇસરો (ISRO)એ ચંદ્ર મિશન હેઠળ ચંદ્રયાન-3 (Chandrayaan-3) 2021ને લોન્ચ કર્યું છે. ચંદ્રયાન-2 (Chandrayaan-2)ની જેમ આમાં ઓર્બિટર નથી. પણ તેમાં એક લેન્ડર અને એક રોવર હશે. આ પૂરા મિશનની ખાસ વાત એ છે કે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં પાંચ એન્જિન હતા. જ્યારે આ વખતે તેમાં ચંદ્રયાન-3માં ખાલી 4 એન્જિન હશે. ચંદ્રની ચારે તરફ ફરતા ચંદ્રયાન-2ના ઓર્બિટરની સાથે લેન્ડર રોવર સંપર્ક બનાવશે. જેથી આ મિશનને સફળ થવામાં આસાની રહેશે.

ચંદ્રયાન-2માં વિક્રમ લેન્ડરની ચારે બાજુ પર એક એક ઇન્જિન લગાવવામાં આવશે. જ્યારે વચ્ચે એક મોટું એન્જિન લગાવવામાં આવ્યું હતું. જ્યારે ચંદ્રયાન-3માં વચ્ચે લાગેલું મોટું એન્જિનને નીકાળી દેવામાં આવ્યું છે. ચંદ્રયાન-3નું વજન ખૂબ જ ઓછું હશે. નવા મશીનમાં અનેક વસ્તુઓને દૂર કરવામાં આવી છે.

ચંદ્રયાન-3 મિશનને સફળ બનાનવા માટે ઇસરોએ તેમાં અનેક રીતના ફેરફાર કર્યા છે. આ વચ્ચે એન્જિન હટાવવાથી લેન્ડરનું વજન પણ ઓછું થયું પણ કિંમતમાં વધારો થયો છે. વધુમાં ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરવા માટે લેન્ડરના પગમાં પણ બદલાવ કરવામાં આવ્યા છે. આ સિવાય લેન્ડરમાં લેન્ડર ડોપ્લર વેલોસીટર પણ લગાવવામાં આવ્યું છે. જેથી લેન્ડરની ગતિની સટિક જાણકારી પણ મળી શકે.

વધુ વાંચો : PM Modi Birthday : મોદીના તે ખાસ શબ્દો, જેનો તે અનેકવાર ઉપયોગ કરી ચૂક્યા છે.

આ વખતે ઇસરો પોતાની જૂની કોઇ પણ ભૂલ રિપિટ કરવા નથી ઇચ્છતો. આજ કારણે ચંદ્રયાન 3ને ચંદ્રની સપાર્ટી પર ઉતારવા પહેલા તે જમીન પર જ તેના તમામ યોગ્ય પરીક્ષણ કરવા માંગે છે. આ માટે બેંગલુરુથી 215 કિલોમીટર દૂર છલ્લાકેરેની પાસે ઉલાર્થી કવાલૂમાં નકલી ચાંદના ગડ્ડા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઇસરોએ આ માટે ટેન્ડર પર જાહેર કર્યા છે. ઇસરોનું કહેવું છે કે જલ્દી જ કોઇ કંપની મળી જાય છે 24.2 લાખ રૂપિયાની કિંમત સાથે ખાડા બનાવી આપે.


ચંદ્રયાન-2ને ગત વર્ષે 22 જુલાઇના રોજ અવકાશમાં મૂકવામાં આવ્યો હતો. તેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાની યોજના હતી. પણ લેન્ડર વિક્રમે સાત સપ્ટેમ્બરે હાર્ડ લેન્ડિગ કરી અને પ્રથમ પ્રયાસમાં જ તે પૃથ્વીના ઉપગ્રહની સપાટી ટચ કરવાના ભારતના સપનાને તોડી નાંખ્યું. આ અભિયાન હેઠળ આર્બિટર જે ત્યા મોકલવામાં આવ્યું છે તે સારું કામ કરી રહ્યું છે. અને તે હજી પણ જાણકારી મોકલી રહ્યું છે. ચંદ્રાયન 1ને 2008માં પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું.
Published by: Chaitali Shukla
First published: September 17, 2020, 3:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading