સોલનઃ ગુજરાત (Gujarat) સહિત દેશમાં અત્યારે વરસાદી (Monsoon) માહોલ સર્જાયો છે ત્યારે હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) સોલન જિલ્લામાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં ટ્રીબર ટ્રેલ રોપવેમાં (Triber Trail Ropeway) કેબલ કારમાં આઠ લોકો ફસાયા હતા. અહીં પણ હવામાં અધવચ્ચે જ આ કેબલ કાર ફસાઈ હતી. કેબલ કારમાં ફસાયેલા આ લોકોને રેસ્ક્યૂ ઓપરેશન (Rescue operation) થઈ બચાવી લેવાની કામગીરી હાથધરાઈ છે. ફસાયેલા તમામ લોકો ટૂરિસ્ટ છે. અને આ લોકોમાં કેટલીક મહિલાઓનો સમાવેશ થાય છે.
મળતી માહિતી પ્રમાણે સોલનના કોંગ્રેસના ધારાસભ્ય કર્નલ ધની રામ શાંડિલે કહ્યું છે કે ડીસી સાથે વાતચીત કરવામાં આવી છે. શાંડિલે કહ્યું કે ટૂંક સમયમાં જ બધાને બહાર કાઢવામાં આવશે અને સેનાની મદદ લેવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલ ખામીના કારણે આ કેબલ કાર રસ્તાની વચ્ચે જ ફસાઈ ગઈ હતી અને તેના કારણે સમસ્યા સર્જાઈ હતી.
કેબલ કારની અંદર ફસાયેલા લોકોના વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયો દ્વારા લોકો તેને બચાવવા માટે અપીલ કરી રહ્યા છે, એક વ્યક્તિએ જણાવ્યું કે તે દોઢ કલાકથી ટ્રોલીની અંદર ફસાયેલો છે અને કોઈ મદદ મળી નથી. જો કે હવામાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે અને રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
1992ની યાદો તાજી થઈ આ પહેલા પણ વર્ષ 1992માં એક વખત આ જ રોપવે પર અકસ્માત થયો હતો. ત્રણ દિવસથી 10 જેટલા જીવો ટ્રોલીમાં ફસાયા હતા. તેમાંથી એકનું મોત પણ થયું હતું. ત્યારે આર્મી અને એરફોર્સના જવાનોએ જીવ પર રમત રમીને લોકોને બચાવ્યા હતા. આજે પણ એ ઘટનાને યાદ કરીને લોકો કંપી ઉઠે છે.
104 કલાક બોરવેલમાં ફસાયેલા રાહુલને બચાવી લેવાયો ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા છત્તીસગઢમાં 100 કલાક કરતા પણ વધુ સમયથી ચાલતા રેસ્ક્યૂ ઓપરેશનનો સુખદ અંત આવ્યો છે, અને બોરવેલમાં ફસાયેલા રાહુલે મોતને માત આપી દીધી છે. છત્તીસગઢના જાંજગીર ચાંપામાં બોરવેલમાં ફસાયેલા રાહુલનું રેસ્ક્યુ ઓપરેશન પૂરું થઈ ગયું હતું. લગભગ 104 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ રાહુલને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. CM ભૂપેશ બઘેલે રાહુલની બહાર થવા પર ખુશી વ્યક્ત કરી હતી. જણાવ્યું હતું કે, પડકાર મોટો હતો પરંતુ અમારી રેસ્ક્યુ ટીમે સારું કામ કર્યું.
" isDesktop="true" id="1220297" >
CMOના જણાવ્યા અનુસાર રાહુલની હાલત હવે સ્થિર છે. એમ્બ્યુલન્સના ડોક્ટરે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બીપી, સુગર, હાર્ટ રેટ નોર્મલ છે અને ફેફસાં પણ સાફ છે. રાહુલની સ્થળ પર હાજર ડોક્ટરની ટીમ દ્વારા તપાસ હાથ ધરાયા બાદ વધુ સારી સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવીને અપોલો હોસ્પિટલ બિલાસપુર મોકલવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર