મુસ્લિમોને રિઝવવા કર્ણાટક સરકાર ટિપુ સુલતાન જંયતિ ઉજવે છે: BJP

'કર્ણાટકની સરકારે ટિપુ સુલતાનની જન્મ જંયતિ ઉજવવાને બદલે પુર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામના જન્મ દિવસની ઉજવણી કરવી જોઇએ.'

News18 Gujarati
Updated: November 8, 2018, 7:11 PM IST
મુસ્લિમોને રિઝવવા કર્ણાટક સરકાર ટિપુ સુલતાન જંયતિ ઉજવે છે: BJP
ટિપુ સુલતાન
News18 Gujarati
Updated: November 8, 2018, 7:11 PM IST
કર્ણાટકનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપનાં કદાવર નેતા બી.એસ. યદુરરપ્પાએ કર્ણાટકની સરકાર પર આક્ષેપ કર્યો છે કે, સરકાર મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરવા માટે ટિપુ સુલતાનના જન્મ જંયતિ ઉજવી રહી છે.

તેમણે કહ્યું કે, અમે ટિપુ સુલતાનની જન્મ જંયતિ ઉજવવા સામે વિરોધ કરીએ છીએ. ટિપુ સુલતાનની જન્મ જંયતિએ ઉત્સવ મનાવી શકાય નહીં. કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)નાં કેટલાક લોકો પણ તેનો વિરોધ કરે છે.”

યદુરપ્પાએ વધુમાં જણાવ્યું કે, કર્ણાટકની સરકારે ટિપુ સુલતાનની જન્મ જંયતિ ઉજવવાને બદલે પુર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામના જન્મ દિવસની ઉજવણી કરવી જોઇએ.

જો કે, કોંગ્રેસનાં નેતા ડી.કે. શિવશંકરે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા રાષ્ટ્રભક્તોનો વિરોધ કરે છે.ટિપુ સુલતાનનો મોટો ઇતિહાસ છે અને તેમની જન્મ જંયતિ ઉજવવામાં કશુ ખોટુ નથી. ભાજપ આ મામલે રાજકીય રોટલા શેકવા માંગે છે. ભાજપ આ મામલે કોમવાદી માહોલ ઉભો કરવા માંગે છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, ગયા વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા સંસદમાં આપેલા ભાષણમાં એમ કહ્યુ હતું કે, ટિપુ સુલતાન એક ઐતિહાસિક હસ્તી હતી અને તેની ઐતિહાસિક લડતનો ઉલ્લેખ કર્યો હતો.”

અલબત્ત, ઘણા બધા ભાજપનાં નેતાઓ ટિપુ સુલતાનને કન્નડ ભાષા વિરોધ અને હિંદુ વિરોધી તરીકે જુએ છે અને રજુ કરે છે. ટિપુ સુલતાન અંગ્રેજો સામે 1799માં લડ્યો હતો અને માર્યો ગયો હતો.
 
First published: November 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...