કર્ણાટક: કૂવામાંથી મળ્યા ટીપૂ સુલતાનના 1000 રોકેટ

ટિપુ સુલતાન

 • Share this:
  કર્ણાટકના શિમોગામાં ખોદ-કામ દરમ્યાન એક કૂવામાં 18મી શતાબ્ધીના યોદ્ધા ટીપૂ સુલતાનના એક હજારથી વધારે રોકેટ મળી આવ્યા છે. કર્ણાટકના સહાયક પુરાતત્વ નિર્દેશકના જણાવ્યા અનુસાર, શિમોગા જીલ્લામાં કૂવાના ખોદકામ સમયે રોકેટ અને ગોળા-બારૂદ મળી આવ્યા છે, જેને જોઈ લાગે છે કે, આ ટીપૂ સુલતાન દ્વારા યુદ્ધમાં ઉપયોગ લેવા માટે સંતાડવામાં આવ્યા હશે.

  બ્રિટિશ ઈસ્ટ ઈન્ડીયા કંપની વિરુદ્ધ વારંવાર જીત મેળવ્યા બાદ વર્ષ 1799માં ચોથા એંગ્લો-મૈસુર યુદ્ધમાં આ શક્તિશાળી રાજાનું મોત થયું હતું. તેમને નેપોલિયન વારમાં ઉપયોગમાં લેવાતા બ્રિટિશ કોંગ્રેસ રોકેટનો એક પ્રોટોટાઈપ, મૈસુરિયન રોકેટ નામનું એક પ્રારંભિક, સ્વદેશી રોકેટ વિકસીત કરવાનો શ્રેય આપવામાં આવે છે.

  આર. શેજેશ્વર નાયકે જણાવ્યું કે, 1000થી વધારે રોકેટ મળી આવ્યા છે. ખોદકામ દરમ્યાન માટીની ગંધ ગનપાઉડર જેવી લાગી રહી હતી. તો વધારે ખોદકામ કરવામાં આવ્યું, તો ત્યાંથી એક ઢગલામાં રોકેટ અને ગોળા મળી આવ્યા.  પુરાતત્વ અધિકારી, અને ખોદકામ કરનારા મજૂરોની 15 લોકોની ટીમને ટીપૂ સુલતાનના આ શસ્ત્રાગાર અને ગોળા-બારૂદ ભેગા કરવામાં ત્રણ દિવસ લાગ્યા. 23 અને 26 સેંટીમીટર (12-14 ઈંચ)ના રોકેટ શિમોગામાં સાર્વજનિક પ્રદર્શન માટે રાખવામાં આવશે. પુરાતત્વિક અભિલેખો અનુસાર, શિમોગાનો કિલ્લા વિસ્તાર ટીપૂ સુલતાનના સામ્રાજ્ય અને યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવતા રોકેટનો ભાગ હતો.
  Published by:kiran mehta
  First published: