Home /News /national-international /જાણો આસારામ કેસમાં ક્યારે શું થયું હતુ? શું છે પૂરો મામલો?

જાણો આસારામ કેસમાં ક્યારે શું થયું હતુ? શું છે પૂરો મામલો?

    આસારામના કેસ પર કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. જેમાં આસારામ સહિત શિવા, શિલ્પી અને શરદ તમામ આરોપીઓ દોષિત જાહેર થયા છે.ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની એક સગીરાએ કથિત રીતે આસારામ પર જેધપુર બહારના વિસ્તારમાં આશ્રમમાં જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.પીડિતાએ આરોપ મૂકયો છે કે 15 અને 16 ઑગસ્ટની રાત્રે જોધપુરના એક ફાર્મ હાઉસમાં આસારામે સારવારના બહાને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં 19 ઑગસ્ટ 2013ના રોજ આસારામની વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી હતી.

    જાણીએ આ પૂરા મામલામાં ક્યારે શું  થયું હતુ?

    15 ઓગસ્ટ 2103: વર્ષ 2013માં શાહજહાંપુરની 16 વર્ષની સગીરાએ આસારામ પર એક ફાર્મ હાઉસમાં દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો.

    20 ઓગસ્ટ 2013 :પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં 19 ઑગસ્ટ 2013ના રોજ આસારામની વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી હતી.

    23 ઓગસ્ટ 2013: આસારામના સમર્થકોએ દિલ્હીના કમલા માર્કેટ થાનેમાં હુમલો કર્યો.

    28 ઓગસ્ટ 2013: પીડિતાના પિતાએ આસારામને મોતની સજા આપવાની માગણી કરી હતી. પરંતુ, આસારામના દીકરાએ તે પીડિતાને માનસિક બિમાર હોવાનું કહ્યુ.

    28 ઓગસ્ટ 2013: જોધપુર પોલીસે આસારામની ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટે તેને જેલમાં મોકલી દીધો, કોર્ટના નિર્ણય બાદ આસારામના સમર્થકોએ વિરોધ કર્યો.

    06 નવેમ્બર 2013: જોધપુર પોલીસે અસારામ અને ચાર લોકો સામે ચાર્જશીટ દાખલ કરી, ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, 16 વર્ષની સગીરા સાથે આસારામે દુષ્કર્મ આચર્યુ.

    08 નવેમ્બર 2013: રાજસ્થાન હાઇકોર્ટે જિલ્લા અને સેશન્સ કોર્ટમાં દરેક દિવસે સુનાવણી કરવા કહ્યું

    7 ફેબ્રુઆરી 2014: જોધપુરની અદાલતમાં આસારામ સામે દુષ્કર્મ, ગુનાખોરી અને અન્ય ગુનાઓમાં ફરિયાદ કરવામાં આવી.

    19 ઑગસ્ટ 2014: સુપ્રિમ કોર્ટે આસારામની જામીન અરજી રદ્દ કરી હતી.

    1 જાન્યુઆરી 2015: જામીન અરજીને લઇને સુપ્રીમ કોર્ટે (AIIMS)એઆઈએમએસના સાત સભ્યોને મેડિકલ બોર્ડમાં આસારામની તપાસ કરવા કહ્યુ.

    7 એપ્રિલ 2018: આ મામલા પર એસસી / એસટી કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ ગઇ. ખાસ ન્યાયમૂર્તિ મધૂ સુદ્દન શર્માએ નિર્ણયને સુરક્ષિત રાખ્યો.

    અસારામ કેસમાં પુરાવા આપનાર કેટલાક લોકોની હત્યા પણ થઈ ગઈ છે:
    > પુરાવા આપનાર કૃપાલ સિંહની 10 જુલાઈ, 2014માં શહજહાંપુરમાં હત્યા કરાઈ હતી
    > અખિલ ગુપ્તાની 11 મી જાન્યુઆરી, 2015માં મુઝફ્ફરનગરમાં ગોળી મીરી હત્યા કરાઇ હતી.
    > અમૃત પ્રજાપતિની 23 મી મે, 2014માં રાજકોટમાં હત્યા કરાઈ હતી
    > રાહુલ સચાન પર 13 ફેબ્રુઆરી 2015 ના રોજ જોધપુર કોર્ટ બહાર હુમલો કર્યો.
    > રાજુ ચંદોક પર 6 ડિસેમ્બરે 2009 ગોળીઓ ચાલાવવામાં આવી.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: આસારામ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन