મોબ લિન્ચિંગ : 49 હસ્તીઓએ PM મોદીને પત્ર લખ્યા બાદ સાંસદ નુસરત જહાંએ કહી આ વાત

News18 Gujarati
Updated: July 25, 2019, 9:04 AM IST
મોબ લિન્ચિંગ : 49 હસ્તીઓએ PM મોદીને પત્ર લખ્યા બાદ સાંસદ નુસરત જહાંએ કહી આ વાત
નુસરત (ફાઇલ તસવીર)

ટીએમસી સાંસદ નુસરત જહાંએ પોતાના પત્રમાં લખ્યું, "ભગવાન રામના નામે હત્યા કરવામાં આવી રહી છે."

  • Share this:
દેશમાં વધી રહેલી 'ભીડ હિંસા' (મોબ લિન્ચિંગ)ની ઘટનાઓ બાદ ફિલ્મકાર શ્યામ બેનેગલ તેમજ દિગ્દર્શક અનુરાગ કશ્યપ સહિત 49 હસ્તીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર લખ્યો છે. આ બાબતે ટીએમસી સાંસદ નુસરત જહાંએ પણ પોતાનો પક્ષ રાખ્યો છે. સાંસદ બન્યા બાદ મીડિયામાં ખૂબ ચાહના મેળવી રહેલી નુસરતે ટ્વિટ કરીને પોતાનો વિચાર રજૂ કર્યો છે. નુસરતે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર એક પત્ર પોસ્ટ કર્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, "આજે તમામ લોકો વીજળી, વિમાની સેવા જેવા મુદ્દા ઉઠાવી રહ્યા છે ત્યારે મને આનંદ છે કે આપણા સમાજે "મનુષ્યનું જીવન" જેવો ખૂબ જ ઠોસ મુદ્દો ઉઠાવ્યો છે."

નુસરત જહાંએ પોતાના પત્રમાં લખ્યું છે કે, "મને દેશના નાગરિકોથી આશા છે કે તેઓ પોતાનો અવાજ ઉઠાવશે અને આના માટે પોતાનું યોગદાન આપશે. હેટ ક્રાઇમ અને મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓ દેશમાં વધી રહી છે. વર્ષ 2014થી 2019 વચ્ચે સૌથી વધારે આવી ઘટનાઓ બની હતી. આવી ઘટનાઓમાં દલિતો, મુસલમાનો અને પછાત જાતિના લોકોને સૌથી વધારે નિશાન બનાવવામાં આવ્યા છે. 2019થી લઈને અત્યાર સુધી હેટ ક્રાઇમ અને ચાર હત્યા થઈ ચુકી છે. આ તમામ દલિતો અને લઘુમતિ સમાજના હતા."નુસરત આગળ લખે છે કે, "ગૌરક્ષા અને બીફ ખાવાની અફવાઓ બાદ નાગરિકો પર હુમલા કરવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. સરકારની નિષ્ક્રિયતાથી ચિંતા ઉભી થઈ રહી છે." પોતાના પત્રમાં નુસરતે પહલૂ ખાન, તબરેઝ અને અન્ય પીડિતાના નામનો ઉલ્લેખ કર્યો છે, આ લોકો મોબ લિન્ચિંગનો શિકાર બન્યા હતા.

નુસરત જહાંએ પોતાના પત્રમાં લખ્યું, "ભગવાન રામના નામે હત્યા કરવામાં આવી રહી છે. ગત વર્ષે સુપ્રીમ આવી ઘટનાઓ રોકવાનો આદેશ આપી ચુકી છે, પરંતુ સરકાર ચૂપ છે. હું સરકારને આગ્રહ કરું છું કે મોબ લિન્ચર્સ દ્વારા લોકતંત્ર પર હુમલાઓને રોકવા માટે કાયદો બનાવવામાં આવે."

નુસરતે પત્રના અંતમાં ઇકબાલની રચના "સારે જહાં સે અચ્છા"ની અમુક લાઇનો લખી છે. "મઝહબ નહીં શીખાતા આપસ મેં બૈર રખના, હિન્દી હૈ હમ, હિ્દોસ્તાં હમારાં."
First published: July 25, 2019, 9:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading