UPSC 2015ની ટોપર ટીના ડાબી કરશે બીજા લગ્ન, પતિ છે રાજસ્થાન કેડરનાં IAS ઓફિસર
UPSC 2015ની ટોપર ટીના ડાબી કરશે બીજા લગ્ન
Tina Dabi: ટીના ડાબીએ તેના ભાવિ પતિ પ્રદીપ ગવાંડે સાથે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો અને લખ્યું – હું તમારુ આપેલુ સ્મિત હસી રહી છું.. ટીનાની સાથે પ્રદીપ ગવાંડેએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં પ્રદીપ ગવાંડે ટીના સાથે હાથોમાં હાથ નાંખીને બેઠેલા જોવા મળી રહ્યાં છે.
રાજસ્થાન કેડરની 2016 બેચની IAS અને UPSC ટોપર ટીના ડાબી (Tina Dabi) બીજા લગ્ન કરવાની તૈયારી કરી રહી છે. ટીના ડાબીએ પોતે સોશિયલ મીડિયા પર પોતે જ આ માહિતી આપી છે. ટીનાએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેના મંગેતર સાથેનો એક ફોટો શેર કર્યો છે. ટીના ડાબીના ભાવિ જીવનસાથી પણ IAS છે. તેમનું નામ પ્રદીપ ગવાંડે (Pradeep Gawande) છે. તેઓ 2013 બેચના IAS છે. બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સાથે ફોટો પણ શેર કર્યા છે.
ટીના ડાબીએ તેના ભાવિ પતિ પ્રદીપ ગવાંડે સાથે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો અને લખ્યું – હું તમારુ આપેલુ સ્મિત હસી રહી છું.. ટીનાની સાથે પ્રદીપ ગવાંડેએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં પ્રદીપ ગવાંડે ટીના સાથે હાથોમાં હાથ નાંખીને બેઠેલા જોવા મળી રહ્યાં છે.
જાણો કોણ છે પ્રદીપ ગવાંડે- પ્રદીપ ગવાંડેનો જન્મ 9 ડિસેમ્બર 1980ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. ગવાંડે ચુરુ જિલ્લાના કલેક્ટર રહી ચૂક્યા છે. આ સાથે જ તે ટીના ડાબી કરતા 13 વર્ષ મોટા પણ છે. ગવાંડેએ વર્ષ 2013માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. પ્રદીપ મુખ્ય રીતે એક ડૉક્ટર છે. તેમણે UPSC પરીક્ષા પાસ કરતા પહેલા MBBSની ડિગ્રી મેળવી હતી. હાલમાં તેઓ રાજસ્થાન કેડરના અધિકારી છે અને હાલમાં તેઓ રાજસ્થાનના પુરાતત્વ અને સંગ્રહાલયનાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 22 એપ્રિલે જયપુરની એક ખાનગી હોટલમાં બન્ને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
" isDesktop="true" id="1193731" >
ટીનાના છે બીજા લગ્ન- જણાવી દઈએ કે ટીના ડાબીના પહેલા લગ્ન અતહર ખાન સાથે થયા હતા. જોકે આ લગ્ન માત્ર 2 વર્ષ જ ટકી શક્યા હતા. અતહર ખાન 2016ની UPSC પરીક્ષામાં સેકન્ડ ટોપર હતો. ટીના ડાબી અને અતહરને ટ્રેઈનિંગ દરમ્યાન પ્રેમ થયો હતો. 2018માં બંનેના લગ્નએ ઘણી ચર્ચાઓ જગાવી હતી. લગ્ન પછી અતહર ખાન રાજસ્થાનમાં નોકરી કરતો હતો, પરંતુ ટીનાથી છૂટાછેડા પછી તે જમ્મુ-કાશ્મીર કેડર સાથે પોતાના રાજ્યમાં ગયો હતો. પ્રદીપના પણ આ બીજા લગ્ન છે. ટીના ડાબી મૂળ દિલ્હીની રહેવાસી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર