Home /News /national-international /

ટીપૂ સુલ્તાન જ્યંતીઃ બીજેપીની ધમકી બાદ કર્ણાટકમાં અનેક શહેરોમાં કલમ 144 લાગુ

ટીપૂ સુલ્તાન જ્યંતીઃ બીજેપીની ધમકી બાદ કર્ણાટકમાં અનેક શહેરોમાં કલમ 144 લાગુ

વિરોધ પ્રદર્શનની તસવીર

કર્ણાટકા સરકાર 2016થી ટીપુ સુલ્તાનની જ્યંતી ઉજવી રહી છે. પરંતુ બીજેપીએ આ કાર્યક્રમને વિરોધની ધમકી આપી છે

    કર્ણાટકમાં ટીપુ સુલ્તાનની જ્યંતી મનાવવાને લઇને હંગામો શરુ થયો છે. કર્ણાટકા સરકાર 2016થી ટીપુ સુલ્તાનની જ્યંતી ઉજવી રહી છે. પરંતુ બીજેપીએ આ કાર્યક્રમને વિરોધની ધમકી આપી છે. ત્યારબાદ હુબલી, ઘારવાડ અને શિવમોગ્ગા સહિત કર્ણાટકના અનેક શહેરોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ વખત જ્યંતી ઉપર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દર વખતની જેમ આ વર્ષે પણ ટીપૂ જ્યંતી ઉપર રાજકીય દુનિયામાં હલચલ ઊભી થઇ છે.

    કલમ 144 લાગુ થયાના એક દિવસ પહેલા બીજેપીએ જેડીએસ અને કોંગ્રેસ સરકારને ઉજવણી કરવાની અપીલ કરી હતી. સાથે સાથે બેંગલુરુ, મૈસુર અને કોડાગુ સહિત અનેક સ્થળો ઉપર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. 10-11 નવેમ્બર સવારે 6 વાગ્યે અને 7 વાગ્યે બંને શહેરોમાં કર્ફ્યૂ લગાવી દેવાયું છે. આ દરમિયા એક જ જગ્યાએ 4થી વધારે લોકો એકઠાં નહીં થઇ શકે.

    આ મામલા ઉપર ગઠબંધનની સરકારના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે ગત કોંગ્રેસ સરકારની નીતિ ચાલુ રાખવા માટે 10 નવેમ્બરે ટીપૂ સુલ્તાનની જ્યંતિ મનાવવામાં આવશે. તેમના આ નિવેદન બાદ બીજેપીએ કાર્યક્રમનો વિરોધ કરવાની જાહેરાત કરી હતી. જોકે, હજી સુધી એ નક્કી નથી થયું કે કુમારસ્વામી મુખ્ય કાર્યક્રમમાં સામેલ થશે કે નહીં. અથવા તો કુમાર સ્વામી કયા કાર્યક્રમનું ઉદ્ધાટન કરશે.

    ન્યૂઝ 18 સાથે વાત કરતા તેમના પરિવાર ટીપુ સુલ્તાનની જ્યંતીને ઉજવવા માટે પોતાનું ખરાબ નસિબ માને છે. કારણકે અનેક લોકો ટીપૂ સુલ્તાનને તાનાશાહ શાસક માને છે.

    ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમનું વેન્યુ પહેલા વિધાના સૌધા રાખવામાં આવ્યું હતું. હોમ પોર્ટફોલિયો રજૂ કરતા 5 નવેમ્બરે કહ્યું હતું કે, સુરક્ષાના કારણોથી પોલીસ વિભાગની સલાહ ઉપર કાર્યક્રમ સ્થાન રવિન્દ્ર કલાક્ષેત્રના સ્થળે ફેરવાયો હતો. આ સાથે સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, જો કાર્યક્રમ સમયે હિંસા અને શાંતિ ભંગ કરવાનો પ્યત્ન કરવામાં આવશે તો આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવામાં આવશે. જ્યાં અપમાનજનક પોસ્ટો અપલોડ કરાશે તો કાર્યવાહી કરાશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Section 144, Tipu sultan jayanti, કર્ણાટક, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन