Home /News /national-international /BIG NEWS: તમિલનાડુનાં અનાથાશ્રમમાં ફૂડ પોઇઝનિંગનાં કારણે ત્રણ બાળકોનાં મોત, 8 હોસ્પિટલમાં દાખલ

BIG NEWS: તમિલનાડુનાં અનાથાશ્રમમાં ફૂડ પોઇઝનિંગનાં કારણે ત્રણ બાળકોનાં મોત, 8 હોસ્પિટલમાં દાખલ

તમિલનામાં ફૂડ પોઇઝનિંગનાં કારણે ત્રણ બાળકોનાં મોત

Food Poisoning in Tamil Nadu: તમિલનાડુમાં તિરૂપ્પુરના એક ચિલ્ડ્રન હોમમાં ફૂડ પોઇઝનિંગનાં કારણે ત્રણ બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો તો અન્ય 8 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

     તિરૂપ્પુર: તમિલનાડુમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના બની હતી જેમાં ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના ફૂડ પોઇઝનિંગની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટના તિરૂપ્પુરના એક ચિલ્ડ્રન હોમની છે જેમાં ફૂડ પોઇઝનિંગના કારણે ત્રણ બાળકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.



    11 બાળકોને હોસ્પિટલમાં કરાયા દાખલ

    તંત્રની ટિમ સમગ્ર ઘટનાને લઈને કામે લાગી ગઈ છે. 11 બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે તમિલનાડુનાં તિરૂપ્પુરમાં તંત્રની ટીમે ટીમે તપાસ શરૂ કરી દીધી છે.

    આ પણ વાંચો: થાઈલેન્ડમાં અંધાધૂંધ ગોળીબાર, 22 બાળકો સહીત 34નાં મોત, પૂર્વ પોલીસ અધિકારીએ પોતાના સંતાન-પત્નીને પણ રહેંસી નાખ્યા

    રાત્રે ભોજનમાં રસમ અને લાડુ ખાધા હતા

    PTI એ જણાવેલી માહિતી અનુસાર બાળકોએ બુધવારે રાત્રે ભોજનમ રસમ અને લાડુ ખાધા હતા અને સાથે ભાત ખાવામાં આવ્યા હતા. એના થોડા સમય બાદ બાળકોની તબિયત બગડી હતી અને પાછલથી સવારે તેમણે નાસ્તો કર્યો હતો ત્યાર બાદ હાલત વધારે જ ખરાબ થઇ જતા તેઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ફૂડ પોઇઝનિંગની ઘટનામાં અમુક બાળકો બેભાન થઇ ગયા હતા તો અમુક બાળકોની હાલત વધારે જ ખરાબ થઇ ગઈ હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: National news, Tamilnadu

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन