Home /News /national-international /

કોલકાતાના 'બોગસ કેમ્પ'માં રસી લેનારા ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તીની તબિયત બગડી

કોલકાતાના 'બોગસ કેમ્પ'માં રસી લેનારા ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તીની તબિયત બગડી

ફાઇલ તસવીર.

Kolkata Vaccine Scam: મિમીએ ચાર દિવસ પહેલા શહેરના કસ્બા વિસ્તારમાં આયોજિત એક કેમ્પમાં કોરોનાની વેક્સીન લીધી હતી. રસી લીધા બાદ તેમને કંઈક ગોટાળાની શંકા પડી હતી અને તેમણે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

    કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં 'બોગસ' રસીકરણ કેમ્પ (Kolkata Vaccine Scam)નો શિકાર બનેલા તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ મિમી ચક્રવર્તી (TMC MP Mimi Chakraborty)ની તબિયત શુક્રવારે બગડી છે. તેમણે ચાર દિવસ પહેલા શહેરના કસ્બા વિસ્તારમાં આયોજિત એક કેમ્પમાં કોરોનાની વેક્સીન લીધી હતી. રસી લીધા બાદ તેમને કંઈક ગોટાળાની શંકા પડી હતી અને તેમણે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ અંગે તપાસ કરતા વેક્સીનનો મોટો ગોટાળો સામે આવ્યો હતો. હાલ ઘરે જ તેમની સારવાર ચાલી રહી છે.

    હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તી વેક્સીન લીધા બાદ બીમાર પડી ગયા છે. શનિવારે સવારે ડૉક્ટર તેમના ઘરે પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમને પેટમાં અસહ્ય દુઃખાવો થઈ રહ્યો છે તેમજ ખૂબ પરસેવો વળી રહ્યો છે. તેમને હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી હતી. જોકે, તેમણે પોતાના ઘરે જ સારવાર લેવાની વાત કરી હતી.

    આ પણ વાંચો: વડોદરા: પરિણીતાને દિવસ રાત ફોન કરી પરેશાન કરી મૂકનાર રોમિયોની જાહેરમાં ધોલાઈ, Live વીડિયો

    રિપોર્ટ પ્રમાણે ચક્રવર્તીને પહેલાથી જ સ્વાસ્થ્ય સંબંધી પરેશાની છે. જોકે, હજુ સુધી એવું સ્પષ્ટ નથી થયું કે તેમને ઇન્જેક્શનને કારણે કોઈ પરેશાની થઈ છે કે કેમ. આ અઠવાડિયાની શરૂઆતમાં ટીએમસી સાંસદને એક વેક્સીન કેમ્પમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. વેક્સીન લીધા બાદ એસએમએસ ન મળ્યા બાદ તેમને આ પ્રક્રિયામાં કોઈ ગરબડ હોવાની શંકા પડી હતી.

    આ પણ વાંચો: પોલીસનું વાહન ચોરીને ઝારખંડથી બિહાર પહોંચી ગયો ચોર, પકડ્યો તો પોલીસ સ્ટેશનમાંથી ભાગી થઈ ગયો!

    તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી હતી કે વેક્સીની ભલે નકલી હતી પરંતુ તે હાનિકારક ન હતી. સાંસદે જણાવ્યું કે, કેમ્પ પર ઉપયોગમાં લેવામાં આવતા વાયલ્સને તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. આગામી ચાર-પાંચ દિવસમાં તેનું પરિણામ આવી શકે છે.

    શું છે 'વેક્સીન ગોટાળો'?

    કોલકાતામાં થોડા સમયથી 'બોગસ વેક્સીન કેમ્પ'ની ચર્ચા ચાલી રહી છે. અહીં દેબાંજન દેવ નામના એક વ્યક્તિએ પોતાને આઈએએસ અધિકારી જણાવીને વેક્સીન કેમ્પનું આયોજન કર્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ટીએમસી સાંસદ સહિત બે હજારથી વધારે લોકોએ વેક્સીન લીધી હતી. આ અંગે ખુલાસો થયા બાદ પોલીસ વેક્સીન કેમ્પ ખાતે પહોંચી હતી. પોલીસને અહીંથી ઉપયોગમાં લેવામાં આવતા વાયલ પર એક એન્ટિબાયોટિક ઇન્જેક્શનનું બોગસ લેબલ મળ્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Corona vaccine, Coronavirus, Mimi Chakraborty, Tamil Nadu, TMC, સાંસદ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन