પશ્ચિમ બંગાળમાં રાજકીય હત્યાઓ અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં ટીએમસી અને બીજેપીના કાર્યકરો વચ્ચે અથડામની ઘટનાઓ સામે આવતી રહે છે. આ દરમિયાન બંને પક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના ઉત્તર પરગણા અને બશીરહાટના બે ગામમાં માહોલ ખૂબ જ ખરાબ છે. શનિવારે બીજેપીના પ્રદીપ મંડળ નામના કાર્યકરને ટીએમસીના કાર્યકરે કથિત રીતે ગોળી મારી દીધી હતી, જે બાદમાં તેનું મોત થઈ ગયું હતું.
પ્રદીપની પત્ની પદ્મા મંડલે કહ્યું કે, મંડળ જમાઈ ષષ્ઠી તહેવારમાં ભાગ લેવા માટે પોતાની સાસરીમાં આવ્યા હતા. સાસરીમાં પહોંચ્યાના થોડા સમય પછી તેના પતિને ફોન આવ્યો હતો કે અમુક ગ્રાહકો તેમની કપડાંની દુકાને આવ્યા છે. જે બાદમાં તેઓ પરત જતા રહ્યા હતા.
અંગ્રેજી વર્તમાનપત્ર ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે પદ્માએ કહ્યુ કે તૃણમૂલ સાથે જોડાયેલા અમુક સ્થાનિક લોકોએ મારા પતિ પર હુમલો કરવા માટે ષડયંત્ર રચ્યું હતું. તેઓ પોતાના ઘરેથી નીકળતા જ તૃણમૂલના કોંગ્રેસના કાર્યકરોએ દુકાનમાં તોડફોડ શરૂ કરી હતી. મારા પતિ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. લોકોએ મારા પતિને ખેતરમાં દોડાવ્યા હતા અને ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
40 વર્ષીય મંડળ સંદેશખલી વિસ્તારમાં બીજેપીના સક્રિય કાર્યકર હતા. પ્રદીપ કાપડની દુકાન ચલાવતા હતા, અને માછલી ઉછેરનું કામ કરતા હતા. તેમના પરિવારમાં માતા, પત્ની, બે બાળકો અને બે ભાઈ છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર