Home /News /national-international /

Tirath Singh Rawat resign: ઉત્તરાખંડમાં કોણ બનશે મુખ્યમંત્રી? બીજેપીની બેઠકમાં લેવાશે નિર્ણય

Tirath Singh Rawat resign: ઉત્તરાખંડમાં કોણ બનશે મુખ્યમંત્રી? બીજેપીની બેઠકમાં લેવાશે નિર્ણય

રાવતે રાજ્યપાલને રાજીનામું સોપી દીધું.

Uttarakhand Politics: તીરથ સિંહ રાવતે રાજીનામું (Tirath Singh Rawat Resign) ધરી દેતા હવે મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે બીજેપીની બેઠક મળશે.

  દેહરાદૂન: ઉત્તરાખંડમાં વર્તમાન મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે રાજીનામું (Tirath Singh Rawat Resign) ધરી દેતા હવે ફરીથી મુખ્યમંત્રી બદલવાની સ્થિતિ આવી છે. રાવત પછી ઉત્તરાખંડમાં કોણ મુખ્યમંત્રી બનશે (Who will be CM of Uttarakhand) તેના વિશે ચર્ચા કરવા માટે શનિવારે બપોરે ઉત્તરાખંડ ભારતીય જનતા પાર્ટી (BJP) બેઠક કરશે. આ મહત્ત્વપૂર્ણ બેઠક ઉત્તરાખંડ બીજેપી અધ્યક્ષ મદન કૌશિક (Madan Kaushik- BJP state chief of Uttarakhand )ના વડપણ હેઠળ થશે. હાલ એ વાત અંગે કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો કે મુખ્યમંત્રી માટે કયા નામોની ચર્ચા કરવામાં આવશે. પરંતુ એટલું નક્કી છે કે આ વખતે કોઈ ધારાસભ્યને જ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

  ઉત્તરાખંડના બીજેપી મીડિયા પ્રભારી માનવીર સિંહ ચૌહાણે કહ્યુ કે, પાર્ટીના તમામ ધારાસભ્યો આ બેઠકમાં હાજર રહેશે. કૌશિકની અધ્યક્ષતામાં શનિવારે બપોરે ત્રણ વાગ્યે આ બેઠક મળશે. જેમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર હાજર રહેશે. કૌશિકે સ્પષ્ટ કહ્યું છે કે આગામી મુખ્યમંત્રી ધારાસભ્યોમાંથી જ પસંદ કરવામાં આવશે.

  આ પણ વાંચો: 'મારા બાળકોને સાચવજો, મારે આ કહેવાની જરૂર નથી, પરંતુ મા છું એટલે કહ્યા વગર રહેવાતું નથી'

  આ જ કડીમાં તીરથ સિંહ રાવતે દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાતના 48 કલાકમાં જ શુક્રવારે મોડી રાત્રે રાજીનામું ધરી દીધું હતું. પૌડી ગઢવાલના સાંસદ રાવતને 10 માર્ચના રોજ રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને પદ પરથી હટાવીને તેમને મુખ્યમંત્રી બનાવાયા હતા. તીરથ સિંહ ધારાસભ્ય ન હોવાથી તેમણે નવ સપ્ટેમ્બર સુધી ચૂંટણી લડીને જીત મેળવવી જરૂરી હતું. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં 2022માં વિધાનસભાની ચૂંટણી છે.

  આ પણ વાંચો: નાગ-નાગણીની પ્રણયક્રીડા : જવલ્લેજ જોવા મળતી ઘટનાનો વીડિયો ખેડૂતે મોબાઈલમાં કર્યો કેદ

  ચાર મહિનામાં રાજીનામું

  ચાર મહિના પદ પર રહ્યા બાદ રાજીનામું આપનારા તીરથ સિંહ રાવતે કહ્યુ કે, અનુચ્છેદ 164 A પ્રમાણે તેમણે મુખ્યમંત્રી બન્યાના છ મહિનામાં વિધાનસભાના સભ્ય બનવાનું હતું પણ અનુચ્છેદ 151 કહે છે કે જો વિધાનસભા ચૂંટણીમાં એક વર્ષ કરતા ઓછો સમય બચે તો પેટા ચૂંટણી કરાવી શકાય નહીં. જેથી ઉત્તરાખંડમાં સંવૈધાનિક સંકટ ઊભું ન થાય તેથી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માંગું છું.


  આ પણ વાંચો: ઓછા સમય અને રોકાણમાં કમાણીની મોટી તક- જાણો વિગત


  સીએમ તીરથ સિંહ રાવત ત્રણ દિવસ દિલ્હી રહ્યા પછી દેહરાદૂન પરત ફર્યા છે. તેમણે કહ્યું કે, મારું રાજનીતિક જીવન યૂપીથી શરૂ થયું હતું અને પછી ઉત્તરાખંડ રાજ્ય બન્યું તો હું અહીં આવી ગયો હતો. અહીં મને જે કામ કરવાની તક મળી તે કરી રહ્યો છું. પાર્ટીએ મને સાંસદ બનાવ્યો, સીએમ બનાવ્યો, આગળ જે પણ રણનીતિ નક્કી કરશે અમે તેના પર કામ કરીશું. મારી પેટા ચૂંટણી પર ચૂંટણી પંચ નક્કી કરશે કે હું ચૂંટણી લડીશ કે નહીં અને લડીશ તો ક્યારે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Resignation, Tirath singh rawat, ઉત્તરાખંડ, ભાજપ, રાજકારણ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन