બંગાળમાં ફરી ભડકી હિંસા, TMC કાર્યકર્તાઓના ઘર પર ફાયરિંગ, ત્રણનાં મોત

News18 Gujarati
Updated: June 15, 2019, 3:01 PM IST
બંગાળમાં ફરી ભડકી હિંસા, TMC કાર્યકર્તાઓના ઘર પર ફાયરિંગ, ત્રણનાં મોત
પ્રતીકાત્મક તસવીર

તૃણમૂલના કાર્યકરોના ઘરે બોમ્બ ફેંકી, ફાયરિંગ કરી કરવામાં આવી હત્યા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા રોકાવવાનું નામ નથી લઈ રહી. રાજ્યના મુર્શિદાબાદમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તા ખૈરુદ્દીન શેખ અને સોહેલ રાણાના ઘરે ગત રાત્રીએ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ બોમ્બ ફેંક્યા બાદ ફાયરિંગ પણ કરવામાં આવ્યું જેમાં ત્રણ લોકોનાં મોત થયા છે. ત્યારબાદ તેમને તાત્કાલીક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમના મોત થયા.

હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે. જિલ્લા ટીએમસી નેતા અબુ તાહેરે કહ્યું કે માર્યા ગયેલા ત્રણે લોકો ટીએમસી કાર્યકર્તાના સંબંધી છે. પોલીસે મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, ખૈરુદ્દીન શેખના દીકરા મિલન શેખે કહ્યું કે, અમે લોકો અમારા ઘરમાં સૂઈ રહ્યા હતા, ત્યારે અમારી ઘર પર બોમ્બ ફેંકી દીધો. થોડા દિવસ પહેલા મારા કાકાને પણ મારી દેવામાં આવ્યા હતા. તેની પાછળ કોંગ્રેસ છે.

આ પણ વાંચો, MP: BJP નેતાની હત્યા કરી લાશ રેતીમાં દાટી, ઉપર લખ્યું 'THE END'

આ પહેલા બશીરહાટ લોકસભા ક્ષેત્રના હાસનાબાદમાં એક મહિલા ભાજપ કાર્યકતાની માથામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ઘટનાસ્થળે ભારે પોલીસ દળને તહેનાત કરવામાં આવ્યો છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ અનુાર આ હત્યા રાજકીય હિંસાના કારણે થઈ છે તે વાતની હજુ કોઈ જાણકારી નથી મળી શકી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ બશીરહાટમાં જ રાજકીય હિંસામાં બે ભાજપ કાર્યકર્તાઓ અને એક તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર દેશમાં રાજનીતિ ગરમાઈ હતી. એક તરફ ભાજપે આરોપ લગાવ્યો હતો કે હત્યાની પાછળ ટીએમસીનો હાથ છે, બીજી તરફ ટીએમસીનું કહેવું હતું કે આ ભાજપનું કાવતરું છે.
First published: June 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...