પોલીસ-વકીલ વિવાદ : મહિલા DCP વકીલોથી જીવ બચાવીને ભાગ્યાં હતાં

News18 Gujarati
Updated: November 8, 2019, 9:24 AM IST
પોલીસ-વકીલ વિવાદ : મહિલા DCP વકીલોથી જીવ બચાવીને ભાગ્યાં હતાં
ડીસીપી જીવ બચાવીને ભાગ્યા.

ઘટના સમયે હાજર ડીસીપીના ઑપરેટરના કહેવા પ્રમાણે ભીડે મારપીટ બાદ મહિલા અધિકારીને ગાળો પણ ભાંડી હતી, જે બાદ ડીસીપી રડી પડ્યાં હતાં.

  • Share this:
નવી દિલ્હી : તીસ હજારી કોર્ટ (Tis Hazari)માં વકીલો અને પોલીસ વચ્ચેના વિવાદમાં ડીસીપી (DCP) નૉર્થ મોનિકા ભારદ્વાજ અને તેના સ્ટાફ પર હુમલો થવાનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અમુક વકીલો ડીસીપી મોનિકા ભારદ્વાજ અને તેની સાથે હાજર પોલીસવાળાઓને ઘેરતા અને તેમની સાથે મારપીટ કરતા નજરે આવે છે. આ દરમિયાન વકીલો મહિલા ડીસીપી સાથે મારપીટ કરવા ઉપરાંત તેમની ટોપી પણ છીનવી લે છે.

ડીસીપીના સ્ટાફ સાથે મારપીટ

આ વીડિયોમાં જોઈ શકાય છે કે વકીલોની ભીડ એટલી ઉગ્ર બની ગઈ હતી કે મહિલા ડીસીપી પોતાની જીવ બચાવવા માટે પોતાના સ્ટાફ સાથે ભાગી રહ્યા છે. આ દરમિયાન તેમના પર ફરી હુમલો થાય છે. વીડિયોમાં એવું પણ જોઈ શકાય છે કે વકીલો તેમની ટોપી પણ છીનવી લે છે અને તેમના પર ફરીથી હુમલો થાય છે. સાથે જ તેમની સાથે ગેરવર્તન પણ કરવામાં આવે છે. એટલું જ નહીં ભીડે ડીસીપીના સ્ટાફ સાથે પણ મારપીટ કરી હતી.

મહિલા ડીસીપીને ગાળો ભાંડી

સાથે જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ડીસીપી મોનિકા ભારદ્વારજનો ઑપરેટર (જે ઘટના સમયે તેની સાથે હતો) ઘટનાની આપવીતી પોતાના એક સાથી પોલીસકર્મીને કહી રહ્યો છે. આ ઑડિયોમાં ઑપરેટર જણાવી રહ્યો છે કે કેવી રીતે ડીસીપી મોનિકા ભારદ્વાર સાથે મારપીટ કરવામાં આવી હતી. આ તમામ પુરુષ વકીલો કરી રહ્યા હતા, તેમની સાથે કોઈ મહિલા ન હતી. આ દરમિયાન મહિલા ડીસીપીને ગાળો પણ ભાંડવામાં આવી હતી.

આ પણ વાંચો : JEE એક્ઝામના મુદ્દે બીજેપીએ મમતા બેનરજીને વળતો જવાબ આપ્યો

ઑપરેટરે જણાવ્યું હતું કે ડીસીપી મેડમને બચાવવા જતા ભીડે તેની સાથે મારપીટ કરી હતી. આપવીતી કહેતાં કહેતાં ઑપરેટર રડી પડ્યો હતો. ઑપરેટરે કહ્યુ કે, હું બેભાન બની ગયો હોવા છતાં પોલીસે મારા મોઢાં પર લાતો મારી હતી. મને એટલો મારવામાં આવ્યો કે મારા કાનનો પડદો ફાટી ગયો હતો. ઑપરેટરે જણાવ્યું કે આ મારપીટ દરમિયાન ગાળો પણ ભાંડવામાં આવી હતી, જે બાદમાં ડીસીપી પણ રડી પડ્યાં હતાં.

SITને અનેક પુરાવા મળ્યા, અનેક વકીલોની ઓળખ થઈ

તીસ હજારી કોર્ટની ઘટનામાં તપાસ કરી રહેલી SIT (Special Invesigation Team)ને કોર્ટમા લાગેલા ડઝન જેટલી સીસીટીવી ફૂટેજમાંથી મહત્વના પુરાવા મેળવ્યા છે. ઘટનામાં સામેલ 10 વકીલની ઓળખ કરી લેવામાં આવી છે. સીસીટીવી તોડવામાં આવ્યાના પુરાવા પણ મળી આવ્યા છે. પોલીસે સ્થાનિક લોકોની મદદથી પણ મહત્વની જાણકારી મેળવી છે. આ લોકો ઘટના સમયે ત્યાં હાજર હતા. ઘટના સમયે હાજર અનેક પોલીસકર્મીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. ઘાયલ પોલીસકર્મીઓના નિવેદન પણ લેવામાં આવશે.

આ પણ વાંચો : પાક. એજન્ટે સેનાના જવાનને અશ્લીલ ડાન્સ બતાવી હનીટ્રેપમાં ફસાવ્યો
First published: November 8, 2019, 8:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading