Home /News /national-international /2.3 લાખ કરોડની અઢળક સંપત્તિ: ભૂટાન જેવા નાના નાના 40 દેશોના GDP જેટલી છે તિરુપતિ મંદિરની સંપત્તિ

2.3 લાખ કરોડની અઢળક સંપત્તિ: ભૂટાન જેવા નાના નાના 40 દેશોના GDP જેટલી છે તિરુપતિ મંદિરની સંપત્તિ

તિરુપતિ મંદિર (ફાઈલ ફોટો)

તિરુપતિ વેંકટેશ્વર મંદિરનું મેનેજમેન્ટ કરનારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે પહેલી વાર કુલ સંપત્તિની જાહેરાત કરી છે.

    તિરુપતિ: તિરુપતિ વેંકટેશ્વર મંદિરનું મેનેજમેન્ટ કરનારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે પહેલી વાર કુલ સંપત્તિની જાહેરાત કરી છે. તિરુપતિ મંદિર પાસે 2.3 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

    તિરુપતિ મંદિરની કુલ સંપત્તિ 2.3 લાખ કરોડ


    1933માં સ્થાપના બાદ પહેલી વાર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે સંપત્તિનું વિવરણ આપ્યું છે. ભગવાન વેંકટેશ્વર મંદિરની કુલ સંપત્તિ 2.3 લાખ કરોડ રૂપિયા છે.

    સૌથી અમીર મંદિરોમાંથી એક તિરુપતિ


    તિરુપતિ મંદિરને ભારતના સૌથી અમીર મંદિરોમાંથી એક માનવામાં આવે છે. મંદિરની 960 પ્રોપર્ટીઝ 7123 એકરમાં ફેલાયેલી છે.

    તિરુપતિ મંદિર પાસે 10 ટનથી વધારે સોનું


    તિરુપતિ મંદિર ટ્રસ્ટે કહ્યું કે, સરકારી બેંકોમાં તેમણે 10.3 ટન સોનું જમા કરાવી રાખ્યું છે. આજની તારીખમાં તેની વેલ્યૂ 5300 કરોડ રૂપિયાથી વધારે છે.

    આ પણ વાંચો: દેવ દિવાળીના દિવસે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, અંબાજી મંદિરની મંગળા આરતીમાં કરાયો ફેરફાર

    તિરુપતિ મંદિર પાસે અઢી ટન ગોલ્ડ જ્વેલરી


    તિરુપતિ મંદિર પાસે 2.5 ટન ગોલ્ડ જ્વેલરી છે. તેમાંથી મોટા ભાગની જ્વેલરી એન્ટીંક અને અતિ કિંમતી છે.

    બેન્કોમાં 16 હજાર કરોડ રૂપિયા જમા


    તિરુપતિ મંદિર પાસે બેન્કોમાં લગભગ 16 હજાર કરોડ રૂપિયા જમા છે

    ક્યા દેશોના જીડીપી કરતા વધારે છે તિરુપતિ મંદિરની સંપત્તિ


    વર્લ્ડ બેન્કના 2021ના GDP આંકડા જોઈએ તો, તિરુપતિ મંદિરની કુલ સંપત્તિ કેટલાય દેશોના જીડીપીથી વધારે છે. તિરુપતિ મંદિરની કુલ સંપત્તિ ડોમિમિનકા, સેંટ કિટ્સ એન્ડ નેવિસ, સેશેલ્સ, એન્ટીગા એન્ડ બારબુડા, સેન્ટ લૂશિયા, ભૂટાન, ગ્રીનલેન્ડ, એંડોરા, જિબૂતી, ફિઝી, માલદીવ્સ, બારબડોસ, ગુયામ, મોનાકો, બરમૂડા, ગુયાના, તાજિકિસ્તાન, કોસોવા, મારીશસ, દક્ષિણી સુડાન, નામીબિયા, મોલજોવા, નિકારગુઆ, મંગોલિયા, મોઝામ્બિક, બોત્સવાના, માલટા, વેસ્ટ બેંક એન્ડ ગાઝા, માલી, અફઘાનિસ્તાન, હૈતી, આઈસલેન્ડ, ઝિમ્બાબ્વે, સાઈપ્રસ જેવા દેશોના જીડીપી કરતા વધારે છે.

    તિરુપતિ મંદિર પાસે પૈસા ક્યાંથી આવે છે


    તિરુપતિ મંદિરની આવક શ્રદ્ધાળુઓના દાનથી થાય છે. મોટા મોટા વેપારીઓ અને સંસ્થાઓ દર વર્ષે કરોડો અબજો રૂપિયામાં દાન ચડાવે છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Tirupati Balaji

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन