Home /News /national-international /TMC Protests in Delhi:ટીએમસી સાંસદોએ ગૃહ મંત્રાલય સામે કર્યો વિરોધ, અમિત શાહ પાસે માંગ્યો મુલાકાતનો સમય
TMC Protests in Delhi:ટીએમસી સાંસદોએ ગૃહ મંત્રાલય સામે કર્યો વિરોધ, અમિત શાહ પાસે માંગ્યો મુલાકાતનો સમય
પશ્ચિમ બંગાળમાં શાસક ટીએમસી પ્રતિનિધિમંડળે ગૃહ મંત્રાલયની બહાર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. (તસવીર- ANI/Twitter)
TMC Protests in Delhi: ટીએમસી (TMC)ના પ્રવક્તા સાકેત ગોખલે(saket gokhale) કહ્યું કે, "અંતે, અમારી ચિંતાઓ ખૂબ જ વાજબી છે અને ગૃહમંત્રી (Minister of Home Affairs)ની ફરજ છે કે તેઓ અમારી ફરિયાદો સાંભળે. જો તેઓ પક્ષપાતી નહીં હોય તો તેઓ ચોક્કસપણે અમારી મદદ કરશે."
નવી દિલ્હી: ત્રિપુરા (Tripura)માં પોલીસની કથિત કાર્યવાહીના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદો દિલ્હી પહોંચ્યા છે. 16 સભ્યોના પ્રતિનિધિમંડળે સોમવારે ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs)ની બહાર પ્રદર્શન કર્યું હતું. ટીએમસી નેતા સયાની ઘોષની ધરપકડના સંદર્ભમાં સાંસદો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાતના સમયની માંગ કરી રહ્યા છે.
ત્રિપુરા પોલીસે ટીએમસીના યુવા મોરચા પ્રમુખ અને બંગાળી અભિનેત્રી સયોની ઘોષ (Saayoni Ghosh)ની ધરપકડ કરી હતી. તેમના પર રાજ્યના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેવના કાર્યક્રમમાં હંગામો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
પશ્ચિમ બંગાળમાં ટીએમસીના સત્તાધારી પ્રતિનિધિમંડળે ગૃહ મંત્રાલયની બહાર નારાજગી વ્યક્ત કરી હતી. મીડિયા અહેવાલો સૂચવે છે કે ભાજપ અને ટીએમસી વચ્ચે ચાલી રહેલા તણાવને અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન અને 12 સંસ્થાઓની ચૂંટણી સાથે જોડવામાં આવ્યો છે. આ ચૂંટણીઓ 25 નવેમ્બરે થવાની છે. આ વિરોધ પ્રદર્શનમાં સુખેન્દુ શેકર રોય, કલ્યાણ બેનર્જી, ડેરેક ઓ બ્રાયન, સૌગત રોય અને ડોલા સેન હાજર હોવાના અહેવાલ છે.
ટીએમસી નેતા ઓ બ્રાયને સોમવારે ટ્વીટ કર્યું હતું કે, "ગૃહમંત્રી શ્રી અમિત શાહ સર. એઆઈટીસીના અધિકારીઓ પર ઘાતકી હુમલા થયા હતા. ત્રિપુરામાં મીડિયા સભ્યોને પણ માર મારવામાં આવ્યો હતો. આવા હુમલા અગાઉ ક્યારેય થયા નથી. ખોટા આરોપોમાં ધરપકડ કરવામાં આવી. તૃણમૂલના 16 સાંસદો દિલ્હી પહોંચી ગયા છે. સર, કૃપા કરીને આજે અમને મળવાનો સમય આપો. અમે ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ."
ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલે કહે છે, "અંતે, અમારી ચિંતાઓ ખૂબ જ વાજબી છે અને ગૃહમંત્રીની ફરજ છે કે તેઓ અમારી ફરિયાદો સાંભળે. જો તેઓ પક્ષપાતી નહીં હોય તો તેઓ ચોક્કસપણે અમારી મદદ કરશે." ગોખલેએ કહ્યું કે ટીએમસીનું પ્રતિનિધિમંડળ મુખ્યત્વે ઘોષની ધરપકડ અંગે ચર્ચા કરવા પહોંચ્યું છે. ઘોષ પર હત્યાના પ્રયાસ સહિતના અનેક આરોપો છે.
મળતી માહિતી મુજબ વિભાગીય પોલીસ અધિકારી રમેશ યાદવે જણાવ્યું હતું કે સયાની ઘોષની મુખ્યમંત્રી સામેની ટિપ્પણી બદલ સયાની ઘોષ સામે કલમ 307 (હત્યાનો પ્રયાસ), કલમ 153એ (બે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. યાદવે કહ્યું કે ઘોષ અને તેમની સાથે આવેલા કેટલાક લોકોએ મુખ્યમંત્રીની બેઠક દરમિયાન કથિત રીતે પથ્થરમારો કર્યો હતો.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર