26 જાન્યુઆરીની પરેડમાં બંગાળની ઝાંખીને મંજૂરી નહીં, TMCએ લગાવ્યો આરોપ

26 જાન્યુઆરીની પરેડમાં બંગાળની ઝાંખીને મંજૂરી નહીં, TMCએ લગાવ્યો આરોપ
ફાઈલ તસવીર

પ્રદેશ બીજેપીએ કહ્યું કે ટીએમસી સરકારના પ્રસ્તાવને મોકલવામાં નિયમ અને પ્રક્રિયાનું પાલન કર્યું નથી. એટલા માટે મમતા બેનર્જી સરકારનો પ્રસ્તાવ નકારવામાં આવ્યો છે.

 • Share this:
  કોલકાત્તાઃ તૃણમૂલ કોંગ્રેસે (TMC)ગણતંત્ર દિવસ (Republic Day)પરેડમાં પશ્વિમ બંગાળની ઝાંખી (Tableau)ના પ્રસ્તાવને મંજૂરી મળી નથી. ત્યારબાદ કેન્દ્ર સરકાર (Central Government) પહેલો હુમલો કર્યો છે. ટીએમસીએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદા 2019 (CAA 2019) વિરુદ્ધ રાજ્યમાં પ્રદર્શનના કારણે કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. પાર્ટીને મંજૂરી નહીં આપવાના કારણે રાજ્ય અને પશ્વિમ બંગાળના લોકોનું અપમાન ગણાવ્યું છે.

  ટીએમસી ઉપર પ્રતિક્રિયા આપતા પ્રદેશ બીજેપીએ કહ્યું કે ટીએમસી સરકારના પ્રસ્તાવને મોકલવામાં નિયમ અને પ્રક્રિયાનું પાલન કર્યું નથી. એટલા માટે મમતા બેનર્જી સરકારનો પ્રસ્તાવ નકારવામાં આવ્યો છે. રક્ષા મંત્રાલયે બુધવારે પશ્વિમ બંગાળની ઝાંખીના પ્રસ્તાવને નકાર્યો હતો.  આ પણ વાંચોઃ-Bigg Boss 13: માહિરા શર્માના પગે પડી રશ્મિ દેસાઈ, હાથ જોડીને કરી આવી વાત

  આ પ્રસ્તાવને રદ્દ કરવામાં આવ્યા પછી ટીએમસી નેતા મદન મિત્રા (Madan Mitra)એ કહ્યું કે, આ બંગાળ માટે નથી. દિલ્હીને બંગાળથી ડર લાગે છે. તે દિલ્હીમાં બંગાળની ઝાંખીને રદ્દ કરી શકે છે. બંગાળમાં NRC અને CAAને બંગાળ રદ્દ કરી દેશે.

  આ પણ વાંચોઃ-દૂધ બાદ હવે આઈસક્રિમ મોંઘી થશે, આટલી વધશે કિંમતો

  રક્ષા મંત્રાલયએ (Defence Ministry) કહ્યું કે, એક વિશેષજ્ઞ સમિતિના બે ચરણમાં પશ્વિમ બંગાળ (West Bengal)સરકારના પ્રસ્તાવની તપાસ કરી હતી. વિશેષજ્ઞ સમિતિની બીજી બેઠકમાં સમજી વિચાર્યા બાદ પશ્વિમ બંગાળ સરકારની ઝાંખીના પ્રસ્તાવને આગળ ન વધાર્યો. ત્યારબાદ તેને નકારી દીધો હતો.

  આ પણ વાંચોઃ-વડોદરા : રિક્ષા અને કાર ધડાકાભેર અથડાતા બે લોકોનાં મોત, કાર ચાલકની ધરપકડ

  આ સાથે જણાવ્યું હતું કે, પશ્વિમ બંગાળ સરકારની ઝાંખીને ગણતંત્ર દિવસ 2019માં ભાગ લેવા અંગે શોર્ટલિસ્ટ કરી હતી. આ પ્રક્રિયા અંતર્ગત પસંદ કરવામાં આવી હતી. મંત્રાલયને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 32 અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના 24 પ્રસ્તાવો મળ્યા હતા. મંત્રાલયે કહ્યું કે બંગાળ અને મહારાષ્ટ્રની સાથે અનેક બીજેપી શાસિત રાજ્યોના પ્રસ્તાવોને પણ નકાર્યા છે.
  Published by:ankit patel
  First published:January 02, 2020, 19:04 pm